સ્ત્રીઓ એ જરૂરથી ધ્યાન રાખવુ જોઈએ આ બાબતો નુ, રાત્રે સુતા પહેલા ક્યારેય ના કરવા આ કામ

Spread the love

મિત્રો, દરેક લોકો એવી ઈચ્છા રાખતા હોય છે કે તેમની પાસે અઢળક ધન અને સંપત્તિ હોય અને તે પોતાનુ જીવન સુખ-શાંતિથી પસાર કરી શકે. જો તમે ગરીબીમાથી પસાર થઇને જયારે ધનવાન થાવ છો તો ત્યારે તમને ખુબ જ હર્ષની લાગણી થશે. પરંતુ, જો તમે ધન્વાનમાંથી ગરીબ બની જાઓ તો તમે માનસિક તણાવ હેઠળ ચાલ્યા જાવ. દરેક વ્યક્તિ આ પીડાને સહન કરી શકતો નથી.


વધુમા વધુ ધન મેળવવા માટે લોકો રાત-દિવસ ખુબજ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમછતા અથાગ પરિશ્રમ બાદ પણ ઘણીવાર ઘરમા ગરીબી આટો લઇ જાતી હોય છે, જો તમારી સાથે પણ આવુ થઇ રહ્યુ છે તો સમજી લો કે ક્યાક આ પાછળ તમારુ ભાગ્ય તો જવાબદાર નથી ને? ઘણીવાર અપશુકન થવાથી ખરાબ સમયનો સાથ આવી પડે. જો તમારે તમારા દુર્ભાગ્યથી પીછો છોડાવવો છે તો આજે આ લેખમા દર્શાવવામા આવેલી બાબતોનુ યોગ્ય રીતે પાલન કરો.

ક્યારેય પણ રાત્રે સુતા પહેલા કોઈનુ દિલ દુખે તેવી વાત ના કરશો. જો ભૂલથી ક્યારેય કોઈને દુ:ખ પહોંચાડ્યુ હોય તો આવી સ્થિતિમા તેમની માફી માગી લો કારણકે, તે તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ માટે જોખમ ઉભુ કરી શકે છે. હમેંશા એવો પ્રયત્ન રાખવો કે, તમારા કારણે કોઈનુ દિલ દુભાય નહી.

આ ઉપરાંત રાત્રે ક્યારેય પણ પૂજાઘરના દરવાજા ખુલ્લા ના રાખવા. રાત્રીના સમયે મંદિરને પડદાથી કે કોઇ સ્વચ્છ કપડાથી ઢાંકીને સુઈ જવુ કારણકે, પ્રભુ રાત્રે આરામ કરે છે અને બીજા દિવસે આપણી સંપૂર્ણ સંભાળ રાખે છે. જો તમે આ ના કરો તો રાત્રે તેમને આરામ કરવામા અવરોધો આવી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરના દરવાજા ખુલ્લા રાખવાની ભૂલ ક્યારેય પણ ના કરાવી. આવુ કરવાથી ઘરમા દુર્ભાગ્યનુ આગમન થઇ શકે છે.

આ સિવાય રાત્રે ક્યારેય પણ એઠવાડવાળા વાસણ ના રાખવા કારણકે, આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે અને આપણે આર્થિક નાણાભીડ નો સામનો કરવો પડી શકે છે. આ એઠવાડવાળા વાસણો રાત્રીના રસોઈઘરમા નકારાત્મક ઉર્જાને ફેલાવે છે અને આ નકારાત્મક ઉર્જાને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થઈને આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે. માતા લક્ષ્મી સકારાત્મક ઉર્જાવાળા વાતાવરણને પસંદ કરે છે. માટે રાત્રે સૂતા પહેલા બધા જ એઠા વાસણો સાફ કરો. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય ઘટાડો થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *