તમારા ઘરમાં ક્યારેય નહીં ઓછા થાય પૈસા, બસ ઘરમાં આ દિશામાં રાખી ડો પાણીનું માટલું
અગાવ ના સમય મા આપણા વડીલો માટી ના ઘડા નો અથવા તો માટલા નો ઉપયોગ પાણી પીવા માટે કરતા હતા જ્યારે હાલ ના આ આધુનિક સમય મા આ ઘડા ની જગ્યા ફ્રીજે લઇ લીધી છે એટલે કે હવે મોટેભાગે દરેક ઘર મા ફ્રીજ હોવા ને લીધે ઘડા ઓછા જોવા મળે છે. તેની સાથે જ જો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો માટી ના ઘડા જો ઘર મા રાખવામા આવે તો ઘણી પરેશાનીઓ થી છૂટકારો મેળવી શકાય છે.
હાલ પણ તમે જોયું જ હશે કે આજે પણ ઘણા ગામડાઓ મા લોકો પીવા ના પાણી ભરવા માટે ઘડા અથવા તો માટલા નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલ સામાન્ય રીતે શહેરો મા માટલા ની જગ્યા પર ફ્રીઝ મા પાણી ની બોટલ ભરી ને રાખવામાં આવે છે. જ્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણી થી ભરેલું માટલું અથવા તો ઘડો રાખવો જોઇએ. આવું કરવાથી ઘર મા નાણા ની ઉણપ ક્યારેય સર્જાતી નથી. તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ તેના બીજા અન્ય લાભો.
એવું માનવામા આવે છે કે જો અમુક કારણોસર તમને ઘડો ન મળે તો તમે માટી નું માટલું પાણી ભરવા માટે ઉપયોગ કરી શકો છો પરંતુ એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ માટી ના વાસણ ક્યારેય પણ ખાલી ના રેહવા જોઈએ એટલે કે તેમા સદેવ પાણી ભરેલું હોવું જોઇએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ માટલું અથવા તો ઘડો ઉત્તર દિશા મા રાખવું જોઇએ કેમ કે ઉત્તરદિશા ને જળ દેવતા ની દિશા સ્વરૂપે માનવામા આવે છે અને તેના થી ઘણો લાભ થાય છે. આ સાથે જ એવું પણ માનવામા આવે છે કે જો કોઇ વ્યક્તિ તણાવ ગ્રસ્ત હોય અથવા તો માનસિક રીતે પરેશાન હોય તો તમે માટી ના ઘડા થી કોઇ છોડ ને નિયમિત જો પાણી આપો છો તો તેના થી તે વ્યક્તિ ને ઘણો લાભ થાય છે.
આ સિવાય એવું પણ માનવામા આવે છે કે જો માટી થી બનાવેલી ભગવાન ની મૂર્તિ ને ઘર ના પૂજા સ્થળે રાખી ને પૂજન કરવામા આવે તો ધન થી લગતી તમામ મુશ્કેલીઓ દુર થતી જાય છે અને સાથોસાથ ઘર મા ક્યારેય નાણા ની અછત સર્જાતી નથી. એટલે જ આપણા વડીલો માટી ના વાસણ નો ઉપયોગ કરતા હતા.