સોમવારે આ ત્રણ કામ ને માનવામા આવે છે અશુભ, જેથી ટાળવા જોઈએ આ કામ અને આ કામ કરવાથી થશે અઢળક લાભ, જાણો તમે પણ…

Spread the love

હિન્દુ ધર્મ પ્રમાણે દરેક દિવસનું તેનું ખાસ મહત્વ રહેલું હોય છે. તે દિવસમાં તમે જો કોઈ ખાસ કામ કરશો તો તમને તેનાથી ઘણા સારા પરિણામ મળી શકે છે. ત્યારે જો સોમવારની વાત કરીએ તો આ દિવસે કરેલા કામની અસર ખરાબ અને સારી એમ સાબિત થઈ શકે છે. તેના માટે રોજે કેટલાક ખાસ કામવાથી આપણને ઘણા ફાયદા થાય છે. તેનાથી ઘણી વાર નુકશાન પણ થઈ શકે છે.

આજે આપણે સોમવારના દિવસે કયા કામ કરવા અને કયા કામ ન કરવા તેના વિષે જાણીએ અને તેનાથી સારા અને ખરાબ પરિણામ વિષે પણ જાણીએ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સોમવારનો સ્વામી ચંદ્ર છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર અશુભ સ્થાન પર રહેલો હોય તેવા લોકોએ આ દિવસે વ્રત રાખવું જોઈએ.તેની સાથે ચ્દ્રને લગતા કેટલાક ઉપાય પણ કરવા જોઈએ. તેનાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ચંદ્ર ને લગતા ખાસ કરવાથી સારું ફળ મળી શકે છે અને જો આ દિવસે કોઈ ખરાબ કામ કરશો તો તમને તેનાથી અશુભ પરિણામ મળી શકે છે. આજે જાણીએ કે કેવા કામ કરવા અને કેવા કામ ન કરવા.

આ દિવસે આ કામ કરવું શુભ ગણાય છે :

રોકાણ કરવા માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. આ દિવસે જે રોકાણ કરશો તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. તેથી તમે જો કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ દિવસ તેના માટે ઉત્તમ રહેશે. તેનાથી સારો ફાયદો થશે. ઘણા લોકો તેના કામને કારણે તેમણે મુસાફરી કરવી પડે છે. તે એ જાણતા નથી કે તેમના માટે કયો દિવસ સૌથી વધારે સારો રહેશે. તેના માટે આ દિવસે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાથી તમને ઘણા લાભ થશે. તમારી યાત્રા પણ સુખદ રહેશે.

તમે શપથ ગ્રહણ કરવાના હોવ અથવા રાજ્યાભિષેક કરવાના હોવ અથવા તમે નવી નોકરી કરવા માટે જઈ રહ્યા હોવ તેના માટે આ દિવસ શુભ રહેશે. આ દિવસે આ કામ કરવાથી તમારી કારકિર્દી પર સારી અસર થાય છે. તમને તેમાં ઘણી સફળતા મળે છે. કુંડળીમાં ચંદ્ર દોષ હોય ત્યારે તમારે આ દિવસે દૂધનું દાન કરવું જોઈએ.

તમારે જરૂરિયાતમંદને અથવા ભૂખ્યા પશુને દુદ્ધ આપવાથી તમારી કુંડળીમાં ચંદ્ર દોષ દૂર થાય છે. તમારી કુંડળીમાં ખોઈ ખરાબ દોષ રહેલો હોય અને તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે તમારે તમારે આ દિવસે મોટી રત્ન ધારણ કરવું જોઈએ. મોટી એ ચંદ્રનું રત્ન માનવામાં આવે છે.

આ દિવસે આ કામ ન કરવા જોઈએ :

તમારે તમારા અંગત કામને લઈને કોઈ મુસાફરી કરવાની થઈ રહી તો આ દિવસે ઉત્તર અને પૂર્વ દિશામાં મુસાફરી ન કરવી જોઈએ. તેનાથી તમને સફળતા મળતી નથી. તમારે આ દિવસે વધારે ખાંડ વાળો આહાર ન ખાવો જોઈએ. આ ખોરાકથી દૂર રહેવાથી તમને સારા સમાચાર મળે છે. તેનાથી તમારો દિવસ સારો રહે છે.

આ દિવસે તમારે માતાને કઠોર કે ખરાબ શબ્દો ન કહેવા જોઈએ. આ દિવસે તમારે ભૂલથી પણ તમારી માતાનું અપમાન ન કરવું. જો તમે કરશો તો તેનાથી તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. ચંદ્ર ગ્રહ માતા સાથે સબંધિત છે. તેથી આ દિવસે માતાના હ્રદયને ઠેસ પહોંચે તેવું કામ ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *