શું વાળ તેમજ દાઢીમા વાઈરસ નો જમાવો થઈ શકે છે? શું બહારથી આવ્યા પછી કપડા બદલવા અથવા ન્હાવા ની જરૂર છે? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો

Spread the love

મિત્રો, આ કોરોના વાઈરસની સમસ્યાના કારણે આપણા જીવનમા અનેક પરિવર્તનો આવ્યા છે. હાલ લોકો સ્વચ્છતા અને સામાજીક વ્યવહાર પર વધુ ધ્યાન આપતાથયા છે. આ વાઈરસની જો કોઈ સૌથી ગંભીર બાબત છે, તેના ફેલાવવાની પધ્ધતિ. કોરોના એ ચેપી બીમારી છે. છીંક અને ઉધરસ દ્વારા તે કોઈ સંક્રમિત વ્યક્તિથી અન્ય સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી શકે છે. આ સિવાય આ વાઈરસના કણો નીચે જમીનની સપાટી પર પહોંચીને પણ બીમારી ફેલાવી શકે છે. આવા અનેક પ્રશ્નો છે, જેના વિશે નિષ્ણાંતોના શુ મત છે તે જાણીએ.

શુ આપણે બહાર થી ઘરે આવીએ એટલે કપડા બદલવાની કે નહાવાની આવશ્યકતા ખરી?

આ પ્રશ્ન નો ઉત્તર છે ના. જો, તમે સોશીયલ ડિસ્ટન્સિંગ નુ યોગ્ય પાલન કરો છો તો તમારે ઘરે પહોંચીને કપડા બદલવાની કે નહાવાની આવશ્યકતા નથી. પરંતુ, હા બહાર થી ઘરે આવીને તમારે વારંવાર હાથ ધોવા આવશ્યક છે. એ સાચુ છે કે છીંક અને ઉધરસ દ્વારા વાઈરસના કણો કોઈપણ સપાટી સુધી પહોંચી શકે છે પરંતુ, તમારા કપડા સુધી પહોંચવાની શક્યતા ખૂબ જ જૂજ હોય છે.

એક સંશોધનમા જણાવ્યા મુજબ વાઈરસના કણો ૧/૨ કલાક સુધી હવામા રહી શકે છે. વર્જિનિયા ટેકમા એરોસોલ સાયન્ટિસ્ટ લિંસે માર ના મત મુજબ, આ કણ હવામા તરી શકે છે પરંતુ, એરોડાયનેમિક્સ ના કારણે તે તમારા કપડા પર જમા ચોંટી શકતા નથી.

આપણા કપડા પર આ વાઈરસના કણો કેમ નથી ચોંટતા :

દાક્તર મારે એ તેનુ ઉદાહરણ સ્પષ્ટ કરતા સમજાવ્યુ કે, આ કણો આપણી આજુબાજુ હવાના પ્રવાહ સાથે સ્થિત રહે છે. કારણકે, આપણે તેના કરતા ધીમે-ધીમે ચાલીએ છીએ. જેમકે, એક કારની સ્પીડ ધીમી હોય તો તેની આસપાસ ધૂળ ઉડે છે પરંતુ, જો તમે ગાડીની સ્પીડમા વધારો કરો છો તો તે ગાડીના કાચ સાથે ટકરાવવા લાગે છે. દાક્તર મારના મત મુજબ, આપણે ચાલીએ છીએ તે સમયે હવાને ધક્કો મારીએ છીએ અને તેની સાથે આ કણો પણ આગળ જતા રહે છે.

શુ વાળ અને દાઢીમા આ વાઈરસ ના કણ ચોંટેલા રહી શકે છે :

બાળરોગના સંક્રમણ બીમારીના પ્રશિક્ષક દાક્તર એન્ડ્રયૂ જેનોસ્કીના જણાવ્યા મુજબ, સૌથી પહેલા તો તમારે આ સંક્રમણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિચારવુ પડશે. જો કોઈ વ્યક્તિ એ તમારા માથાના પાછળની તરફ છીંક ખાધી છે તો વાઈરસના કણો વધુ પ્રમાણમા હોવા જોઈએ. ત્યારબાદ તમારે વાળના તે ભાગને સ્પર્શ કરવો પડશે.

ત્યારબાદ તમારા મોઢાને અને શરીરના અન્ય અંગો ને સ્પર્શ કરો. દાક્તર જેનોસ્કીના મત મુજબ, સંક્રમણ નો ફેલાવો થવા માટે આટલી બધી વસ્તુઓનુ એક લાઈનમા હોવું આવશ્યક છે. એટલા માટે આ પ્રકારે વાઈરસના ફેલાવવાની સંભાવના ઘટી જાય છે. જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનુ યોગ્ય રીતે પાલન કરો છો તો તમારે આ અંગે ચિંતા કરવાની કોઈ જ આવશ્યકતા નથી.

શુ કપડા ધોવા માટે કોઈ વિશેષ સાવચેતી રાખવી આવશ્યક છે :

હા, કપડા ધોવાના સમયે અમુક વિશેષ સાવચેતી રાખવી આવશ્યક છે પરંતુ, તે એ વાત પર આધારિત છે કે તમે કોઈ સામાન્ય વ્યક્તિના કપડા ધોઈ રહ્યા છો કે બીમાર વ્યક્તિના. કોરોનાવાઈરસની પાસે એક જાડી પટલ હોય છે જે સાબુના ઝપેટમા આવી જાય છે. કપડાંને સામાન્ય રીતે ધોવા અને સૂકવાવાની પ્રક્રિયા વાઈરસને દૂર કરવા માટે સંપૂર્ણ છે.

સી.ડી.સી. ના મત મુજબ, જો કોઈ વ્યક્તિ દર્દીના કપડા ધોઈ રહ્યુ છે તો તેમણે કપડા ધોતા પહેલા મોજા અવશ્યપણે પહેરવા જોઈએ. એ વાતની વિશેષ કાળજી રાખવી કે દર્દીના કપડા અને પથારીને ક્યારેય ઝાપટવા નહી. કપડા ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો અને તેને સંપૂર્ણપણે સૂકવવા દો. તમે દર્દીના કપડાને બીજા કપડાની સાથે મૂકી શકો છો. ડોક્ટર મારના મત મુજબ, આ પ્રકારના વાઈરસ બીજી સપાટીની સરખામણીએ કપડા પર જલ્દીથી નષ્ટ થઈ જાય છે.

આ વાઈરસ સપાટી પર કેટલા સમય સુધી રહે છે :

“ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન” મા માર્ચમા રજૂ કરવામા આવેલ સંશોધનમા જણાવ્યા મુજબ, આ વાઈરસ મેટલ અને પ્લાસ્ટિક પર ૩ દિવસ સુધી અને કાર્ડબોર્ડ પર ૨૪ કલાક સુધી રહી શકે છે.

શુ પત્ર, ન્યુઝેપર અને વસ્તુથી પણ કોઈ જોખમ છે?

આ રીતે વાઈરસ ફેલાવવાનુ જોખમ નહિવત પ્રમાણમા છે. હજુ સુધી તો આવો કોઈ કેસ આપણી સામે આવ્યો નથી, જેનાથી ખ્યાલ આવે કે પેકેટ ખોલવા અથવા ન્યુઝપેપર ના કારણે કોઈ વ્યક્તિ બીમાર થયુ હોય. તેમછતા તમારે સાવચેતી રાખવી આવશ્યક છે. જો તમને આ બાબતને લઈને કોઈપણ પ્રકારની મુંઝવણ હોય તો ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ સ્ટડીની સહાયતા લઈ શકો.

શુ બહારથી ઘરે આવ્યા બાદ બુટ-ચંપલને કાઢીને સાફ કરવાની આવશ્યકતા છે :

બુટ-ચંપલ પર બેક્ટેરિયા અને વાઈરસ હોય શકે છે પરંતુ, તેને સંક્રમણનુ કારણ માનવામા આવતુ નથી. વર્તમાન સમયમા ચીનમા સ્વાસ્થ્યકર્મીઓ પર કરવામા આવેલ સંશોધનમા જણાવ્યા મુજબ લગભગ ૫૦ ટકા લોકોના બુટ-ચંપલ પર કોરોનાવાઈરસ જોવા મળ્યો. જો તમારા બુટ-ચંપલ ધોવા લાયક હોય તો તેને ધોવા. બુટ-ચંપલને હાથ વડે સાફ કરશો નહી કારણકે, તેનાથી વાઈરસ સીધો તમારા હાથ ના સંપર્કમા આવી શકે છે. દાક્તર જેનોસ્કીના જણાવ્યા મુજબ, બુટ-ચંપલ દ્વારા કોરોનાવાઈરસ સંક્રમણ થવાની ચિંતા કરવાની આવશ્યકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *