“SUTD” નો દાવો કે ૮મી ડિસેમ્બરે આખા વિશ્વ માથી નાશ પામી જશે કોરોના, જાણો ક્યાં દેશ મા કઈ તારીખે થશે કોરોના નો નાશ

Spread the love

મિત્રો. ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલ કોરોના વાયરસ હાલ વૈશ્વિક મહામારીનુ સ્વરૂપ લઈ ચૂક્યો છે અને હાલ વર્તમાન સમયમા વિશ્વના ૨૦૦ થી પણ વધુ દેશોમા તે ફેલાઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેકસીન તૈયાર કરવા માટે દિવસ-રાત કાર્ય કરી રહ્યા છે. પરંતુ, જ્યા સુધી વેક્સિન નહી મળે ત્યા સુધી કોરોના વાયરસના ચેપને માત્ર સામાજિક અંતર દ્વારા જ રોકવામા આવી શકે છે. કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમા લોકડાઉનની સ્થિતિ સર્જાયેલી છે, જેના કારણે લોકો પોતાના ઘરમા જ કેદ છે.

હાલ બધા લોકોના મનમા એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, આખરે આ કોરોનાની સમસ્યા નો અંત ક્યારે આવશે? કોરોના વાયરસના અંત થવા વિશેનુ એક અધ્યયન કરવામા આવ્યુ છે. આ અધ્યયન એસ.આઈ.આર. મોડેલ અંતર્ગત કરવામા આવ્યુ છે. આ મોડેલમા મહામારીના જીવનચક્રથી માંડીને તેના ખતમ થવા સુધીનો અંદાજ લગાવવામા આવી રહ્યો છે.

કોરોના વાયરસ નો અંત થવાની આ ભવિષ્યવાણી વિભિન્ન દેશોમા કોરોના વાયરસના વધઘટ ચેપના આધાર પર કરવામા આવી છે. સમયની સાથે આ ભવિષ્યવાણી બદલાઈ પણ શકે છે. આ ભવિષ્યવાણી લૂઓ જીયાનકશી ૨૦૨૦ની થીયરી અને કાર્યપ્રણાલી પર આધારિત છે અને તેને સ્ટડ એટલે કે ડેટા ડ્રાઇવેન ઇનોવેશન લેબ અને સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇને સંયુક્ત રૂપે રજૂ કરેલ છે. તો ચાલો જાણીએ કે કયા દેશમા ક્યારેય અંત થઈ શકે છે આ કોરોના ની સમસ્યાનો.

ભારત :

એવો અંદાજ લગાવવામા આવી રહ્યો છે કે ભારતમા ૨૨ મે સુધીમા કોરોના ની સમસ્યાના ૯૭% કેસ ખતમ થઇ જશે, જ્યારે ૧ જૂન સુધીમા ૯૯% કેસ અને ૨૬ જુલાઈ સુધીમા આપણા દેશમાંથી કોરોના સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે.

ઈટાલી :

ઇટલીમા ૮ મે સુધીમા કોરોના ની સમસ્યા ૯૭% સુધી, ૨૧ મે સુધીમા આ સમસ્યા ૯૯% અને ૨૫ ઓગસ્ટ સુધીમા સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે.

પાકિસ્તાન :

પાકિસ્તાનમાં ૨૭ એપ્રિલથી કોરોના નિયંત્રણમા આવવા લાગશે. ૯ જૂન બાદ અહી ૯૭% જેટલુ સંક્રમણ ઓછુ થઈ જશે ત્યારબાદ ૨૩ જૂન સુધી ૯૯% સંક્રમણ ઘટી જશે અને ૧ સપ્ટેમ્બર સુધીમા પાકિસ્તાન કોરોના મુક્ત થઇ જશે.

અમેરિકા :

અમેરિકાની વાત જો કરવામા આવે તો ૧૨ મે સુધી અહી ૯૭% જેટલુ સંક્રમણ ઘટી જશે. ૨૪ મે બાદ ૯૯% અને ૨૭ ઓગસ્ટ સુધીમા અમેરિકા સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થઇ જશે.

ઓસ્ટ્રેલિયા :

અહી ૨૦ એપ્રિલ સુધીમા ૯૯% જેટલા કેસ ઘટી જશે અને ૨૩ મે સુધીમા ઓસ્ટ્રેલિયા કોરોનાથી મુક્ત થઈ જશે.

સિંગાપુર :

સિંગાપુરમા પ મે બાદથી કોરોનાના કેસ એકાએક ઘટવા લાગશે અને ૪ જૂન બાદ ૯૭% સંક્રમણ ઘટી જશે ત્યારબાદ ૧૪ જુલાઇ ના રોજ ૯૭% કેસ ઘટવાની સંભાવના સર્જાઈ રહી છે અને ૮ ઓગસ્ટ બાદ સિંગાપુર કોરોનામુક્ત થઇ શકે.

સ્પેન :

સ્પેનમા કોરોના ની સમસ્યા ૭ ઓગસ્ટ સુધીમા સંપૂર્ણપણે દૂર થઈ જશે.

ઈઝરાઈલ :

ઈઝરાઈલમા ૪ મે સુધી કોરોનાની સમસ્યા ૯૭%, ૧૫ મે સુધીમા કોરોના ની સમસ્યા ૯૯% અને ૪ જુલાઇ સુધીમા ૧૦૦% દૂર થઇ શકે.

જર્મની :

જર્મનીમા ૩ મે સુધી કોરોના ની સમસ્યાના ૯૭% કેસ દૂર થઇ જશે અને ૧ ઓગસ્ટ સુધીમા જર્મની કોરોનામુક્ત બની શકે.

વિશ્વ :

સમગ્ર વિશ્વમા ૨૯ મે સુધીમા કોરોનાના ૯૭% કેસ દૂર થઇ જશે. જોકે કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ રીતે ૮ ડિસેમ્બર બાદ દૂર થઇ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *