સ્કંદપુરાણ મુજબ વૈશાખ માસ દરમિયાન કરવા જોઈએ આ કામ, ભગવાન વિષ્ણુ ની પ્રાપ્ત થાય છે અસીમ કૃપા, આ એક કામ ભૂલ થી પણ ના કરવું..

Spread the love

મિત્રો, વૈશાખ માસ ને પ્રભુ નારાયણ નુ પૂજન-અર્ચન કરવા માટે નો વિશેષ માસ માનવામા આવે છે. આ મહિના ના દિવસોમા પ્રભુ નારાયણ ના પૂજન-અર્ચનનુ વિશેષ મહત્વ હોય છે. હાલ, આજે આ લેખમા અમે તમને સ્કંદ પુરાણ મુજબ વૈશાખ માસમા શુ કરવુ જોઈએ અને શુ ના કરવુ? એના વિશે જણાવીશુ. વૈશાખ માસમા સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને ત્યારબાદ પૂજા કરવી જોઈએ.

પુરાણોમા આ વાતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામા આવ્યો છે કે જો વ્યક્તિ આ દિવસોમા સૂર્યોદય પહેલા ઉઠીને પૂજા કરે છે અથવા વ્રત રાખે છે તો તેનાથી તેના જીવનમા ઉદભવેલી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમા ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. જો કોઈ વ્યક્તિ વૈશાખ માસમા માટીના માટલા નુ દાન કરે તો લાભદાયી ગણાય છે.

આ ઉપરાંત વૈશાખ માસના દિવસોમા જરૂરિયાતમંદ અને નિર્ધન વ્યક્તિને તરબૂચ અથવા તો કોઈપણ પ્રકારના ફળ અને અનાજ વગેરેનુ દાન કરવુ જોઈએ. જો તમે વૈશાખ માસના દિવસોમા ઘરની નજીક આવેલા કોઈપણ મંદિરે જઈને અનાજ નુ દાન આપો છો અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો છો તો તે અત્યંત શુભ માનવામા આવે છે.

આ ઉપરાંત વૈશાખ માસમા બ્રહ્મચર્ય વ્રત નુ પાલન કરવુ જોઈએ. આ દિવસોમા ક્યારેય ભૂલથી પણ માંસાહાર કે દારૂ જેવા દ્રવ્યો નુ સેવન ના કરવુ જોઈએ. આ દિવસોમા તમે સાત્વિક આહાર નુ સેવન કરી શકો.

વૈશાખ માસમા ક્યા-કયા કાર્ય ના કરવા જોઈએ :

વૈશાખ માસમા ક્યારેય ભૂલ થી પણ દિવસે ના ઊંઘવુ. આ સિવાય સ્ટીલ ના પાત્રમા ભોજન નુ સેવન ના કરવુ. રાત્રી ના સમયે બને ત્યા સુધી ભારે આહાર સેવન કરવાનુ ટાળવુ જોઈએ. આ સિવાય માંસાહાર અને નશાયુક્ત દ્રવ્યો ના સેવન ને ટાળવુ. જો તમે આ ઉપરોક્ત સ્કંદ પુરાણ મુજબ તમારુ જીવન વ્યતીત કરશો તો પ્રભુ નારાયણની અસીમ કૃપાદૃષ્ટિ તમારા પર બની રહેશે અને તમારા જીવનની તમામ સમસ્યા નો અંત થશે.

સ્કંદપુરાણ મા આ વૈશાખ માસના મહત્વ વિશે ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે, મહિરથ નામના રાજવીએ માત્ર વૈશાખ સ્નાન થી જ વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યુ હતુ એટલે માટે આ માસમા સૂર્યોદય પૂર્વે કોઈપણ તીર્થસ્થળ, નદી અથવા કૂવામા જઈને અથવા ઘરે સ્નાન કરવુ શ્રેષ્ઠ ગણવામા આવે છે. સ્નાન કર્યા બાદ સૂર્યોદયના સમયે સૂર્યદેવ ને જળ અર્પણ કરવુ, જેથી તમને શુભ ફળ ની પ્રાપ્તિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *