સ્વિત્ઝરલેન્ડે કર્યું ભારત ને આ રીતે સમ્માનિત, ભારતીય હોવા પર ગર્વ થવા જેવી તસ્વીરો, ખરેખર વાંરવાર જોવા ની ઈચ્છા થાય

Spread the love

મિત્રો, હાલ સમગ્ર વિશ્વજગત કોવીડ-૧૯ ની મહામારી ની સમસ્યા નો શિકાર બન્યુ છે. વિશ્વમા ખૂબ જ ઓછા એવા દેશો છે કે જ્યા તેની અસર ઓછી થઈ ગઈ છે. સમગ્ર વિશ્વ આર્થિક રીતે પણ હાલ વિશાળ હાની ભોગવી રહ્યુ છે. આ હાની ને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વ આ યુધ્ધમા એકસાથે આવી ગયુ છે. વર્તમાન સમયમા સ્વિત્ઝરલેન્ડ દ્વારા આપણા દેશ સાથેની પોતાની એકતા ને અદભૂત રીતે પ્રદર્શીત કરી છે.

સ્વિત્ઝરલેન્ડ ના સૌથી લોકપ્રિય પર્વત કે જેના સૌથી વધુ ફોટોગ્રાફ્સ લેવામા આવે છે તે પહાડ પર પ્રોજેક્ટર દ્વારા ભારતીય તીરંગો પ્રતિબિંબિત કર્યો. આ તિરંગો પ્રતિબિંબિત કરીને આપણા દેશ ને તેમજ આપણા દેશવાસીઓ ને આ મુશ્કેલી ની ઘડીમા એક રહેવા, આશા રાખવા અને એકબીજા પ્રત્યે સહાનુભુતિ રાખવાનો સ્વિત્ઝરલેન્ડે સંદેશો આપ્યો છે.

મેટરહોર્ન પર્વત સ્વિત્ઝરલેન્ડમા સ્થિત આલ્પ્સની ગીરીમાળામા આવેલો છે. આ સુંદર ફોટોગ્રાફ સ્વિત્ઝરલેન્ડના જીનીવા સ્થિત ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર ગુરલીન કૌર દ્વારા તેમના ટવીટર એકાઉન્ટ પર શેર કરવામા આવી હતી. હાલ, જ્યારે આખુ વિશ્વ કોરોના વાયરસની સમસ્યામા ફંસાઈ ચૂક્યુ છે ત્યારે સ્વિત્ઝરલેન્ડ આ રીતે આશા, પ્રેમ, એકતા અને સહાનુભુતિના સંદેશા આખા વિશ્વમા પહોંચાડી રહ્યુ છે.

નિયમિત સૂર્યોદય થતા સ્વિત્ઝરલેન્ડ ના આ પ્રતિક સમાન ૪૪૭૮ ફિટ ઉંચા આ પર્વત પર આ તિરંગા ના ફોટા ને પ્રતિબિંબિત કરીને લોકો ને એકસાથે રહેવા તેમજ એકબીજા પ્રત્યે સહાનુભુતિ દર્શાવવા નો સંદેશ પાઠવવામા આવી રહ્યા છે. આ લાઇટ પ્રોજેક્શન અંદાજિત ૮૦૦ મીટર ઉંચુ છે, પર્વત ની ઉત્તર-પૂર્વ દિશા તરફ કે જ્યા સ્વિત્ઝરલેન્ડ ની બોર્ડર ઇટાલી સાથે મળે છે.

તે તરફ ૪ કીલોમીટર દૂર થી પ્રોજેક્ટર દ્વારા તેના પર ફોટોગ્રાફ અને અમુક શબ્દો પ્રોજેક્ટ કરવામા આવી રહ્યા છે. લાઇટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટર જણાવે છે કે, તેમણે આ મુહિમ નો પ્રારંભ સ્વિસ ફ્લેગ થી કર્યો હતો કારણ કે, તે પર્વત વિશે અને અમારા દેશ વિશે જણાવે છે. તમને જણાવી દઈએ કે આ કલાકાર સમગ્ર વિશ્વ ની ઉંચી ઇમારતો ને પોતાના લાઇટ આર્ટ દ્વારા ટ્રાન્સફોર્મ કરવા માટે જાણીતા છે.

‘આશા’, ‘સહાનુભૂતિ’, ‘ઘરે રહો’ જેવા શબ્દો પણ આ પર્વત ની ટોચ ની તરફ પ્રતિબિંબિત કરવામા આવે છે અને તેની સાથે-સાથે એક વિશાળ લાલ રંગના હૃદય નો ફોટોગ્રાફ પણ પ્રતિબિંબિત કરવામા આવ્યો છે. આ પૂર્વે સ્વિત્ઝરલેન્ડન, ઇટાલી અને તિકીનો ના સ્વિસ દેશના પણ ધ્વજ પ્રતિબિંબિત કરવામા આવ્યા હતા.

સ્વિત્ઝરલેન્ડ નો આ વિસ્તાર કોરોના થી સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભારત દેશ ઉપરાંત યુ.એસ, જર્મની, સ્પેન, જાપાન , યુ.કે ના ધ્વજ પણ આ પર્વત પર પ્રતિબિંબિત કરવામા આવ્યા હતા. સ્વિત્ઝરલેન્ડ ની વિશ્વમા સકારાત્મકતા જાળવવા ની આ મુહિમ ખરેખર વખાણવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *