સુપ્રીમકોર્ટ નો મોટો ચુકાદો: દેશમા કોરોના વાયરસ ની તપાસ મફત કરાશે, સરકાર ઉઠાવશે ખર્ચ
કોરોના વાયરસ ને લીધે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે. આ લોકડાઉન ૧૪મી એપ્રિલ સુધી યથાવત રહેશે. અત્યાર ના સમય મા, હર એક ને પોતપોતાના ઘરે કેદ કરવા મા આવે છે. જો કે લોકડાઉન થોડાક દિવસ મા જ સમાપ્ત થશે, ત્યાં મૂંઝવણ ની સ્થિતિ છે.
અહેવાલો મુજબ, કોરોના વાયરસ થી સંક્રમિત દર્દીઓ ની સંખ્યા મા સતત વધારો થવા ને કારણે કેટલીક જગ્યાએ સરકાર લોકડાઉન ની અવધિ વધારવા નુ વિચારી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મા થી પ્રાપ્ત થતી નવીનતમ માહિતી મુજબ, દેશ મા કોરોના થી પીડિત દર્દીઓ ની સંખ્યા પાંચ હજાર ને પાર થઈ ગઈ છે, જેમાં કુલ ૧૬૭ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તપાસ રહેશે નિઃશુલ્ક :
એક તરફ વ્યક્તિ આ બિમારી થી બચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, ખાનગી લેબ્સ કોરોના વાયરસ ની તપાસ માટે રૂ. ૪,૫૦૦ લે છે. તાજેતર મા ઉચ્ચ ન્યાયાલય મા તેની સામે એક અરજી દાખલ કરવામા આવી હતી, ત્યારબાદ હુકમ આવ્યા છે કે કોરોના વાયરસ ની તપાસ સંપૂર્ણ દેશ મા નિઃશુલ્ક થશે.
ઉચ્ચ ન્યાયાલય એ હુકમ આપ્યો છે કે કોવિડ -૧૯ ની નિશ્ચિત સરકારી પ્રયોગશાળાઓ અથવા ખાનગી લેબોરેટરી મા મફત તપાસ કરવામા આવે. તેમજ સરકાર ને પણ આ માટે હુકમ બહાર પાડવા જણાવ્યું છે. આ કેસ ની સુનાવણી દરમિયાન ઉચ્ચ ન્યાયાલય એ કહ્યું હતું કે તપાસ માટે પૈસા લઈ શકાશે નહીં. ન્યાયાલયએ વધુ મા જણાવ્યુ કે ખાનગી લેબ ને પણ કોરોના વાયરસ ની તપાસ માટે પૈસા લેવા ની મંજૂરી નથી.