તમારા રસોઈઘરમા મળી આવતી આ વસ્તુને સાદા પાણીમા ભેળવીને કરો સેવન, અગણિત છે તેના લાભ, જાણો તમે પણ…

Spread the love

આજકાલ બધા લોકો મોટે ભાગે સવારમા ખાલી પેટે ગરમ પાણી અથવા ઘણા લોકો સાદુ પાણી પીવે છે. આમ કરવાથી આપણા શરીરની તંદુરસ્તી ખુબ જ સારી રહે છે પરંતુ, તમારા ઘરમા રહેલ આ વસ્તુ ભેળવીને પીવાના વધારે ફાયદાઓ થાય છે. પાણી આપણા શરીર માટે ખુબ જ મહત્વનુ હોય છે. સવારમા ગરમ પાણી પીવાથી આપણા શરીરમા રહેલ વધારાના પદાર્થ બહાર નીકળે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.

હળદર :

આપણુ શરીર 70% પાણીથી બનેલુ હોય છે. શરીરમા રહેલ ઝેરી અને વધારાના પદાર્થને દુર કરવા માટે બને તેટલુ વધારે પાણી પીવુ જોઇએ. તેથી લોકો વધારે ગરમ પાણી પીવે છે. હળવા ગરમ પાણીમા થોડીક હળદર નાખીને પીવુ જોઇએ. આમ કરવાથી કેન્સર જેવી મોટી બીમારીઓ પણ દુર થાય છે. ઠંડીની સિઝનમા લીલી હળદર ભેળવવામા આવે તો તમને ક્યારે પણ કફની સમસ્યા થતી નથી. આ લોહી મરી ગયુ હોય અથવા મુંઢ માર માટે પણ ખુબ જ સારુ છે.

મધ અને લિંબુ :

આજકાલ મોટા ભાગના લોકો પાણીમા મધ અને લિંબુનો રસ ભેળવીને પીવે છે. આ પીવાથી વજન ઓછુ થાય છે. પેટને લગતી સમસ્યામા પણ રાહત મળે છે અને વાતાવરણમા ફેરફાર થવાના કારણે થતા રોગ માટે પણ આ ફાયદાકારક ગણવામા આવે છે.

લસણ :

આને ગરમ પાણીમા નાખીને પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. આમા રહેલ એંટીઓક્સીડંટ અનેક બીમારીઓને દુર કરે છે. આ કોલેસ્ટ્રોલ વાળા લોકોએ રોજ સવારે આને પીવુ જોઇએ. આ હ્રદય રોગનુ જોખમ ઘટાડે છે. તેમજ આ લોહીના દબાણ વાળા લોકો માટે પણ ખુબ જ જરૂરી ગણાય છે. આનાથી કેન્સર થવાનો ખતરો પણ ઓછો થાય છે.

ગોળ :

આને ખાવાથી આપણુ શરીર તંદુરસ્ત રહે છે. આમા ઘણા બધા હેલ્થ બેનેફિટ હોય છે. સવારમા આને ખાલી પેટે ગરમ પાણીમા નાખીને પીવાથી આપણા શરીરની પાચનશક્તિ વધે છે. તે મજબુત બને છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

જીરું :

આને ગરમ પાણીમા ભેળવીને પીવાથી ખુબ જ વધારે લાભ થાય છે. આનાથી અનેક જાતના રોગ દુર થાય છે. આનાથી વજન ઘટે છે, પાચાનતંત્ર મજબુત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અજમા :

આને ગરમ પાણીમા થોડાક નિમક સાથે ભેળવીને પીવુ જોઇએ. આને પીવાથી અપચો, શરદી, ઉધરસ, તાવ અને નાકમાથી પાણી નિકળતા હોય તો તે બંધ થાય છે. આના અનેક ફાયદાઓ થાય છે.

કિસમિસ :

રાત્રે આને પાણીમા પલાળવી જોઇએ અને સવારે તેને ગરમ પાણીમા નાખીને ખાવી જોઇએ. આને પીવાથી આપણાઅ શરીરમા રક્તશુદ્ધીકરણ થાય છે. આનાથી ઘણી બધી સમસ્યાઓ દુર થાય છે. આ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હ્રદય ની સમસ્યાને પણ દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *