શું વજન ઘટાડવા માંગો છો? તો આજે જ અજમાવો આ હર્બલ ટી, બીજા અન્ય ફાયદા જાણીને ચોંકી જશો…

Spread the love

મિત્રો, વજનમા વધારો એ એક સર્વસામાન્ય સમસ્યા છે, હાલ લગભગ દર ત્રીજો વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે લોકો અનેકવિધ ઉપાયો અજમાવે છે પરંતુ, તેનાથી કશો જ ફરક નથી પડતો. આજે આ લેખમા અમે તમને એક એવા અસરકારક ઉપાય વિશે જણાવીશુ જે તમારુ વજન નિયંત્રણમા લાવવા માટે મદદરૂપ સાબિત થશે.

એક હર્બલ ઇન્ફ્યુઝ્ડ ચા કે જે તમારુ વજન ઘટાડવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ એક કેફીન મુક્ત હર્બલ ચા છે, જે અનેકવિધ ઘટકોના સંયોજનથી બનાવવામાં આવે છે. આ ચા મા ઉમેરવામા આવતા મુખ્ય ઘટકોમા લીંબુ અને તજ છે, જે તેમના વજન ઘટાડવાના ગુણધર્મો માટે જાણીતા છે. આ સિવાય તેમા સેન્ના એલેક્ઝાન્ડ્રિના અથવા કેસિઆ એંગુસ્ટીફોલીઆ અને માલિના વર્ટીસિલેટા જેવા ગુણતત્વો પણ સમાવિષ્ટ છે. આ બંને પાચન અને વજનના સંચાલન માટે અપવાદરૂપે સારી છે.

આ ચા મા એન્ટિ-ઓક્સિડેન્ટનો ગુણ ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને વધારે પ્રવાહી ફ્લશ કરવા માટે ટ્રિગર કરે છે. તે તમારા શરીરમા રહેલી વધારાની ચરબીને સરળતાથી દૂર કરે છે. નિયમિત આ ચા પીવાથી ચયાપચય વધે છે, જે કેલરી ઘટાડવામા મદદ કરે છે. જેનાથી તમારુ વજન પણ સરળતાથી ઘટી જાય છે. જો તમે આ ચા નુ નિયમિત સેવન કરો છો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

આ સિવાય વજન ઘટાડવા માટેનો સંપૂર્ણ આધાર આ ચા પર ના રાખો. તમારા ભોજન અને જીવનશૈલીમા પરિવર્તન લાવો. નિયમિત વ્યાયામ કરો. આ ચા મા ભરપુર પ્રમાણમા એન્ટી-ઓક્સીડન્ટ સમાવિષ્ટ છે. તેમા જે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓકિસડન્ટ છે, જે તમને બીમારીઓથી સુરક્ષિત રાખવા માટે રક્ષણ આપવામા મદદ કરે છે. તે અનિદ્રા અથવા અગવડતાના ઉપચારમા પણ મદદગાર સાબિત થાય છે કારણકે, તેમા કેફીન નથી. આ ઉપરાંત ફ્લેવોનોઈડ્સ હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે.

આ ચા પાચનની ક્રિયાને પણ પ્રોત્સાહન આપે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. આ ઉપરાંત બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સામાન્ય રીતે આ હર્બલ ચા ને બજારમા “બાલેરિયાન ચા” પણ કેહવામા આવે છે, જે એક આયુર્વેદિક અને ઘરેલુ ઉપચાર સાબિત થાય છે.આમ તો આ ચા ની કોઈ જાતની આડઅસર નથી પરંતુ, જો ભોજન અને વ્યાયામ યોગ્ય પ્રમાણમા કરવામા આવશે નહિ તો તમને કોઈ જ ફરક જણાશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *