તમારા જીવનમા ચાલતી કોઇપણ પ્રકારની સમસ્યાઓ ને દુર કરવા સાંજે કરીલો આ નાનો અમથો ઉપાય, ટૂંક સમય મા જ થશે દરેક સમસ્યાઓ નું સમાધાન…

Spread the love

મનુષ્યના જીવનમાં હમેશા માટે સુખ ને દુખ આવ્યા કરતાં હોય છે. જ્યારે સુખ આવે ત્યારે તેના જીવનમાં કોઈ પરેશાની આવતી નથી અને જ્યારે દુ:ખ આવે ત્યારે તેના જીવનમાં અનેક મુશ્કેલી આવ્યા કરે છે. ત્યારે તેના કામમાં કોઈ અવરોધો આવ્યા કરતા હોય છે. તેનાથી ચિંતામાં રહેવાની જરૂર નથી. દુનિયામાં એવી કોઈ મુશ્કેલી નથી કે તેનો હલ ન આવી શકે. ત્યારે ઘણા લોકો નાની મોટી મુશ્કેલી પડવાથી ડરી જતાં હોય છે. ત્યારે કોઈ રસ્તો નથી દેખતો.

બધા લોકો તેની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ તેનો હલ મળતો નથી. આજે આપણે જીવનમાં રહેલી મુશ્કેલીને દૂર કરવા માટેના કેટલાક સરળ અને અસરકારક ઉપાય વિષે જાણીએ. તેનાથી તમારા જીવનમાં રહેલી બધી તકલીફ હમેશા માટે દૂર થઈ જશે.

આપણે બધા આપણા ઘરમાં સવારે અને સાંજે પુજા કરવાના સમયમાં દીવો કરતાં હોઈએ છીએ. સવારે સૂર્ય ભગવાન સાક્ષાત તપતા હોવાથી અંધારને કોઈ જગ્યાએ સ્થાન મળતું નથી. તેથી એવું કહેવાય છે કે દિવસ અને રાત્રિ જ્યાં મળે એટલેકે સંધ્યાના સમયે દીવો કરવો જોઈએ. આ કરવાથી તમને યમરાજના આશીર્વાદ મળે છે. તેનાથી ઘરમાં રહેલા લોકોનું અકાળે મૃત્યુ થતું નથી.

દીવો પ્રગટાવવાથી મનને શાંતિ મળે છે :

ઘરના મંદિરમાં રોજે સાંજે નિયમિત રીતે દીવો પ્રગટાવવો. ત્યાં દીવો કરી તમારે લાઇટ બંધ કરીને તે જગ્યાએ થોડી વાર માટે બેસવું. તેનાથી તમારું મન શાંત થશે. ત્યારે તમારા શરીરને દિવ્યતાનો અનુભવ થશે. તેની સાથે તમારા મનમાં ઘણા ભાવો સ્થિર થશે. પરમ તત્વની હાજરી હોવાની અનુભૂતિ થાય છે.

જ્યારે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ રહેલી હોય અને તેને દૂર કરવી હોય ત્યારે પ્રકાશ તેના માટે પ્રાણઘાતક હોય છે. પ્રકાશ માટે અગ્નિ સૌથી ઉત્તમ રહે છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેથી ખાસ કરીને તમારે સંધ્યાના સમયે દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

સંધ્યા સમયે દીવો કરવો :

આપણે ત્યાં દીપ દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. તેથી રોજે ઘરમાં દીવો પ્રગટાવવાથી દુષ્પ્રાભાવથી બચી શકાય છે. રાતે નકારાત્મક શક્તિ વધી જતી હોય છે. તેથી જો ઘરમાં દીવો પ્રગટાવશો તો ઘરમાં અંધકાર નહીં રહે અને ઘરના નકારત્મક ઉર્જા નહીં આવે. આ સમયે તમે જ્યારે દીવો કરો તો તમારે ફૂલ વાટીનો કરવો જોઈએ અને બે દીવા કરવા જોઈએ. તમારે ક્યારેય આડી વાટનો દીવો ભગવાન સામે ન કરવો. આ ઉપાય કરવાથી જીવનમાં રહેલી બધી મુશ્કેલી દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *