શું વજનદાર ઈયરીંગ્સ પહેરવાના લીધે કાનના છિદ્રોં મોટા થઇ ગયા છે? તો આજે જ અજમાવી જુઓ આ ઘરેલું ઉપાય અને મેળવો પેહલા જેવા જ નાના અને સુંદર કાન…

Spread the love

અત્યારે ફેશનના જમાનમાં બધા સૌથી સુંદર અને આકર્ષક દેખાવા માંગતા હોય છે. આજના સમયમાં લગ્ન હોય કે કોઈ બીજો પ્રસન્ન હોય ત્યારે છોકરીઓ મોટે સરસ રીતે તૈયાર થવાનું પસંદ કરતી હોય છે. ત્યારે તે કાનમાં મોટા એરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. તે આજના ફેશન ટ્રેન્ડમાં રહેલું છે. ત્યારે છોકરીઓ ખૂબ સુંદર લાગે છે.

તેવી રીતે તમારી સુંદરતામાં એરિંગ્સ વધારો કરે છે, પરંતુ તેની અસર કાનના છિદ્રને વધારે પડે છે. ઘણી મહિલાઓને કાનના છિદ્ર મોટા હોય છે તેના લીધે તે કાનમાં એરિંગ્સ પહેરી શકતી નથી. લાંબા સમય સુધી કાનમાં એરિંગ્સ પહેરવાથી કેટલીક વાર કાનના છિદ્ર એટલા મોટા થઈ જાય છે કે તેનાથી તે ઘણી વાર તે ફાટી પણ જાય છે. તેનાથી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તમને પણ આવી કોઈ તકલીફ હોય ત્યારે આજે આપણે તેના વિષે કેટલીક માહિતી મેળવીએ.

માહિતી મેળવ્યા પછી તમે મોટા કાનના છિદ્રને વીંધાવા માટેની સમસ્યા પણ પરંતુ તમે ગમે ત્યારે તમારા પસંદના મોટા એરિંગ્સ પહેરી શકો છો. તેના વિષે જાણીએ. તમારા કાનના છિદ્ર મોટા થઈ જાય ત્યારે તમારે સૌથી પહેલા કાનની નીચે જે ડોક્ટર ટેપ આવે તેને લગાવવી. આને તમારે એવી રીતે લગાવવી કે તે વહેલી બહાર ન આવી જાય. તે પછી તમારે કાનના છિદ્રમાં ટૂથપેસ્ટ ને સારી રીતે લગાવવી.

તેને એવી રીતે લગાવવું કે તે બહાર ન આવે. તેને એવી જ રીતે રાતભર માટે મૂકી દેવું જોઈએ. તે પછી તેને સવારે સારી રીતે ધોઈ લેવું. તે જ્ગ્યા પર તમને થોડી ખંજવાળ આવશે. તેથી તમે જે જગ્યા પર પેસ્ટ લગાવી હોય ત્યાં તમારે મોઈશ્ચરાઈઝર લગાવવું. તેથી તે જગ્યા સૂકી ન થઈ જાય. આ ઉપાય તમારે થોડા દિવસ સુધી કરતાં રહેવું જ્યાં સુધી તમારા કાનના છિદ્ર નાના થયા ત્યાં સુધી કરવો.

આવી રીતે કાનના છિદ્ર મોટા થવાથી અટકાવી શકો છો :

તમારે મોટા એરિંગ્સ કાનમાં પહેરવા માટે ધ્યાન રખવું કે તેને કાનમાં પહેરતી વખતે તેને કોઈ ચોક્કસ પણે સપોર્ટ લેન છે કે નહીં. તમે જ્યારે કપડાં પહેરો કે કપડાં બદલો ત્યારે તમારે મોટા એરિંગ્સ પહેર્યા હોય તો તેને તમારે કાઢી નાખવા જોઈ અને તેને ફરીથી પહેરી લેવા જોઈએ. તેનાથી કાનમાં ખંજવાળ આવશે નહીં.

ઘણીવાર લગ્નમાં કે કોઈ પ્રસંગમાં મહિલાઓ કાનમાં એરિંગ્સ પહેરે છે અને તેને લાંબા સમય સુધી પહેરી રાખે છે. તેના લીધે વધારે સમય સુધી કાનમાં કટલી રહેલા એરિંગ્સથી કાનના છિદ્ર માં અસર થાય છે. તેનાથી ખેંચાણ ચાલુ થાય છે અને તેના લીધે કાનના છિદ્ર મોટા થઈ જાય છે. તેથી તમારે ધ્યાન રાખવું કે લાંબા સમય સુધી તમારે કાનમાં મોટા એરિંગ્સ ના પહેરા જોઈએ. આનાથી કાનના છિદ્ર નાના જ રહેશે.

તમે તમારા કાનની સર્જરી કરાવી હોય ત્યારે તમારે કાનમાં મોટા એરિંગ્સ એક મહિના માટે ન પહેરવા જોઈએ. તેનાથી સર્જરીની જગ્યા પર ખેંચાણ આવશે અને તેનાથી તમને દુખવો થઈ શકે છે. તેની સાથે તમને ઘણી અગવડતા પણ થઈ શકે છે. તેથી મોટા એરિંગ્સ ન પહેરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *