તમારા વાળ માટે મોંઘા ઉપચાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની જગ્યાએ વાપરો ઘરમાં રહેલી આ વસ્તુ, બમણી ઝડપે વધશે વાળ

Spread the love

દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતુ હોય છે કે, તેના વાળ ખૂબ સારા લાગે કારણકે, તેના વાળ સુંદર લાગશે ત્યારે તેની સુંદરતામાં પણ વધારો થશે. બધી સ્ત્રીઓ પોતાના વાળ સુંદર, લાંબા, મુલાયમ રહે તેવું ઈચ્છતી હોય છે. તેનાથી તેની સુંદરતામાં વધારો થઈ શકે અને તે પહેલા કરતાં વધારે સુંદર દેખાય.

તેના માટે તે ઘણા ઉપાયો અને બજારમાં મળતા મોંઘા શેમ્પૂ અને કંડિશનરનો ઉપયોગ કરતાં હોય છે. તેમાં કેમિલક હોય છે તેનાથી વાળને અનેક પ્રકારના નુકશાન થાય છે. વાળ ખરે છે અને વાળ તૂટવાની સમસ્યાઑ વધે છે. તેનાથી તમારા વાળને ઘણું નુકશાન થઈ શકે છે. તેથી ઘરેલુ ઉપાય અજમાવીને તમે  વાળને  નુકસાન થતુ અટકાવી શકો છો  અને વાળ ઝડપથી લાંબા બનાવી શકો છો.

વાળમાં કેટલાક મોંઘા કેમિકલ્સ નાખીને છતાં પણ આપણને જોઈએ તેવું પરિણામ મળતું નથી. તેનાથી આપણને લાંબા ગાળે નુકશાન થઈ શકે છે તેના માટે તમારે ઘરેલું કેટલાક ઉપાય કરવા જોઈએ. તેના કરતાં આપણે ઘરે બનાવેલા તેલનો ઉપયોગ કરીને વાળને વધારી શકાય છે. કેટલાક લોકોના વાળ ખરતા હોય છે.

આ સમસ્યામાથી બચવા માટે કેટલાક તેલનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી શરીરમાં કોઈ પ્રકારની આડઅસર થતી નથી. એરંડિયાનું તેલ, કૂવારપાઠું, આંબળાનો રસ, ઓલિવ તેલ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરીને રાખવી. નાળિયેરનું તેલ પણ લઈ શકાય છે. તેને વાળમાં બરાબર રીતે માલિશ કરવું જોઈએ. તેને થોડો સમય રહેવા દેવું જોઈએ. ત્યારબાદ વાળને શેમ્પૂથી ધોઈ નાખવા જોઈએ. આ ઉપાય નિયમિત કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે. વાળની સુંદરતામાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *