તમારી રાશી પ્રમાણે આજે જાણીલો કોણ છે તમારા ઇષ્ટદેવ, કેવી રીતે કરવું પૂજન અને કેવી રીતે મેળવવું ઈચ્છિત ફળ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, દરેક વ્યક્તિ પ્રભુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે નિયમિત તેમની પૂજા-અર્ચના કરતા હોય છે પરંતુ, તેમછતા પણ ઘણીવાર તેમને તેમની ઈચ્છા મુજબનુ ફળ પ્રાપ્ત થતુ નથી, શું હોય શકે છે આનુ કારણ? અમુક ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ વ્યક્તિ પોતાના રાશી મુજબના ઈષ્ટદેવનુ પૂજન-અર્ચન કરે તો તેમને જીવનમા વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ દોષોનુ નિવારણ પણ થાય છે તો ચાલો આજે આ લેખમા આપણે જ્યોતિષશાસ્ત્રની મદદથી જાણીએ કે, કઈ રાશિના જાતકોએ ક્યા ઈષ્ટદેવનુ પૂજન-અર્ચન કરવુ જોઈએ, જેથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે, ચાલો જાણીએ.

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ મેષ અને વૃશ્ચિક રાશિઓનો સ્વામી ગ્રહ છે મંગળ. આ બંને રાશીજાતકોએ સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે નિયમિત પ્રભુ શ્રી રામ અને બજરંગબલીની પૂજા કરવી જોઈએ. આ સિવાય વૃષભ અને તુલા  રાશિઓનો સ્વામી ગ્રહ શુક્ર છે. આ બંને રાશીજાતકોએ માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. જો તમે નિયમિત માતાની પૂજા કરશો તો જીવનમા સારા અને શુભ ફળની પ્રાપ્તિ થશે.

મિથુન અને કન્યા  રાશીજાતકોનો સ્વામી બુધ ગ્રહ છે. આ બંને જાતકો જો પ્રભુ શ્રી ગણેશ અને પ્રભુ નારાયણની વિશેષ પૂજા-અર્ચના કરે છે તો તમારુ જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે. આ સિવાય કર્ક રાશીજાતકોનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. આ જાતકો માટે નિયમિત મહાદેવનુ પૂજન અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. જો તમે તેમની પૂજા કરશો તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થશે.

આ સિવાય સિંહ રાશીજાતકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ જાતકોએ માતા ગાયત્રીની નિયમિત પૂજા અવશ્યપણે કરવી જોઈએ. જો તમે તેમની નિયમિત પૂજા કરશો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે. આ ઉપરાંત ધન અને મીન  રાશીજાતકોનો સ્વામી ગ્રહ સૂર્ય છે. આ જાતકોએ પ્રભુ લક્ષ્મીનારાયણની નિયમિત પૂજા કરવી જોઈએ. જો તમે તેમની નિયમિત પૂજા કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે.

આ ઉપરાંત મકર અને મીન  રાશીજાતકોના સ્વામી ગ્રહ શની છે. આ જાતકોએ પ્રભુ શ્રી બજરંગબલીની નિયમીત પૂજા કરવી જોઈએ જેથી, તેમના જીવનના બધા જ દુઃખ-દર્દ દૂર થઇ જાય અને તમારુ જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *