સૂર્યદેવ કરવા જઈ રહ્યા છે મીન મા પ્રવેશ, આ રાશિજાતકો ના ચમકી જશે નસીબ, દરેક ક્ષેત્રે મળશે લાભ, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને?

Spread the love

ગ્રહોના રાજા એટલે સૂર્ય. તે તેને રાશિ બદલવા જઈ રહ્યા છે. ભગવાન સૂર્ય શનીને છોડીને મીન રાશિમાં ગોચર કરવાના છે. તેને મીન સંક્રાંતી કહેવાય છે. તેની સાથે માલા માસ પણ આ પરિવર્તનથી શરૂ થઈ ગયો છે. જ્યોતિષોના કહેવા પ્રમાણે આ પરિવર્તનથી બધી રાશિ પર અસર થશે. આજે આપણે બધી રાશિમાં કેવી અસર થશે તેના વિષે જાણીએ.

મેષ :

આ રાશિમાં સૂર્ય બારમાં સ્થાન પરથી સંક્રમણ કરશે. આ સંક્રમણ થવાથી કોઈ પણ કામ કરશો. તમારી મહેનત પ્રમાણે બધુ થશે. વિદેશ જવાનું થઈ શકે છે. પૈસાનો ખર્ચ વધી શકે છે. તબિયતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વૃષભ :

આ રાશિમાં સૂર્ય આગિયારમાં સ્થાન પરથી સંક્રમણ કરશે. આ પરિવર્તનથી થવાથી તમને સારા લાભ મળી શકે છે. આ તમારા માટે શુભ છે. તમારી આવકમાં વધારો થશે. આર્થિક રીતે મજબૂત થશો. અભ્યાસમાં તમને સફળતા મળશે. બાળકોને ફાયદો થઈ શકે છે.

મિથુન :

આ રાશિમાં દસમા સ્થાન પરથી સૂર્ય સંક્રમણ કરશે. આનાથી તમારા કામમાં અને તમારી આવકમાં ઘણો વધારો થશે. જે લોકો સરકારી નોકરી કરે છે તેમનું માન અને સન્માન વધશે. મોટા અધિકારી વખાણ અને બઢતી કરી શકે તેવી પૂરી શક્યતા છે.

કર્ક :

આ રાશિમાં સૂર્ય નવમા સ્થાન પરથી સંક્રમણ કરશે. આ સમયમાં તમારું માન સન્માન વધશે. ત્યારે તમારા ધંધાનો વિકાશ થશે. તમને પરિવારની પૂરી મદદ મળી શકે છે. કેટલાક સારા લાભ તમને મળી શકે છે.

સિંહ :

આ રાશિમાં સૂર્ય આઠમા સ્થાન પરથી સંક્રમણ કરશે. આ સમયમાં તમારે તમારા શત્રુ શમે સાવચેત રહેવું. તે તમારી પ્રતિષ્ઠા બગાડી શકે છે. તેથી તમારે સાવધાન રહેવું અને વિરોધીથી તમારે સાવચેત રહેવું જોઈએ.

કન્યા :

આ રાશિમાં સૂર્ય સાતમા સ્થાન પરથી સંક્રમણ કરશે. આવતા માસથી તમને લગ્નજીવનમા મધ્યમ ફળ મળશે. તમને જીવનમાં ખુશી મળી શકે છે. કામમાં જવાબદારી સંભાળવી પડી શકે છે.

તુલા :

આ રાશિમાં સૂર્ય છઠ્ઠા સ્થાન પરથી સંક્રમણ કરશે. ત્યારે તમારે તબિયતને લગતી તકલીફ આવી શકે છે. સોરત કચેરીના કેશમાં સફળતા મળી શકે છે. આના પ્રભાવથી તમને સરકારી કામમાં ફાયદો થશે.

વૃશ્ચિક :

આ રાશિમાં સૂર્ય પાંચમા સ્થાન પરથી સંક્રમણ થશે. તેના લીધે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા આશિકારીના બધા સબંધ સારા રહેશે. તમે નોકરી બદલાવનું વિચારી રહ્યા છો તો તમને તેમાં સારો રહેશે.

ધન :

આ રાશિમાં સૂર્યનું સંક્રમણ ચોથા સ્થાન પરથી સંકરણ થશે. તમારે તામારી નોકરીમાં જોઈતા પ્રમાણમાં સફળતા મળશે. પરિવારની સમસ્યાનો હલ આવશે. કામમાં આ પરીવર્તન થવાથી તમારા માટે સારું પરિણામ મળી શકે છે. તમારા અધિકારી તરફથી આદર અને વખાણ મળી શકે છે.

મકર :

આ રાશિમાં સૂર્ય સંક્રમણ ત્રીજા સ્થાન પરથી સંક્રમણ થશે. તમને આ રાશિમાં ફેરફાર થવાથી તબિયતને લગતી તકલીફ થઈ શકે છે. માન અને સન્માનમાં વધારો થશે. મહેનત પ્રમાણે પરિણામ મળશે. ધંધામાં જોખમ લઈ શકો છો અને આગળ વધવા બાબતે યોજના બની શકે છે.

કુંભ :

આ રાશિમાં સૂર્ય સ્થાન બીજા સ્થાન પરથી સંક્રમણ કરશે. આનાથી તમારું સન્માનમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમને સંપત્તિમાં સારી સફળતા મળશે. જીવનસાથીની તબિયત બગડી શકે છે.

મીન :

આ રાશિમાં ચડતા સ્થાન પર સૂર્યનું સંક્રમણ થશે. તમારા માટે તેનાથી મધ્યમ ફળ મળશે. તમારી તબિયત નરમ રહી શકે છે. તેનાથી તમે વધારનું તાણ અનુભવી શકો છો. તમારા જીવનસાથી સ્તહે ઘણો વિવાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *