શરીરમા છે વધારે પડતી ગરમી તો તુરંત જ કરો આ વસ્તુનુ સેવન, તેના સેવનથી મળશે તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અઢળક લાભ…

Spread the love

આપણાં શરીરમાં લીલા શાકભાજી ખૂબ જરૂરી છે. તેમાં અનેક પ્રોટીન અને વિટામિન રહેલા હોય છે. દૂધી શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં અનેક ગુણ રહેલા હોય છે. તે ખૂબ ઠંડી હોય છે. તેથી ગરમીમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેમાં ઔષધિય ગુણધર્મ રહેલા છે. વીર્યવર્ધક અને ધાતુને નાશ કરવા માટે કાચી દૂધીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

તાવ, માથાનો દુખાવો જેવી બીમારીઓ દૂર કરવા માટે દૂધી ખૂબ ફાયદો કરે છે. તેને ખમણીને કપડામાં રાખીને તે કપડું માથા પર રાખવાથી દુખાવામાં રાહત થાય છે. તેનો રસ પીવાથી પણ તે દુખાવામાં રાહત મળે છે. તેના નાના ટુકડા કરીને તેને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી શરીરમાં અનેક રોગો દૂર થાય છે અને શરીરમાં ઠંડક મળે છે.

દૂધીના તેલનો ઉપયોગ આપણે અનેક જગ્યાએ કરીએ છીએ. તે માથામાં નાખવાથી ઠંડક મળે છે. તેનું તેલ બનાવવા માટે તેને ખમણીને કોપરેલ તેલમાં નાખીને તેને થોડો સમય મૂકી રાખવું જોઈએ. ત્યારબાદ તેને બરાબર ગાળીને રાખી દેવું જોઈએ. તે તેલને માથામાં લગાવવાથી ઠંડક મળે છે અને મગજ શાંત રહે છે. તેના બીજનું તેલ વાળ માટે ખૂબ ઉપયોગી છે.

વાળ ખરતા હોય, સફેદ વાળ થવા જેવી સમસ્યાઑ દૂર કરવા માટે દૂધીનું તેલનું માલિશ કરવાથી ફાયદો થાય છે. નિયમિત તેનો ઉપયોગ કરવામાં આવે તો વાળ સફેદ થતાં અટકે છે. તેમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે. શરીરમાં થતી કેટલીક સમસ્યાઓ દૂર કરે છે. તેના રસનું સરબત પીવાથી ગરમીમાં ઠંડક મળે છે. તેથી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું નથી.

કેટલાક લોકોનો વજન હંમેશા વધતો જતો હોય છે. તે લોકોને નિયમિત દૂધીનો રસ પીવાથી વજનને નિયંત્રિત રાખી શકાય છે. શરીરમાં બળતરા થવી, ગુમડા થવા, નસકોરી ફૂટવી વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માટે દૂધીમાં મધ અને ઘી નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. કોલેરા થવાને લીધે પેશાબની તકલીફ થાય છે. ત્યારે તેના રસમાં લીંબુનો રસ નાખીને પીવાથી પેશાબ વારંવાર લાગે છે.

ખાસી, ક્ષય, પેટમાં બળતરા થવી જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે દૂધી ખૂબ ગુણકારી સાબિત થાય છે. હ્રદયના કેટલાક રોગોથી બચવા માટે તેનું શાક બનાવીને ખાવું જોઈએ. હ્રદયરોગ સામે તે ખૂબ ફાયદાકારક બને છે. નિયમિત તેનું સેવન કરવામાં આવે તો આવી સમસ્યાઓ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *