સ્નાન કરતા પહેલા તેમજ ન્હાતી વખતે જરૂરથી કરો આ મંત્ર-જાપ, સૌભાગ્ય ની સાથોસાથ પૈસાથી ભરેલુ રહેશે જીવન, જાણો અને અજમાવો…

Spread the love

મિત્રો, વહેલી સવારે ઉઠીને સ્નાન એ દરેક મનુષ્યના જીવનનુ સૌપ્રથમ કાર્ય હોવુ જોઈએ. વહેલી સવારના દૈનિક કાર્યોથી નિવૃત્ત થયા પછી દરેક વ્યક્તિ પહેલા સ્નાન કરવુ જોઈએ. જોકે, અમુક લોકો આ નિત્યક્રમને અનુસરવામા માનતા નથી પરંતુ, આ લોકોને જણાવી દઈએ કે, સ્નાન કરવાથી ફક્ત શરીરની જ શુદ્ધિ નથી થતી, તેની સાથે તમારુ મન પણ પવિત્ર બને છે. દરરોજ સ્નાન કરવાથી આપણને અનેકવિધ લાભ પ્રાપ્ત  થાય  છે, ચાલો આ અંગે થોડી વુંસ્તૃત ચર્ચા કરીએ.

આપણા પૌરાણિક હિન્દુ શાસ્ત્રોમા સ્નાન કરતી વખતે અમુક વિશેષ મંત્રોનો જાપ કરવા માટે કહેવામા આવ્યુ છે. સ્નાન કરતી વખતે આ મંત્રોનો જાપ કરવો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. સ્નાન કરતી વખતે જો તમે પ્રભુ ભજન અથવા તો પ્રભુના નામ લો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે, તે તમારા દુર્ભાગ્યને દૂર કરે છે.

આ ઉપરાંત સ્નાન કરતી વખતે તમે ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના નામનુ મંત્રોચ્ચાર પણ કરી શકો છો, તે તમને નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ આપે છે અને તમારી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવે છે. તો ક્યા સમયે સ્નાન કરવુ શ્રેષ્ઠ ગણાય? તથા તેનાથી આપણા જીવન પર શું-શું પ્રભાવ પડે છે? ચાલો જાણીએ.

આપણા હિન્દુ શાસ્ત્રોમા અનેકવિધ પ્રકારના સ્નાનનો ઉલ્લેખ કરવામા આવ્યુ છે પરંતુ, તેમા સૌથી પવિત્ર બ્રહ્મ સ્નાન છે. વહેલી સવારે ૪-૫ વાગ્યાની વચ્ચે કરવામા આવતા સ્નાનને બ્રહ્મ સ્નાન તરીકે ઓળખવામા આવે છે. આ સ્નાન તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિમા વૃદ્ધિ કરે છે.

ત્યારબાદ સવારના ૫-૬ વાગ્યાની વચ્ચે સ્નાન કરવામા આવે તો તે દેવ સ્નાન તરીકે ઓળખાય છે. આ સ્નાન પણ શ્રેષ્ઠ છે. તે તમારા જીવનમા ખ્યાતિ અને સંપત્તિમા વૃદ્ધિ લાવે છે. ત્યારબાદ સવારે ૬-૮ ના સમય દરમિયાન જે સ્નાન થાય છે, તેને માનવ સ્નાન તરીકે ઓળખવામા આવે છે, તે સામાન્ય છે. આ સ્નાન તમારા કામમા સફળતા, કુટુંબમા એકતા અને ઘરમા શુભ વાતાવરણ તરફ દોરી જાય છે.

છેલ્લે આવે છે રાક્ષસી સ્નાન કે, જે સવારના આઠ વાગ્યા પછી કરવામા આવે છે. આપણા ધર્મો અને શાત્રો મુજબ આ સ્નાન પ્રતિબંધિત છે. જે કોઈપણ ઘરમા આ સ્નાન કરવામા આવે છે, તેમના ઘરમા ગરીબી, ખોટ, લોભ, આર્થિક નુકશાન અને અન્ય અનેકવિધ મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *