શું વારંવાર આવતી ઉધરસ થી પરેશાન છો? તો અજમાવી જુઓ આ ઘરગથ્થું ઉપચાર, થશે જડમૂળથી નાબુદ…

Spread the love

મિત્રો, ઉધરસની સમસ્યા એવી છે કે, જે આપણને કોઈપણ ઋતુમા થઇ શકે છે. જ્યારે સુકી ઉધરસ આવે છે ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ચિંતાજનક બાબત છે. સામાન્ય રીતે એકાએક આવતા ઋતુમા પરિવર્તન આપણા મનમા શરદી અને ઉધરસનો ભય ઉત્પન્ન કરે છે. જો કે લોકોને એ ખ્યાલ નથી હોતો કે જ્યારે આ ઋતુમા એકાએક બદલાવ આવે ત્યારે એવા ક્યા ઉપાયો કરવા જોઈએ કે જેના કારણે ઉધરસથી રાહત મળે.

ગરમીના દિવસો દરમિયાન જો આપણે નિરંતર ઠંડુ પાણી પીતા રહીએ તો બાળકોનુ ગળુ ખરાબ થઈ જાય છે, જે લોકો ઉમરલાયક થઇ ચુક્યા છે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે, જેના કારણે તે ઝડપથી આ શરદી અને ઉધરસના ચક્કરમા ફસાઈ જાય છે. જો તમે આ સમસ્યામાંથી રાહત મેળવવા માંગતા હોવ તો આ ઘરેલુ ઉપાયો તમારા માટે ખૂબ જ અગત્યના છે.

 • જો તમે ડુંગળીના રસમા મધ મિક્સ કરી તેનુ સેવન કરો તો ગમે તેવી ઉધરસની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.
 • જો તમે ડુંગળીનો ઉકાળો કરી તેનુ સેવન કરવાથી કફની સમસ્યા દૂર થઈ જાય છે અને ઉધરસની સમસ્યામા રાહત મળે છે.
 • જો તમે લીંબુના રસમા અમુક માત્રામા મધ મિક્સ કરીને તેનુ સેવન કરો છો તો આ સમસ્યામા રાહત મળે છે.
 • આ સિવાય જો રાતે શેકેલા ચણા ખાઈને તેના ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી સુકી ઉધરસની સમસ્યામા રાહત મળે છે.

 • જો તમે અરડૂસીના પાનના રસને મધની સાથે મિકસ કરીને તેનુ સેવન કરો તો આ સમસ્યામા રાહત મળી શકે છે.
 • આ સિવાય મરીનુ ચૂર્ણ, સાકર, ઘી આ બધી વસ્તુઓ એકત્રિત કરીને તેનુ સેવન કરો તો ઉધરસની સમસ્યામા રાહત મળે છે.
 • જો તમે એક ચમચી મધ તથા બે ચમચી આદુનો રસ મિક્સ કરી તેનુ સેવન કરો તો ઉધરસની સમસ્યામા રાહત મળી શકે છે.
 • આ સિવાય જો તમે થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમા મિક્સ કરી તેનુ સેવન કરો તો તમને ઉધરસની સમસ્યામા રાહત મળી શકે છે.

 • આ સિવાય દ્રાક્ષ અને સાકરને મોઢામા રાખી ચૂસવાથી સુકી ઉધરસની સમસ્યા દૂર થાય છે.
 • આ સિવાય લસણને ક્રશ કરી તેની પોટલી તૈયાર કરી ત્યારબાદ તેની વાસ લેવાથી મોટી ઉધરસ તથા કફ બન્નેની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.
 • આ ઉપરાંત લવિંગને મોઢામા રાખી તેને ચૂસવાથી આ સમસ્યામા રાહત મળે છે.
 • આ સિવાય મરીનુ ચૂર્ણ દૂધમા મિક્સ કરીને તેનુ સેવન કરવાથી ઉધરસની સમસ્યામા રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *