તમારા ઘરમા લગાવો હનુમાનજી મહારાજ ની આ તસ્વીર, દરેક કામમા જરૂર મળશે સફળતા, જાણો તમે પણ…

Spread the love

હનુમાનદાદા આપણી અનેક મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરૂપ બને છે. તેને આપણે કષ્ટભંજન દેવ તરીકે પણ ઓળખીએ છીએ. તેનું નામ લેવાથી આપણને આવતા ખરાબ વિચારો દૂર થાય છે. તેની ભક્તિનો અને શક્તિનો મહિમા ભક્તોના મનમાં ખૂબ રહેલો છે. હનુમાનજીની કેટલીક તસવીર આપણાં ઘરમાં લગાવવાથી આપણને બધા કામમાં સફળતા મળી શકે છે.

પર્વત ઉઠાવતા હનુમાનજી :

આપણાં ઘરમાં પર્વત ઉઠાવતા હનુમાનજીની તસવીર લગાવેલી હોય તો એના લીધે આપણી શક્તિ અને સાહસમાં ખૂબ વૃદ્ધિ થાય છે. આપણે દરેક સમસ્યાનો સામાનો કરવામાં મદદ મળે છે. કોઈ પણ મુશ્કેલીને દૂર કરવા માટેનું સાહસ તે આપણને આપે છે. ઘણી બધી જવાબદારીઓ આપણે સારી રીતે પૂરી કરી શકીએ છીએ. તેથી આપણાં ઘરમાં આવી તસવીર લગાવવી જોઈએ.

ઉડતા હનુમાનજી :

આપણાં ઘરમાં ઉડતા હનુમાનદાદાની તસવીર લગાવેલી હોય તો તે તસવીર લાગવાનુ કારણ આપણને ખબર હોવી જોઈએ. આ તસવીર આપણી સફળતા અને જીવનમાં આગળ વધવામાં ખૂબ મદદ કરે છે. તેથી આપણને સફળતાની પ્રેરણા મળે છે. તેથી આપણે જીવનમાં ઘણી સફળતા મેળવી શકીએ છીએ.

શ્રી રામનું ભજન કરતા હનુમાનજી :

આપણાં ઘરમાં હનુમાનદાદા હાથમાં કરતાલ લઈને ભગવાન શ્રી રામનું ભજન કરતાં હોય તેવી તસવીર લગાવવામાં આવે તો આપણાં ઘરનું વાતાવરણ ખૂબ ભક્તિમય અને શક્તિમય બને છે. તેના કારણે ઘરમાં આવતી અનેક મુશ્કેઓનો સામનો કરવાની શક્તિ મળે છે. તેનાથી તે મુશ્કેલીઓ દૂર થાય છે.

ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠેલા હનુમાનજી :

ભગવાન શ્રી રામના ચરણોમાં હનુમાનદાદા બેઠા હોય તેવી તસવીર આપણાં ઘરમાં લગાવીશુ તો આપણું ઘર ભક્તિમય બની રહે છે. ઘરનું વાતાવરણ ભક્તિભાવથી ભરેલું રહેશે. તેથી બીજા લોકો સાથે સમર્પણની ભાવનામાં વધારો થાય છે.

ધ્યાનમુદ્રામાં બેઠેલા હનુમાનજી :

આપણા ઘરમાં હનુમાનદાદાની ધ્યાન મુદ્રામાં બેઠેલા તસવીરો રાખવામાં આવે તો માનસિક શાંતિ અને મોક્ષના માર્ગ પર જવાની પ્રેરણા મળે છે. તેના લીધે આપણાં અનેક કામમાં ધ્યાન કેન્દ્રિત થાય છે. મનની શાંતિ મળે છે.

લાલ રંગના હનુમાનજીની તસવીર:

લાલ રંગના હનુમાનદાદાની તસવીર આપણાં ઘરમાં લગાવવી હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની અંદર દક્ષિણ ભાગમાં લગાવવામાં આવે તો આપણાં અનેક દુખો દૂર થાય છે. તમારો મંગળ ગ્રહ ખરાબ હોય તો તે સારો થાય છે. તેના કારણે ઘરમાં કંકાશ દૂર થઇ જાય છે. તેનાથી ઘર માથી વસ્તુ દોષ હમેશા માટે દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *