શુષ્ક અને ખરાબ વાળથી છુટકારો મેળવવા જરૂરથી કરો આ એકદમ સરળ ઘરગથ્થું ઉપાય, જાણો ઉપાય વિશે…

Spread the love

આજના લોકોને પોતાના શરીરને સાચવવા માટેનો સમય નથી. ઝડપી યુગમાં લોકો કેટલાક કેમિકલ્સ વાળી વસ્તુઓનો ઉપયોગ કરીને શરીરની અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. કેટલીક જગ્યાએ બહાર જવાથી હવાનું પ્રદૂષણ અને ધૂળ વાળમાં લાગે છે. તેથી વાળ ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

કેટલાક લોકોના વાળ નાની ઉમરમાં સફેદ થઈ જાય છે. વાળને સાચવવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો કરવા ખૂબ જરૂરી છે તેના કારણે વાળ સારા અને મજબૂત બને છે. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

ઇંડા અને દહીં:

વાળ માટે ઇંડાનો ઉપયોગ કરવો જરૂરી છે. તેનાથી વાળ ચમકીલા અને મુલાયમ બને છે. તેમાં લેકટિન અને પ્રોટીન ખૂબ હોય છે તેથી ખરાબ કે સૂકા થઇ ગયેલા વાળ માટે તે ખૂબ ઉપયોગો છે. દહીથી વાળને કેટલાક પોષક તત્વો મોટા પ્રમાણમા મળી રહે છે. તેનો ઉપયોગ કરવો વાળ માટે ખૂબ જરૂરી છે. તેનાથી વાળ નરમ અને ચમકદાર બને છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી વાળની સુંદરતામાં વધારો થાય છે.

આ પેક આવી રીતે બનાવવું :

ઈંડા સાથે થોડું દહીં લેવું જોઈએ. ઈંડાનો ઉપરનો ભાગ કાઢીને તેના અંદરના ભાગમાં દહીં ભેળવીને તેને થોડી વાર રહેવા દેવું. ત્યારબાદ વાળમાં તે લગાવી રાખવું. થોડા સમય પછી વાળને પાણીથી ધોઈ નાખવા ત્યારબાદ થોડું શેમ્પૂ નાખીને વાળને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા જોઈએ.તેનાથી રફ થયેલા ખરાબ વાળ દૂર થાય છે અને વાળ મુલાયમ બને છે.

મધ નો ઉપયોગ વાળ માટે :

મધનો ઉપયોગ વાળ માટે ખૂબ જરૂરી છે. નાળિયેરનું તેલ, કેળાં, મધ ને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવવી. તેને વાળમાં લગાવી રાખવી. થોડા સમય પછી વાળને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવા જોઈએ. તેનાથી વાળ ખરતા બંધ થાય છે. વાળને સુંવાળા અને મુલાયમ બનાવવા માટે આ ઉપાય કરવો ખૂબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *