શું વારંવાર હાથ પગમા ચડે છે ખાલી, તો ચેતજો! શરીરમા હોય શકે છે આ ખામી, જાણો તમે પણ…

Spread the love

જ્યારે આપણે એક જ જગ્યાએ એક જ સ્થિતિમાં બેસી રહીએ અથવા એક જ સ્થિતિમાં સૂતા રહેવાથી આપના હાથ પગમાં ખાલી ચડી જાય છે. ત્યારે આપણને એવો અનુભવ થાય છે કે આપના હાથ અને પગ ખોટા થઈ ગયા હોય. ત્યારે આપણે હાથ પગને થોડા સમય સુધી હલાવવાથી તે સરખા થઈ જાય છે.

એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવાથી આપની નશો દબાઈ જવાથી આ અનુભવ થાય છે. તેના લીધે આપના હાથ અને પગમાં જોઈતા પ્રમાણમાં ઑક્સીજન મળી શકતું નથી. તેના લીધે જ્યારે ઑક્સીજનની કમી આવે ત્યારે હાથ કે પગમાં ખાલી ચડી જાય છે. તે સમયે આપની હાથ પગને હલાવી શકતા નથી.

જો તમારા બંને હાથમાં ખાલી ચડી જાય ત્યારે તમારા શરીરમાં વિટામિન બી ૧૨ની ઉણપ રહેલી હોય છે. તમને વારંવાર થાક લાગતો હોય અથવા તમે વધારે કામ ન કરી શકો તો તમને એનીમિયા પણ થઈ શકે છે. આ ઉપરાંત શરીરમાં જોઈતા પોષક તત્વોની કમી ધૂમ્રપાન, દારૂ પીવાની આદતના કારણે પણ ખાલી ચડી શકે છે.

ખાલીથી છૂટકારો મેળવવા માટે તમારે ઘરમાં ઉપયોગ કરતાં કપૂરને તલના તેલમાં સારી રીતે મિક્સ કરવું. ત્યાર બાદ તે તેલથી ખાલી ચડે તે જ્ગ્યા પર મસાજ કરવો. આ બંને વસ્તુ તમને સરળતાથી મળી શકે છે. તલનું તેલ ન હોય ત્યારે સરસવનું તેલ ઉપયોગમાં લઈ છે. તમે જે રીતે રોજે બે સમય જમવાનો અને બે સમય નાસ્તો કરવાની આદત છે તેવી રીતે તમારે રોજે ૧૫ થી ૨૦ મિનિટ માટે કસરત કરવાની આદત પણ પાડવી જોઈએ.

આનાથી આપના શરીરને અનેક બીમારીથી બચાવે છે. તેનાથી આ તકલીફ દૂર થશે. કસરતમાં તમારે રોજે અડધો કલાક માટે ચાલવું જોઈએ અથવા તરતા આવડતું હોય તો તમારે અડધો કલાક તરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

તમારી પાસે સરસવનું તેલ ન હોય ત્યારે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તેલ થોડું ગરમ કરીને તેમાં કપૂર ઓગાળવું. ગરમ તેલમાં કપૂર નાખીને હલવાથી તે સારી રીતે ભળી જાય છે. કપૂર ઓગળી જાય પછી તેને એક બોટલમાં ભરી લેવું. શરીરના જે ભાગમાં તમને ખાલી ચડી જતી હોય તે ભાગમાં તમારે આ તેલથી માલીસ કરવી જોઈએ. આ કરવાથી તમને ખાલી ચડશે નહીં.

હાથ પગમાં ખાલી ચડી જાય ત્યારે તમારે શરીરમાં લોહી પરિભ્રમણ સારી રીતે કરવા માટે તમારે દૂધ, હળદર અને મધ ભેળવીને પીવું. આ સિવાય નવશેકા પાણીમાં હળદર ભેળવણી તેનાથી મસાજ કરવો જોઈએ. તમારે હાથ પગમાં ગરમ પાણીનો શેક કરવો જોઈએ. તેનાથી પણ તમને રાહત મળશે. આ શેક તમે થેલીથી કરી શકો છો. આ સિવાય તમે ગરમ પાણીમાં પગ બોડીને બેસવું જોઈએ.

તેના માટે તજના ભૂક્કામાં તમારે મધ ભેળવીને તેનું સેવન કરવાથી પણ તમને આ સમસ્યા માથી રાહત મળશે. આ સિવાય નવશેકા પાણીનો ઉપાય પણ ખૂબ ફાયદાકારક છે. તેના માટે ગરમ પાણીનો હાથ પગમાં નિયમિત રીતે શેક કરવાથી તમને ખાલી ચડશે નહીં. તમારે વધારે મેગ્નેશિયમ વાળો ખોરાક ખાવો જોઈએ. જેમ કે પાલક, કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, કેળાં, લીલા શાકભાજી જેવી વસ્તુઓ વધારે ખાવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *