તમારી આ આદતોને લીધે જ પેટ મા થાય છે ગેસની તકલીફ, જો રાખશો આ બાબતો નું ધ્યાન, તો ક્યારેય નહી થાય આ તકલીફ, જાણો તમે પણ…

Spread the love

આજના કેટલાક લોકોને ગેસ થવાની સમસ્યા હોય છે. તેથી તે લોકો આ બીમારીઓમાથી દૂર થવા માટે ઘણા બધા ઉપાયો કરતાં હોય છે અને કેટલીક દવાઓ પણ બજારમાથી લેતા હોય છે. કેટલાક ઘરેલુ ઉપાયો છે તેનાથી ગેસની તકલીફમાથી બચી શકાય છે. તે આપણે જાણવા ખૂબ જરૂરી છે.

કેટલાક લોકોને જમ્યા પછી ગેસ, પેટ ફુલાય જવું એવા અનેક પ્રશ્નો થતાં હોય છે. તે વસ્તુઓ ઘણા લોકો કહેતા નથી. ગેસની સમસ્યા આપણને શાંતિથી જીવવા દેતી નથી. તેથી તે બીમારીને દૂર કરવા માટે આપણે ઘરેલુ ઉપાય કરવા જોઈએ. જમવામાં પણ ધ્યાન રાખવું જોઈએ, વાસી ખોરાક ન ખાવો જોઈએ. રાત્રે કેટલાક લોકો મોડી રાત સુધી ટીવી જોતાં હોય છે ત્યારે ટીવી જોતાં જોતાં તે કેટલીક વસ્તુઓ ખાઈ છે. તેનાથી શરીરમાં ગેસની સમસ્યા ઉદભવે છે.

આ કારણથી પેટ ખરાબ થાય છે:

આપણી જીવન જીવવાની રીત આપણા શરીરના સ્વાસ્થ્ય પર કોઈ ને કોઈ રીતે અસર કરી શકે છે. કેટલોક વાસી ખોરાક ખાવાથી આપણને ગેસ થાય કે પેટમાં બીજી અનેક બીમારીઓ થાય છે. આપણે રાત્રે જમવામાં ભારે ખોરાક ખાઈએ છીએ. તેનાથી આપણને ગેસ થાય છે. જમવાનો સમય પણ એક જ હોવો જોઈએ. જમવાના સમયમાં ફેરફાર થાય તો પણ ગેસ થાય છે. તેથી તાજો ખોરાક અને જમવાના સમયે ભોજન કરવું જોઈએ. કેટલાક ખોરાક ખાવાથી ગેસ થતો હોય તે વસ્તુઓ ન ખાવી જોઈએ.

વિશેષ પરિસ્થિતી પણ જવાબદાર છે:

આપણને કેટલીક ચિકિત્સક સ્થિતિને કારણે પેટમાં ગેસ થાય છે અને પેટ ફુલાયેલું રહે તેવી બીમારીઓ થાય છે. કેટલાક લોકોને ટીબી અને લોહી સુદ્ધિ માટેની દવાઑ લેવાને કારણે પણ ગેસ થાય છે. ઘણા લોકોને પિતની અને ગોળબ્લેડરમાં કોઈને પથરીની બીમારી હોય તો તેને પણ ઝડપથી ગેસ થઈ શકે છે. કોઈ હ્રદયરોગથી પીડાતા હોય તે લોકોને પણ ગેસ થાય છે. કેટલીક વાર ઘણી બીમારીઓને કારણે ગેસ થાય તો એ એટેક સમાન ગણી શકાય છે.

ખાસ પરિસ્થિતિઓ:

ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં ગેસ થાય છે. કેટલીક મહિલાઓને ગર્ભાવસ્થા રહેતા શરૂઆતમાં ગેસ થવાની સમસ્યા થાય છે. તે બધાનુ મુખ્ય કારણ આપણને કબજિયાત હોય છે. તે મહિલાઓને ચયાપચય ની પ્રક્રિયા થોડી ધીમી પડી જાય છે. તેનાથી ગેસ થવાની સંભાવના વધે છે. કેટલાક કેલ્શ્યિમ અને આયર્નથી પણ કબજિયાત થાય છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે તમારે ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી બને છે. ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જરૂરી છે.

ગેસની સમસ્યામાથી છુટકારો કેમ મેળવશો :

આપણને ગેસની તકલીફ થતી હોય તો આપણે વાસી ખોરાક ન ખાવો જોઈએ અને મસાલાવાળા ખોરાક ન ખાવા જોઈએ. જમવાની કેટલીક વસ્તુઑ એવિ છે જેને ન ખાવી જોઈએ તેથી આપણને ગેસ ન થાય. તમારું સ્વાસ્થ્ય સારું રહે તો તમે માનસિક રીતે ખુશ રહી શકો છો. ઝડપથી પાચન થાય તેવો ખોરાક ખાવો જોઈએ. વારંવાર ગેસ થાય તો જમીને થોડું ચાલવું જોઈએ. તેનાથી પાચન થવાની પ્રક્રિયા તમારી સારી બને છે. જરૂર જણાય તો ડોક્ટર પાસેથી દવા લઈ શકો છો.

ગેસથી બચવાના ઉપાયો :

આપણને જે વસ્તુથી ગેસ થતો હોય તે વસ્તુને આપણે ન ખાવી જોઈએ. શીંગદાણા, દૂધની અનેક વસ્તુઓથી તમને ગેસ થાય તો તે વસ્તુઓ ન ખાવી જોઈએ. જમી લીધા પછી અને સુવાના સમય વચ્ચે ૨ થી ૩ ક્લાકનું અંતર રાખવું જરૂરી છે. જમીને તરત જ સૂઈ જવું ન જોઈએ. જમીને થોડું ચાલવું જોઈએ. તેથી ખોરાકનું પાચન ઝડપથી થાય છે અને ગેસ જેવી સમસ્યાથી બચી શકાય છે.

કેટલાક લોકો સવારે જાગીને તરત ખાલી પેટે ચા પિતા હોય છે. તેનાથી ગેસ થઈ શકે છે. ચા પીવા કરતાં ગરમ પાણી પીવું શરીર માટે ફાયદાકારક છે. કોઈપણ ઘરના પ્રસંગોમાં કે બહાર જમીને થોડું ગરમ પાણી પીવું જોઈએ. ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું જોઈએ, તેથી કેળાં ખાવા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીરના સ્વાસ્થ્ય માટે યોગાસન કરવા ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *