તમારા સફેદ થયેલા વાળ ને કરવા માંગો છો કાળા, તો નારિયલ તેલમા આ વસ્તુ ભેળવીને કરો માથામા માલીશ…

Spread the love

આજકાલના સમયમાં ઘણા લોકો તેના વાળની સારી રીતે સંભાળ રાખવા માટે તેની પાસે પૂરતો સમય હોતો નથી. તે તેના જીવનમાં એટળ વ્યસ્ત રહે છે કે તેના શરીર માટે પણ તેમની પાસે સમય નથી. તેનાથે વાળ તૂટવા અને તેને લગતી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. આજના સમયમાં પ્રદૂષણ વધારે હોવાથી પણ આપના વાળને ઘણું નુકશાન થવા લાગે છે તેથી આપના વાળ ખરવા લાગે છે.

ઘણા લોકોને વાળ ઉમર પહેલા સફેદ થયા તો તે આનુવંશિક કારણોસર સફેદ થવા લાગે છે. આજે આપણે પણ સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઉપાય વિષે જાણીએ તેનાથી વાળ ફરી કાળા કરી શકાય છે. તેનાથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય.

અત્યારે બધા લોકો વાળમાં ઘણા પ્રકારના કલર કરાવતા હોય છે તેનાથી વાળ સફેદ દેખાતા નથી પરંતુ આનાથી આડઅસર થાય છે અને આજે આપણે જે ઉપાય વિષે વાત કરવાના છીએ તે ખૂબ સસ્તા અને કુદરતી છે. તેથી તેની કોઈ આડઅસર નહીં થાય. લગભગ બધાએ નારિયેળ તેલનો એકવાર તો ઉપયોગ કરેલો હશે. પરંતુ આજે આપણે તેની એક એવી વસ્તુ સાથે વાળમાં લગાવીને ઉપયોગ કરવાથી સફેદ વાળ કાળા થઈ શકે છે.

આ ઘરેલુ ઉપાય કરવા માટે તમારે આમળા પાઉડર, એક નાની ડુંગળી, લસણની કાળી, મીઠા લીમડાના પાન, મેથીના દાણા અને એલોવેરા જેલની જરૂર પડશે. આ તેલ બનાવા માટે તમારે એક વાસણને ગેસ પર રાખવું અને તે પછી આ પેનમાં નારિયેળ તેલ, મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખીને તેને થોડી વાર પકાવવું જોઈએ.

ત્યાર બાદ ડુંગળી આછા ગુલાબી કલરની થાય તે પછી તેમાં બાકીની બધી સામગ્રી આખી દેવી અને તેને સારી રીતે હલાવી લેવું જોઈએ. તમારે જો આમળાનો પાઉડર ન નાખવો હોય તો આના અડધા પ્રમાણમાં આમળાનો રસ પણ નાખી શકો છો. તેને તમારે સારી રીતે ઉકાળવું. આમાં તમારે એલોવેરા જેલ નથી નાખવાનું તેને તમારે સૌથી છેલ્લે નાખવાનું છે. તે પછી તેને સારી રીતે ભેળવીને તેને ગેસ પરથી ઉતારી લેવું. તેને તમારે ગાળીને એક બોટલમાં ભરી લેવું. તમારું તેલ ઉપયોગ કરવા માટે તૈયાર છે.

તમારે તેને અઠવાડિયામાં ત્રણ વાર તમારા વાળમાં સારી રીતે લગાવો અને તેને સારી રીતે મસાજ કરો. એક કલાક પછી વાળને કોઈ પણ શેમ્પુથી સારી રીતે ધોઈ લેવા. આનો ઉપયોગ કરશો તો તમને થોડા દિવસમાં તમારા વાળમાં ઘણી અસર જોવા મળશે. આનાથી તમને કુદરતી લાભ મળી શકે છે.

આમળા વાળને મજબૂત કરે છે. ત્યાં એલોવેરા જેલ વાળને નરમ બનાવમાં મદદ કરે છે. આ ઉપરાંત તમારે તેમાં રહેલી મેથીથી વાળને કાળા કરવામાં મદદ મળે છે. આ તેલમાં રહેલી બધી સામગ્રી કુદરતી રીતે વાળને ફાયદો કરે છે. તે તમારા વાળને વધારે કાળા અને તેનો જથ્થો વધારે છે. તેથી તમારે પણ વાળને લગતી આવી સમસ્યા હોય તો આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળને લગતી બધી સમસ્યા દૂર થઈ જશે. તેનાથી વાળ મજબૂત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *