તમારા બંધ ભાગ્યના દ્વાર ખોલી દેશે આ નાનકડો અમથો ઉપાય, આજે જ જાણો તેના ઉપયોગની રીત વિશે અને અજમાવો…

Spread the love

આર્યુવેદમાં કાળા મરીને ખુબ ફાયદાકારક ઉપયોગ થાય છે. તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ દુર થાય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. તેને લાલ કિતાબમાં પણ કાળા મરીને ફાયદાકારક બતાવામાં આવ્યા છે, માત્ર એક કાળા મરીથી વ્યક્તિનું નશીબ પણ બદલી શકે છે. લાલ પુસ્તકમાં તેના ઘણા ઉપાયો દર્શાવ્યા છે. જે કરવાથી જીવનમાં આવેલી બધી સમસ્યા દુર થાય છે. આજે અમે આ લેખ દ્વારા લાલ પુસ્તકમાં તેના કેટલાક ઉપાયો બતાવ્યા છે જે આજે અમે તમને બતાવીશું. જે કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ આવશે.

તમારા કામમા તમને સફળતા મળશે :

ઘણા લોકો એવા હોય છે કે તે તેના જીવનમાં ઘણા પ્રયત્ન કરે છે, છતાં પણ તેને તેના જીવનમાં સફળતા મળતી નથી. જો તમારે પણ આવું થતું હોય તો એક વાર કાળા મરીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને તમારા બધા કામમાં સફળતા મળે છે. તે માટે જયારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારા મુખ્ય દરવાજા પર મરી મુકવા. આ ઉપાયો કરવાથી તમે કામ માટે ઘર છોડીને જાવ છો તે પૂર્ણ થશે.

દુષ્ટ નજર દૂર થશે :

ખરાબ નજર આપણા સ્વાસ્થ્ય પર નુકશાન કરે છે, અને વ્યક્તિ બીમાર થાય છે. જો તમને કોઈ વ્યક્તિની ખરાબ નજર લાગી જાય તો ડરવું નહિ. આ મરીનો ઉપાય કરવો. આ ઉપાય કરતી વખતે તેલનો દીવો કરવો, અને ત્યાર પછી બે કાળા મરીને લઈ તમારા માથા પર પાંચ વખત ફેરવવા. ત્યાર બાદ આ મરીને દીવાની અંદર નાખવા, અને દીવાને ઘરની બહાર રાખવો. આ ઉપાય ત્રણ દિવસ સુધી કરવો. આવું કરવાથી તમને ખરાબ નજર લાગી છે તો તે દુર થશે.

શનિદોષ હોય ત્યારે :

જયારે આપણા જીવનમાં શનિ દોષની ખામી હોય ત્યારે, એક કાપડમાં થોડા કાળા મરી, લોખંડ નો ટુકડો અને પૈસા રાખવા. ત્યાર પછી આ કાપડનું દાન કરવું. આ ઉપાય શનિવારના દિવસે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલા શનીદોષ દુર થાય છે, અને તમે સુરક્ષિત રહો છો.

પૈસા મેળવવા માટે :

પૈસા મળવવા અત્યારે બધી વ્યક્તિને ગમતા જ હોય છે. ત્યારે પૈસા મેળવવા માટે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને તમારા ધંધામાં સફળતા મળશે, અને તમારી કારકિર્દીમાં તમે ખુબ આગળ વધશો. તે ઉપાય કરવાની રીત સાત કાળા મરીને લઈ તમારા માથા પર ફેરવવા ત્યાર બાદ તેને કોઈ ચાર રસ્તા મળતા હોય તે જગ્યા પર ચાર મરી ફેકી દેવા અને પાંચમાં મરીને આકાશમાં ફેકી દેવો. આ ઉપાય કાર્ય પછી તમારે સીધું ઘરે જ આવવું. આ ઉપાય કરવાથી પૈસામાં ફાયદો થશે. તે ઉપરાંત કાળા મરીને એક લાલ રંગના કાપડમાં બાંધી તમારી તિજોરી અથવા વ્યવસાય સ્થળ પર રાખવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *