તમારી આ બે ટેવ હોય છે સફળતા માટે ની સૌથી મોટી દુશ્મન, જાણો આ વિશે શું કહે છે ચાણક્ય નીતિ…

Spread the love

ચાણક્યએ બહુ મોટા વિદ્વાન હતા. તે અનેક વિષયો વિષે જાણતા હતા. તેઓ એક શિક્ષક હતા. તેઓ બહુ જ સરસ ભણાવતા હતા. તે એક મહાન અર્થશાસ્ત્રી પણ હતા. તેઓને ઘણા લોકો વ્યૂહરચનાકાર તરીકે પણ ઓળખે છે. તેઓએ ઘણા વિષયમાં અભ્યાસ કર્યો હતો. તેમણે આપણા  બધા લોકોના જીવનને અસર થાય તેવી અમુક  બાબત પર  પણ અભ્યાસ કર્યો હતો. તેમણે  નીતિશાસ્ત્ર પર પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અનેક જાતના પુસ્તકો પણ રચ્યા છે. તેમાથી આપણને ઘણી બધી શીખ મળે છે.

તેઓ હમેશા કહેતા હતા કે ખરાબ વસ્તુથી દૂર રહેવું જોઈએ અને સારી વસ્તુને જીવનમાં અપનાવી જોઈએ. માણસોએ પોતાની ખરાબ આદતોને છોડવી જોઈએ અને સારી આદતો રાખવી જોઈએ. તેઓ કહે છે કે સારી આદતો માણસને હમેશા સફળ બનાવે છે. તેઓ તેનાથી મહાન વ્યક્તિ બની શકે છે. આમાં માણસમા સારી આડતા ત્યારે જ આવે છે જ્યારે તેને સારા સંસ્કાર મળ્યા હશે અને સારા સંસ્કાર સારા અભ્યાસ અને શિક્ષણથી મળે છે.

આમાં ખરાબ આદત વાળા લોકોના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. તેઓની સફળતામાં અનેક અવરોધ આવે છે. તે લોકોને સમાજનું અને કામ કરવાની જગ્યા પર રહેલ માન સન્માન નથી મળતું. એથી બધા લોકોએ ખરાબ આદતથી હમેશા દૂર રહેવું જોઈએ. નીચે મુજબની આદતોથી  હમેશા અંતર બનાવીને રાખવુ જોઈએ.

ખોટું બોલવું :

ચાણક્ય એમ કહે છે કે ખોટું બોલવું તે માણસની સૌથી વધુ ખરાબ આદત  છે. તેથી જ આપણાં જીવનમાં ક્યારેય પણ ખોટું ન બોલવું જોઈએ. બને તો તેનાથી દૂર રહેવું જોઈએ. આ તમારા માટે ખતરો પણ બની જાય છે. જો કોઈને આ આદત પડી જાય છે તો તે ક્યારેય પણ જતી નથી. આનાથી તમને અને બીજા લોકોને પણ નુકશાન થાય છે.

આનાથી તમે તમારા જીવનમાં ઘણા લોકોને ગુમાવો પણ છો. આનાથી તમે તમારા પરિવારથી પણ દૂર થઈ શકો છો. આનાથી ઘણા લોકોને દુ:ખ પણ પહોંચે છે. તમારા દ્વારા બોલાયેલ ખોટું આજે નહીં તો કાલે બધાની સામે આવી જ જાય છે. જ્યારે તેનો ખ્યાલ પડે છે , ત્યારે તમારા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે અને તે તમારાથી દૂર થવા લાગે છે.

આળસ કરવી :

ચાણક્યના કહેવા મુજબ આળસ એ દરેક માણસનો સૌથી મોટો શત્રુ હોય છે. આનાથી લોકો પોતાના જીવનમાં સફળતાથી વંચિત રહે છે. જે લોકો આળસ ખુબ જ  વધારે હોય  છે,  તે લોકોનુ જરાપણ જીવન સરળ નથી બનતુ. તે પોતાના જીવનના ઘણા પ્રસંગો પણ આળસના કારણે ખોવે છે. તેઓ ઘણી બધી તકો પણ ગુમાવે છે.

તે બધા લોકોને વારંવાર નથી મળતી. જો તમારામાં આળસ  હશે તો તમારા જીવન ક્યારે પણ સફળતા મળશે નહીં. તેઓ છેલ્લે ખૂબ પસ્તાય છે. તેઓ બધાથી અળગા હોય છે અને તેનામાં આળસ નથી અને તે જીવનમાં મહેનત કરે છે. તે લોકોને પોતાના જીવનમાં સારી એવી સફળતા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *