તમારા સુતેલા ભાગ્યને જગાડવું છે, તો આજે જ કરો આ ઉપાય, થશે બધા કાર્યો પૂર્ણ અને મળશે સુખ-સમૃદ્ધિ

Spread the love

કેટલાક લોકોનું નસીબ તેના સાથ આપતું નથી. તેથી તે લોકોના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવે છે. કેટલાક લોકો તેમના જીવનમાં નસીબથી અને તેના જીવનથી ક્યારેક દુખી હોય છે. જીવનમાં કેટલાક લોકોના નસીબ અચાનક ચમકે છે. તેથી તમારા જીવનમાં ખૂબ સફળતાઑ મળે છે. કોઈપણ કામ કરવામાં તમે સફળ થશો.

દરરોજ તમારી હથેળી જોવી જોઈએ :

સવારે જાગીને પથારીમાં બેસીને હથેળીમાં જોવું જોઈએ. તેથી આપણું નસીબ સારું બને છે. તમારા કામમાં તમને સફળતા મળશે. ઘરમાં ધનની પ્રાપ્તિ થશે. માંતા લક્ષ્મી હથેળીના આગળના ભાગમાં હોય છે. તેના મધ્યભાગમાં સરસ્વતીનું સ્થાન હોય છે. તમારા નસીબમાં અચાનક સુધારો આવે છે. જીવન જીવવા માટે મનની ચિંતા દૂર થાય છે. હથેળીમાં જોઈને ત્યારબાદ આંખોને બંને હાથ સ્પર્શ કરવા જોઈએ.

ફૂલ ચડાવવા જોઈએ :

સવારે નાહીને ભગવાનની પૂજા કરતી વખતે તાજા ફૂલ ભગવાનને ચડાવવા જોઈએ. તેથી ભગવાન તમારા પર પ્રસન્ન રહે છે. તેથી આપણું જીવન સુખમય અને શાંતિથી ભરેલું રહે છે. જીવનમાં તમને અનેક કામમાં સફળતા મળે છે. ભગવાનને ફૂલની માળા પહેરાવવી જોઈએ. તેથી ભગવાનના આશીર્વાદ તમને મળે છે.

કિડીને ખાંડ નાખવી :

કીડિયારું પુરવાથી અથવા કીડીઓને ગળ્યું નાખવાથી જીવનમાં સારા પરિણામ મળે છે. તમારા રાશિના ગ્રહોમાં કોઈ દોષ રહેલા હોય તે દૂર થાય છે. કોઈ કામ કરવામાં તમને નિષ્ફળતા મળતી હોય તે કામ તમે સફળતાથી પૂર્ણ કરી શકો છો. તમારું અચાનક ભાગ્ય ખૂલે છે. તેથી તમારું જીવન પ્રગતિશીલ બને છે.

માછલીને અન્ન નાખવું :

તમારા જીવનમાંથી થોડો સમય નિકાળીને તમારે નદી કે તળાવમાં માછલી હોય તેને ખવડાવવું જોઈએ. આ પુણ્ય કરવાથી તમારા જીવનમાં ખૂબ સફળતા મળશે. તમારા સપનાઓ તમે પૂર્ણ કરી શકશો.

ગરીબને દાન કરવું જોઈએ :

ગરીબને દાન આપવું જોઈએ. તે લોકોના આશીર્વાદ આપણને મળે છે. અન્નનું દાન કરવું એ સૌથી મોટું દાન કહેવામા આવે છે. કઠોળ, લોટ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ. પૂરા મન અને વિશ્વાસથી આપેલું દાન સફળ થાય છે.

ગાયની સેવા કરવી જોઈએ :

ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ રહેલો છે. તેથી ગાયની સેવા કરવાથી તે દેવોના આશીર્વાદ આપણને મળે છે. ગાયને રોટલી અને ઘાસ ખવડાવવું જોઈએ. તેથી તમારા નસીબમાં સુધારો આવે છે. અને તમે જીવનમાં શાંતિ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *