તમારા ભાગ્ય ને ચમકાવવા જરૂરથી કરવો જોઈએ આ ઉપાય, ક્યારેય નહીં કરવો પડે તકલીફો નો સામનો, જાણો તમે પણ…

Spread the love

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે, તેના જીવનમા હમેંશા માટે ખુશી બની રહે. તે અને તેનો પરિવાર સુખી-વૈભવી જીવન જીવી શકે. તેના માટે તે રાત દિવસ ખૂબ જ મહેનત પણ કરે છે પરંતુ, ઘણીવાર તેની મહેનત કરવા છતા પણ તેને આવકમા કોઈ વધારો થતો નથી.

મહેનત કરવા છતા પણ તેના જીવનમા રહેલી સમસ્યા દૂર થતી નથી અને તેને અનેક તકલીફ વેઠવી પડે છે. જ્યારે આવુ થાય તેના માટે કેટલાક ઉપાય કરવા જોઈએ, તેનાથી તમને જરૂર ફાયદો થશે. તેના માટે કેટલાક ઉપાય આજે આપણે જાણીશુ. આ ઉપાય અજમાવીને તમે તમારી બંધ કિસ્મતના દરવાજા ખૂલી જશે.

તેના માટે તમારા ઘરના નજીકના કોઈ તળાવ અથવા નદી પાસે જવુ અને તેમા રહેલી માછલીને તમારે લોટની ગોળી ખવડાવવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારા પર તેની કૃપા બનાવી રાખશે. આ ઉપાય તમારે નિયમિત રીતે કરવો જોઈએ. તેનાથી તમારુ ભાગ્ય ચમકી જશે. તમને બધી તરફથી લાભ થતો જણાશે.

તમારે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારે બંને હથેળીને સાથે રાખીને તમારે તેને જોવી અને ત્રણ થી ચાર વાર તેને ચહેરા પર ફેરવવી અને તેની સાથે ભગવાનનુ અભિવાદન કરવુ. આ કરવાનુ કારણ એ છે કે, માતા લક્ષ્મી હથેળીની આગળની બાજુએ વસે છે. અને માતા સરસ્વતી મધ્યમાં વસે છે અને હથેળીના મૂળમાં ભગવાન વિષ્ણુ વાસ કરે છે. તેથી આ ઉપાય નિયમિત રીતે કરવાથી તમારું ભાગ્ય જરૂરથી ખૂલી જશે.

જ્યોતિષશાસ્ત્રમા જણાવ્યા અનુસાર તમારે ગુરુ પુષ્ય અથવા રવિ પુષ્ય યોગમાં તમારે વરિયાળીના પાન લાવવા. તેમાં તમારે હળદરથી સ્વસ્તિક બનાવીને તમારે તેને ઘરમાં રાખવા. આ ઉપાય કરવાથી તમારા ઘરનું વાતાવરણ શાંતિમય બની રહેશે. તમારે રોજે કીડીઓને ખાંડ ભેળવેલો લોટ નાખીને ખવડાવવું જોઈએ. આમ, કરવાથી એવુ માનવમા આવે છે કે તમારા પાપ દૂર થશે અને તમારા પુણ્યમા વધારો થશે.

તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની છબબી રાખવી જોઈએ. તેનો ચહેરો અંદરની તરફ હોય તેવી છબબી લગાવવી. તમારે રોજે સવારે તેના પર દુર્વા ચડાવવી જોઈએ. આમ, કરવાથી તમારા ઘરમાં હમેશા માટે આનંદ રહેશે. ઘરમાં ક્યારેય પણ દુ:ખ આવશે નહીં. તમારે તમારી તિજોરીમાં કાચી હળદર રાખવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં હમેશા માટે ધનવર્ષા થતી રહેશે અને તેની સાથે જ તમારા ઘરમા હમેશા માટે શાંતિ બની રહેશે.

તમે કોઈપણ મહત્વનુ કામ કરવા માટે ઘરેથી નીકળો છો ત્યારે તમારે સૌથી પહેલા તમારા માતપિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરીને તેના આશીર્વાદ લેવા જોઈએ. આપણા માતપિતાને ભગવાન સમાન માનવમાં આવે છે. આમ, કરવાથી તમારા કામમાં આવતી અડચણ દૂર થશે. તેનાથી તમારા વિરુદ્ધ ગ્રહની સ્થિતિ યોગ્ય થશે અને તમારા કામમાં કોઈ અવરોધ આવશે નહીં. તેનાથી તમે જે કામ કરવા જાવ છો તેમાં તમને સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *