શુ વાંકડિયા વાળ ને કરવા છે સીધા? તો આજે જ ઘરે બનાવો આ હેયર માસ્ક, જાણીલો બનાવવા ની રીત..

Spread the love

મિત્રો આપણે બધા સાબુદાણા અને શિંગોડાના લોટ આ બે નામ થી સારી રીતે વાકિફ છીએ. ઉપવાસના દિવસો દરમિયાન આપણે આ વસ્તુ માથી અવનવી ફરાળી વાનગીઓ બનાવીને અવસ્ય ખાધી જ હશે. પણ તમને આના ફાયદાઓ વિશે ખબર છે આ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી છે. સાબુદાણા તમને વધારે સુંદર બનાવે છે. તેની સાથે તમારા વાંકળીયા વાળને ઘરે બેઠા જ સલુનમા ગયા વગર વાળને સિલ્કી અને મુલાયમ બનાવી દેશે. તો તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે નીચે મુજબ જોઇએ.

હેયર માસ્ક બનાવવાની જરૂરી સામગ્રીઓ :

ચાર ચમચી સાબુદાણા, બે ચમચી દહીં, ત્રણ ચમચી કુંવારપાઠુ અને એક લોટો પાણી.

હેયર માસ્ક બનાવવાની રીત :

સૌ પહેલા સાબુદાણાને એક તપેલીમાં શેકી લેવા અને પછી તેને મિક્સરમા દળીને તેનો પાવડર(લોટ) બનાવી લેવો. એક વાસણમા પાણીને ઉકાળવા માટે મુકી દેવું. પાણી ઉકળ્યા બાદ તે પાણીમા શિંગોડાનો લોટ અને સાબુદાણાના પાવડરને નાખીને હલાવવુ અને 5-10 મિનીટ સુધી તેને ઉકળ્વા દેવુ. આ મિશ્રણ ઉકળ્યા બાદ તેને વાસણમા કાઢીને ઠંડુ થવા માટે રાખવુ.

આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી તેમાં દહીં અને કુંવારપાઠાને ભેળવીને સરખી રીતે તેને હલાવી લેવું. આ મિશ્રણને તમારા વાળમા પાથીએ પાથીએ નાખવુ એટલે કે વાળને બે કે તેથી વધારે ભાગ પાડીને સારી રીતે લગાવી લેવું તેને 40 થી 50 મિનીટ સુધી લગાવીને રાખી મુકવુ અને ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવું. આ માસ્ક લગાવતા પહેલા એક વાતનુ ધ્યાન રાખવુ ક માસ્ક લગાવતા પહેલા તમારા વાળ સાફ અને શેમ્પુથી ધોયેલા હોવા જોઇએ.

હેયર માસ્ક લગાવવા થી થતા ફાયદાઓ :

આ માસ્ક લગાવવાથી તમારા વાળને યોગ્ય પોષણ મળે છે. તમારા વાંકળીયા વાળ સીધા, સિલ્કી અને મુલાયામ બની જાશે. ખોળાને લગતી સમસ્યાઓ દુર થાશે. જો તમારા વાળ એકદમ સુકા હશે તો તેને જરૂરીયાત મુજબ નુ પોષણ મળશે અને તમારા વાળને નમી બની રહેશે. જો તમારા વાળ પાટળા, નબળા અને મુળ માથી તુટતા વાળની સમસ્યા દુર થાશે. તમારા વાળ ચમકીલા થાશે અને તે જાડા, લાંબા અને ઝડપથી વધવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *