સૂર્ય નુ કુંભ રાશિમાં પરિવર્તનથી આ રાશિજાતકોના આવશે ખુશીના દિવસો, દૂર થશે દરેક પ્રકારના દુખો, જાણો કેવો રહેશે તમારી રાશિનો હાલ?

Spread the love

સૂર્યને ગ્રહોના રાજા કહેવામા આવે છે. તે મકર રાશિ માથી કુંભ રાશિમાં પરિભ્રમન કરે છે. તેને કુંભ સંક્રાંતિ કહેવાયા છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દર મહિને તે બીજી રાશિમાં ગોચર કરે છે. આ પરિભ્રમન જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ખૂબ શુભ અને મહત્વનુ માનવમાં આવે છે. તેનાથી ઘણી રાશિ પર પ્રભાવ પડશે. તેના વિષે આજે આપણે જાણીએ.

મેષ :

આ પરિભ્રમન થવાથી તમારા માટે શુભ પરિણામ લઈ આવી શકે છે. આ સમયમાં તમારા કામના વખાણ થઈ શકે છે. તેનાથી બઢતી થઈ શકે છે. આવકના નવા રસ્તા મળશે. સરકારી ઓફિસમાં અટવાયેલા કામ પૂર્ણ થશે. મોટા અધિકારીનો કામમાં સાથ મળશે. તેનાથી તમને ઘણા લાભ મળી શકે છે. પરિવારમાં રહેલી સમસ્યા દૂર થશે. સગા વહાલા સાથે સબંધમાં મધુરતા રહેશે.

સિંહ :

તમારા માટે શુભ અને લાબદાયી સમય રહેશે. તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો. તેમાં પૂરો લગન થી કામ કરશો. નોકરી કરતાં લોકોને નવી જવાબદારી મળી શકે છે. તમારી મુલાકાત પ્રભાવશાળી માણસ સાથે થઈ શકે છે. તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યા હશે તો તેમાં સુધારાઓ આવશેલ નવી યોજના બની શકે છે. તેના પર કામ થઈ શકે છે. ધંધામાં આગળ વધવા માટે વડીલોની સલાહ લેવી જોઈએ.

કન્યા :

તમારા માટે આ સમય સારો રહેશે. તમે ઉર્જાથી ભરલા છો તેવી અનુભૂતિ થશે. તમે બધા કામમાં આગળ વધી શકો છો. કામમાં રહેલી બધી સમસ્યા દૂર થશે. ભાગીદાર સાથે બગડેલા સબંધમાં સુધારો આવશે. બઢતી મળી શકે છે. આર્થિક રીતે જીવનસાથીનો સાથ મળશે. જૂની બીમારીથી મુક્તિ મળશે. વિદેશ યાત્રા આવતા દિવસમાં થઈ શકે છે.

ધન :

તમને આનાથી શુભ ફળ મળશે. કોર્ટ કચેરીને લગતી બાબતમાથી મુક્તિ મળશે. કામમાં મોટા અધિકારીનો સાથ મળશે. વેપાર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. સમાજને લગતા કામમાં વધારે આગળ રહી શકો છો. તેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. નવો નોકરી અથેવા નોકરી બદલવા માટે આ સમય સારો રહેશે.

મકર :

આ પરીવર્તન આ રાશિ માથી કુંભ રાશિમાં થશે તેનાથી તે જતાં જતાં શુભ પ્રભાવ પાડી શકે છે. આ સમયમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. કામના સ્થળ પર મોટા અધિકારી તમારા કામના વખાણ કરશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનું થઈ શકે છે. ધીરજ રાખીને સમસ્યાનો સામનો કરવો. તેનાથી તમને સફળતા મળશે.

કુંભ :

આ રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે. તેનાથી તમારા પર તેની સારી અસર થશે. તેનાથી તમારી ભૌતિક સુવિધામાં વધારો થશે. સમાજમાં અને ધાર્મિક કામમાં આગળ રહી શકો છો. તમારે પૈસાના વ્યવહારમાં સાવચેત રહેવું જોઈએ. નહીં તો તેનાથી નુકશાન થઈ શકે છે. ભાગીદાર સાથે સબંધ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *