તાવથી માંડીને સરદર્દ સુધીની શરીરની તમામ બીમારીઓને કરશે એકદમ સરળતાથી નિરાકરણ, આજે જ જાણો આ ઉપાય વિશે અને એકવાર અજમાવીને કરી જુઓ ખાતરી…

Spread the love

નમસ્તે મિત્રો, આજે આપણે વરિયાળીના ઉપાય દ્વારા તાવ શરદી તેમજ માથાના દુખવાની સમસ્યાને દૂર કરવા માટેના ઉપાયો જાણીશું.વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન રહેલા હોય છે.જે આપણાં શરીરની અંદર ઘટતા તત્વો પૂરા પાડે છે.

વરિયાળી કોલેસ્ટ્રોલ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.આ ઉપરાંત આંખોની રોશની પણ સારી રાખે છે. ગોળ અને વરિયાળી ખાવાથી સ્ત્રીઓમાં થતી માસિકની સમસ્યા દૂર થાય છે અને માસિક ધર્મ નિયમિત હોય છે. વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે.

આ ઉપરાંત તાવ અને માથાની સમસ્યાની અંદર પાણીમાં વરિયાળી નાખીને તેનો માથાપર લેપ કરવાથી તાવ , શરદી તેમજ માથાના દુ:ખાવામા  રાહત થાય છે. વરિયાળીનુ સેવન કરવાથી મોઢાની દુર્ગંધથી છુટકારો મળે છે. વરિયાળી ચાવવાથી મોઢામાંથી સારી સુગંધ આવવા માંડે છે. જો કોઈ વ્યક્તિને પેટમાં કબજિયાત, ગેસ તથા બીજી કોઈ સમસ્યા રેહતી હોય તો તેવી સમસ્યાની અંદર આપણે વરિયાળીનું સેવન કરી શકીએ છીએ.

ત્યારબાદ કાચી અને સેકેલી વરિયાળી ખાવાથી ઝાડામાં તરત આરામ મળે છે. વરિયાળી વજન ઓછુ કરવામાં અને ભોજન પચાવવામાં સહાયક છે. વરિયાળી જાડાપણાથી જે મહિલાઓ ગર્ભાવસ્થામાં નારિયળ અને વરિયાળીનુ સેવન કરે છે તેમની સંતાન ગૌર વર્ણની બને છે.

ગાળામાં થતી ખરાશને દૂર કરવાં માટે વરિયાળી ઉપયોગી થાય છે.વરિયાળીનુ સેવન કરવાથી ગળામાં થઈ રહેલી ખરાશમાં પણ રાહત મળે છે. ગળુ ખરાબ થતા વરિયાળીને પાણીમાં ઉકાળી કોગળા કરો. વરિયાળીને સારી રીતે ચાવીને ખાવાથી ખાંસી આવતી બંધ થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિ અનિદ્રાનો ભોગ બન્યું હોય તો વરિયાળી અનિદ્રા રોગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વરિયાળીવાળી ચા પીવાથી ઉંઘ સારી આવે છે.આ ઉપરાંત પેશાબમાં થતી બળતરા દૂર કરવા માટે વરિયાળીનુ ચૂરણ ઠંડા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ફાયદો થશે.

આ ઉપરાંત કોઈ વ્યક્તિને ઊબકા આવતા હોય તો તેવી સમસ્યાની અંદર વરિયાળી સાથે ઠંડુ પાણીનું સેવન કરવાથી ઊબકા આવતા બંધ થાય છે.આ ઉપરાંત વરિયાળીનું રેગ્યુલર સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને જેના કારણે ત્વચા પર એક અલગજ ચમક આવે છે આમ આવી અનેક સમસ્યાની અંદર આપણે વરિયાળીનો ઉપયોગ કરી શકીએ છીએ અને જેના દ્વારા અનેક રોગોમાથી છુટકારો મેળવી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *