સુરત રાત્રિના સમયે અહી ભરાય છે લલનાઓનુ બજાર, દૂષણ ડામવા પોલીસે ભર્યુ આ પગલુ

Spread the love

ગુજરાત રાજ્યના સુરત શહેરના મજુરાગેટ પુલ પાસે રાત્રિના સમયે ભરાતા લલનાઓના બજારની હકીકત પ્રકાશમા આવતા સુરત શહેર પોલીસ એક્શનમાં આવી છે. સામાન્ય લોકો માટે માથાના દુખાવા સમાન બનેલા આ ગંભીર દૂષણને ડામવા માટે ઉમરા, અઠવા અને ખટોદરા સ્થાનિક પોલીસને એક-એક મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીની ટીમ બનાવી સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવા ડી.સી.પી.(DCP) વિધી ચૌધરી એ આદેશ આપ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી ફરી મજુરાગેટ પુલ નીચે અને તેની બંને તરફના જાહેર રસ્તાઓ પર લલનાઓ ઉપર લલનાઓ ફરતી થઈ હોવાની બૂમો ચારેકોર ઉઠી હતી. આ વિસ્તારમા હોસ્પિટલ, હોસ્ટેલ, કોલેજ, આઈ.ટી.આઈ.(ITI) અને સ્ટ્રીટ શોપિંગ એરિયા પણ આવ્યો હોય લલનાઓના સામાજિક દૂષણને ડામવા અગ્રિમ સમાચારપત્ર સંદેશ પણ તેના મીડિયાના જોરે ખુબ પ્રોત્સાહન આપી રહ્યું છે.

આ મામલે ડી.સી.પી.(DCP) વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમરા, અઠવા અને ખટોદરા સ્થાનિક પોલીસને એક-એક મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીની ટીમ બનાવી સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવા આદેશ અપાયો છે. અહીં ઉભી રહેતી લલનાઓ પાસે આવનારા દરેક પુરુષોને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમ છતાં લોકોને કોઈ ફરિયાદ હોય તો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પણ જાણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *