સુરતમા મધ્ય રાત્રીએ સગર્ભા સ્ત્રી ને થયો આવો કડવો અનુભવ, ભગવાને ફરીશતો મોકલીને આવી રીતે કરી મદદ…

Spread the love

મિત્રો, આ લોકડાઉન અનેક એવી ઘટનાઓ બની છે જેના કારણે આપણે વર્ષો સુધી આ લોકડાઉન ભૂલી શકશુ નહી. આ લોકડાઉન દરમિયાન લોકો ને અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડ્યો છે. પરંતુ, એ પણ સત્ય છે કે દુ:ખી વ્યક્તિ ની સહાયતા માટે હજાર હાથ પણ આગળ આવ્યા છે. હાલ, શનિવાર ની રાત્રીએ સરથાણાના હોમગાર્ડ માટે જે સહાયતા નો હાથ લંબાયો હતો તે તેને આજીવન યાદ રહેશે.

સરથાણા પોલીસ સ્ટેશનમા હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વિજય રાઠોડની બે પુત્રીઓ છે અને પુત્ર પ્રાપ્તિ માટે આ યુગલે માનતા માની હતી. પ્રભુના આશીર્વાદ થી આ હોમગાર્ડ ની પત્ની ત્રીજીવાર ગર્ભવતી બની હતી અને સમગ્ર કુટુંબ પુત્રજન્મ ની આશા સેવી બેઠો હતો. શનિવારે રાત્રે કામરેજમા એચ.આર.પી. બંગ્લોઝ થી રાત્રે સાડા આઠેક વાગ્યે સર્ગભા પત્નીને લઈને તે મગોબ હેલ્થ સેન્ટર જવા માટે નીકળ્યા હતા.

આ યુગલ બાઈક ઉપર જઈ રહ્યુ હતુ તે જ સમયે તેમની પત્નીને ડિલિવરી પેઈન શરૂ થયુ હતુ એટલે હોમગાર્ડ વિજયભાઈએ બાઈક નાના વરાછા ચીકુવાડી પાસે રસ્તા ની એકબાજુએ સાઈડમા ઉભી રાખી હતી. બાળક નો જન્મ થવાની તૈયારી હોવાથી તેમના પત્ની ચેતનાબેન ની સ્થિતિ ગંભીર બની રહી હતી.

તે અતિશય પીડાના કારણે રાડો પાડી રહી હતી અને તેમના પતિ લાચાર બનીને કોઈ મોટુ વાહન આવવાની રાહ જોઈ રહ્યો હતો. લોકડાઉનના કારણે રસ્તા પર વાહનની અવરજવર પણ ખૂબ જ ઓછી હોય એવામા વિજયભાઈને પત્ની અને આવનાર બાળકના ભવિષ્ય અંગે ચિંતા થવા લાગી હતી. પરંતુ, એક પ્રચલિત કહેવત છે કે, મારવાવાળા કરતા બચાવવાવાળો મોટો હોય છે.

એ.કે.રોડ પર સામાજિક કાર્યકર તરીકે સેવા આપતા હરીશભાઈ ગુજ્જર શ્યામધામ સોસાયટીમા કિટ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા પર સ્ત્રી ની રાડો સાંભળી તે થંભી ગયા હતા. તેમણે ક્ષણભર નો પણ વિલંબ કર્યા વગર આ સર્ગભાને પોતાની કારમા બેસાડી લીધી હતી. તેમણે મિનિટોમા જ ૮ કિ.મી. નુ અંતર કાપી મગોબ હેલ્થ સેન્ટર પર આવી પહોંચ્યા.

રાત્રે ૧૦:૧૦ વાગ્યે આ સગર્ભા દવાખાને પહોંચી હતી અને ૧૦:૩૯ એ ચેતનાબેને એક તંદુરસ્ત પુત્ર ને જન્મ આપ્યો હતો. બે પુત્રીઓ બાદ પુત્ર નો જન્મ થતા આ યુગલ ની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ, આ યુગલ અનાયાસે મદદરૂપ થયેલા હરીશભાઈ નો ફાળો ભૂલ્યા ના હતા. તેમણે હરીશભાઈ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *