સ્ત્રીઓના મોઢા પરના વાળને આ ઘરેલું રીત થી કરી શકાય છે દુર, જાણો તમે પણ…
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુંદર દેખાય. તેમાં પણ કોઈ સ્ત્રી એવું નથી ઇચ્છતી કે તે સુંદર ન દેખાય તેના ચહેરા પર જો કોઈ પણ ડાઘ કે ખીલ હોય તો તેને જરા પણ પસંદ નથી હોતું. ઘણી વાર ચહેરા પર ન ગમતા વાળ પણ આવવા લાગે છે તેનાથી તેના માટે તે ઘણા ઉપાયો કરતાં રહે છે.
તેના માટે તે ઘણા વધારે પૈસા ખર્ચ પણ કરતાં રહે છે. તેનાથી પણ તેમણે કોઈ લાભ થતો નથી તેના માટે આજે આપણે ઘરેલુ ઉપાય વિષે વાત કરીએ તેનાથી તમને ઘણા લાભ થશે. તેનાથી તમારે વધારે પૈસા પણ ખર્ચ નહીં કરવા પડે. તેનાથી તમને કોઈ નુકશાન પણ નહીં થાય. તમને જણાવી કે કેવી રીતે આને કરી શકો છો.
તેના માટે તમારે નારંગીની છાલને તડકામાં સૂકવીને તેને પીસીને તેનો પાઉડર બનાવી લેવો અને તેમાં તમારે ઓલિવ ઓઇલ ભેળવીને તેને ત્વચા પર લગાવવી જોઈએ.તેને તમારે ૧૦ મિનિટ રાખવું અને તે પછી તેને સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ. આને તમારે નિયમિત કરવાથી તમારે આનાથી છૂટકારો મળી શકે છે.
ચણાના લોટમાં તમારે ખાંડને પીસીને તેને લીંબુનો રસ ભેળવીને તેનો લેપ બનાવી લેવો જોઈએ. તેનાથી તમને ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થયા છે. તેને સૂકવીને તમારે ત્વચાને હૂંફાળા પાણીથી ગરમ કરીને ધોઈએ લેવું જોઈએ. આનાથી તમારા ચહેરા પર રહેલા વધારાના વાળને દૂર કરી શકાય છે.
તમારે બેસનમાં હળદર નાખીને તેને થોડું દૂધ ભેળવીને લેપ બનાવીને તેને તમારે લગાવવો તેને સુકાય જાય ત્યાં સુધી તમારે આને રાખવું અને તે પછી તેને થોડું પાણી લઈ તેને હાથેથી હળવા હાથે મસાજ કરવું જોઈએ અને તેનાથી તમારી ત્વચા પર રહેલી ગંદકી પણ દૂર થશે અને તે પછી તમારે હૂંફાળા પાણીથી ત્વચાને ધોઈ લેવું જોઈએ. ચહેરા પરના વાળને કાઢવા માટે આ સૌથી સરળ ઉપાય છે.
તમારે મધમાં જવના લોટ ઉમેરો અને આ તૈયાર થયેલા લેપને તમારે લગાવીને તેને ૧૦ મિનિટ માટે રહેવા દેવું તે પછી તેને સાદા પાણીથી તેને ધોઈ લેવું જોઈએ. આ ઉપાયને તમારે નિયમિત રીતે ત્વચા પર લગાવો અને તેનાથી તમારા ન ગમતા વાળ દૂર થઈ જશે.
આ સરળ ઉપાય પણ તમે અપનાવી શકો છો તેના માટે મીઠાના પાણીમાં રૂ ને બોળીને તમારે રોજે દિવસમાં બે વાર લગાવીને તેનાથી મસાજ કરવું આ ઉપાય તમાએ દિવસમાં બે વાર ૫ થી ૭ દિવસ માટે કરવાથી જ તમને લાભ થતો જણાશે.
પપૈયાની મદદથી પણ તમે આ વાળને દૂર કરી શકો છો. તેના માટે પપૈયાંના ૧૦ થી ૧૨ ટુકડા લેવા અને તેમાં હળદર ભેળવીને તેને પીસી લેવું એ તે પછી આ લેપને તમારે ત્વચા અને ગરદન પર લગાવો. ૧૫ મિનિટ પછી તમારે આને સારી રીતે ધોઈ લેવું જોઈએ.