તમારા ચહેરાને સુંદર બનાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય, ટૂંક સમયમા ચમકવા લાગશે તમારો ચહેરો…
અત્યારે છોકરો હોય કે છોકરી બધા ઈચ્છે છે કે તેનો ચહેરો ખૂબ સુંદર લાગે. તે ઈચ્છે છે કે તેની ત્વચા સુંદર અને ચમકદાર બને. પરંતુ અત્યારે ઘણા લોકોની આ ઈચ્છા પૂરી નથી થતી. તેના માટે ઘણા પૈસા ખર્ચ પણ કરે છે. પરંતુ ચહેરાને સુંદર અને ચમકીલો બનાવવા માટે તમે ઘરે જ કેટલાક ઉપાય કરી શકો છો. તેનાથી તમારી ત્વચાને કુદરતી સુંદરતા મળશે. તમારે ત્વચાને ગોરી અને ચમકતી બનાવવા માટે ઘરેલુ કેટલાક લીંબુના અથવા દહીના ઉપાય કરવા જોઈએ તેનાથી ત્વચા ગોરી બનશે.
તેના માટે તમે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ તમને ઘણા લાભ મળશે. તેના માટે તમારે આ ઉપાય નિયમિત રીતે કરવો જોઈએ. આ ઉપાય કર્યા પછી તમારે સૂર્યના તાપમાં જવું ન જોઈએ. તમારે બજારમાં મળતા કેમિકલ વાળા ફેસવોશને બદલે ઘરે બનાવેલા ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.
તમારે ત્વચાને સુંદર અને ગોરી બનાવવા માટે આ પેકને ઘરે બનાવીને વાપરવું જોઈએ. આ ઉપાય તમારે જરૂર એક વાર કરવો જોઈએ. આનો ઉપયોગ તમે ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવા માટે પણ કરી શકો છો તેનાથી તમને ઘણે ચમત્કારિક ફાયદાઓ મળશે. તેનાથી તમારો ચહેરો ચમકીલો અને સુંદર બનવા લાગશે. તેના માટે તમારે એક પેકનો ઉપયોગ કરવાનો રહેશે. આને તમારે એક સપ્તાહ સુધી રોજે આ ઉપાય કરવાનો રહેશે.
તેને બનાવવા માટેની સામગ્રી :
ચોખાનો લોટ, મેંદો, ચણામો લોટ અને મધ.
કેવી રીતે બનાવવું :
તેના માટે તમારે એક વાસણમાં ૩૦ગ્રામ ચોખાનો લોટ અને ૩૦ ગ્રામ મેંદો લેવો અને તેને સારી રીતે ભેળવી લેવું. તમારે બધી વસ્તુને ભલેવી તેમાં દૂધ ઉમેરતા જવું અને તેને નરમ લેપ બનાવી લેવો.
તેનો કેવી રીતે ઉપયોગ કરવો :
તમારે આને વાપરતા પહેલા ગુલાબજળથી ચહેરાને સારી રીતે સાફ કરી લેવો જોઈએ. ત્યાર બાદ આને તમારે તમારા ચહેરા અને ગળા પર સારી રીતે લગાવી લેવો જોઈએ. તેને તે પછી ૨૦ થી ૨૫ મિનિટ માટે સુકાવા દેવું. તે પછી તમારે ત્વચા પર હળવા હાથે મસાજ કરવો. તે પછી તેને સાદા પાણીથી સારી રીતે સાફ કરી લેવું. તે પછી તમારે તેના પર મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવવી.
દહી ક્લીનર તરીકે કામ કરે છે :
દહી પણ દૂધની જેમ ચહેરાની ગંદકીને સાફ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. તમારે ત્વચા પર સારી રીતે દહીને લગાવવું જોઈએ તેને થોડા સમય માટે તમારે હળવા હાથે મસાજ કરવો જોઈએ. તેને તમારે ૫ મિનિટ માટે રહેવું જોઈએ અને તેને તમારે હૂંફાળા પાણી સાથે ધોઈ લેવું જોઈએ. આનો તમારો રોજે નિયમિત રીતે ઉપયોગ કરવો જોઈએ.
ચોખાનો લોટ :
આ લોટમાં એમિનો બેન્ઝોઇક એસિડ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. તે ત્વચાને સુધારવામાં ખૂબ મદદ કરે છે. તેનાથી તે ત્વચાને સુંદર બનાવે છે. તેનાથી તે સૂર્ય પ્રકાશથી બચાવે છે. તેના માટે તમારે ૩૦ ગ્રામ ચોખાનો લોટ, એક ચમચી દૂધ અને ઓલિવ ઓઇલ ના થોડા ટીપાં નાખીને તેને સારી રીતે ભેળવી લેવું. તેને તમારે ચહેરા અને હાથ પગ અને ગાળાના ભાગ પર લગાવવું તેને તમારે ૨૦ મિનિટ માટે રહેવા દેવું. તે પછી તમારે તેને સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ.