સીતા નુ પાત્ર ભજવનાર અભિનેત્રી ના શબ્દો ચર્ચા મા, કહ્યું કે “હું રામ જેવા પતિ નથી ઈચ્છતી કારણ કે…”

Spread the love

મિત્રો, હાલ કોરોના વાયરસ ની ભયજનક સમસ્યા આપણા દેશ પર મંડરાઇ રહી છે, જેના નિવારણ માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમા લોકડાઉન જાહેર કરી દીધુ. આ લોકડાઉન ના સમયમા લોકમાંગણી ને ધ્યાન મા રાખીને રામાયણ નુ ફરી થી પ્રસારણ શરૂ કરવામા આવ્યુ. જ્યાર થી આ પ્રસારણ શરૂ થયુ ત્યાર થી કંઈક ને કંઈક નવા-નવા ખુલાસા થતા રહે છે.

સીતા નુ પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાનો એક ખુલાસો હાલ વાયરલ થયો છે. રામાનંદ સાગર ની ‘રામાયણ’ મા ‘સીતાજી’ નુ પાત્ર ભજવનાર દીપિકાએ રામ જેવા પતિ વિશે જે નિવેદન આપ્યુ હતુ તે ખૂબ જ ચર્ચામા આવ્યુ હતુ. લોકો તેમને વાસ્તવમા સીતા માતા સમજીને આશીર્વાદ લેવા માટે ઉમટી પડતા હતા. આજે પણ લોકો તેના ‘સીતાજી’ના આ પાત્ર ને ભૂલી શક્યા નથી.

‘રામાયણ’ રિ-ટેલિકાસ્ટના કારણે દીપિકા ચિખલિયા સિવાય અરુણ ગોવિલ, સુનીલ લહેરી સહિતના અન્ય કલાકારો પણ ફરી થી ચર્ચા નો વિષય બન્યા છે. લોકો હાલ સીરિયલ સાથે સંકળાયેલ જૂના ફોટા અને વીડિયો શોધી-શોધીને સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે. આ વીડિયોમા એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે જે પણ રામાયણ ના સમય નો છે.

આ વીડિયોમા દીપિકા એવુ જણાવી રહી છે કે, ‘દરેક સ્ત્રી એવુ ઈચ્છતી હોય છે કે તેને રામ જેવો પતિ મળે. પરંતુ, હુ સ્વયં જાણુ છુ કે હુ સીતા નથી તો રામ જેવા પતિ ની આશા કેવી રીતે રાખી શકુ? પરંતુ, આ બધી વાતો હુ અત્યારે શુ કામ કરુ? અત્યારે તો લગ્ન કરવા અંગે સહેજ પણ વિચાર્યુ નથી. હજુ ૪-૫ વર્ષ ની વાર છે. તેથી, રામ ની શોધ હુ ૪-૫ વર્ષ બાદ જ કરીશ. દીપિકા નો આ વીડિયો તેના ચાહક વર્ગને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *