શું વાળ ખરવાની તકલીફથી રહો છો પરેશાન? તો આજે જાણીલો ડુંગળી ના અમુક ઉપાયો, વાળ ખરતા અટકશે અને બનશે મજબુત, જાણો તમે પણ…

Spread the love

આજકાલ મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે તેમના વાળ વધારે ખરે છે. તેના માટે લોકોના આહાર પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે લોકોના વ્યસ્ત જીવનમાં તેમણે પૌષ્ટિક આહાર બનાવાવ માટે સમય ન મળવાથી તે બજારનું ફાસ્ટફૂડ પર આધાર રાખે છે. તેનાથી શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે અને વાળ નબડા પડીને ખારવા લાગે છે. વાળ નાડા પાડવાનું કારણ શરીરમાં પોષક તત્વોના અભાવને લીધે પણ થાય છે. તેનાથી વાળ વહેલા તૂટી જાય છે.

ઘણા લોકો વધારે કોસ્મેટિક્સ વસ્તુનો ઉપયોગ કરવાથી વાળને નુકશાન થાય છે તેનાથી પણ વાળ ખારવા લાગે છે. અત્યારના વ્યસ્ત જીવનમાં તણાવ વધારે હોવાથી પણ વાળને નુકશાન થાય છે. પહેલાના સમયમાં પૌષ્ટિક આહાર લેવાથી વૃદ્ધાવસ્થા દરમિયાન પણ વાળ મજબૂત રહેતા હતા.

અત્યારે બાળકોને પણ આ તકલીફ થઈ રહી છે. આ સમસ્યા થવામાં પ્રદૂષણ પણ મોટાપાયે જવાબદાર છે. આજના સમયમાં પાણીથી લઈને હવા સુધી બધે જ પ્રદૂષણ રહેલું છે. તેથી આવા પાણીનો વપરાશ વાળ ધોવામાં કરીએ ત્યારે તેનાથી વાળને જરૂર નુકશાન થાય છે અને તે ખારવા લાગે છે.

ઘણા લોકો વાળ ખરતા જોઈને અનેક પ્રકારના પ્રસાધનોનો ઉપયોગ કરવા લાગે છે. તેનાથી વાળ વધારે નબડા પડે છે. તેનાથી પહેલા કરતાં વધારે વાળ તૂટે છે. આજે આપણે એવા એક ઘરેલુ ઉપાય વિષે જાણીએ કે તેનાથી તમારા વાળ મજબૂત બનશે અને વાળ ખરશે નહીં. તેનાથી કરવાથી તમારા વાળને કોઈ નુકશાન નહીં થાય.

ડુંગરીના રસના ઉપયોગથી વાળ નવા આવી શકે છે :

આ સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે વાળ ખારવા માટે. તેનાથી વાળ વધારે મજબૂત બને છે અને તેને ખરતા અટકાવે છે. તેમાં સલ્ફર રહેવાથી વાળને મજબૂત બનાવે છે. તેનાથી તમારા ખરેલા વાળની જગ્યાએ નવા વાળને લાવી શકે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાથી તે વાળના મૂળને વધારે મજબૂત બનાવે છે. તેનાથી વાળને તૂટતાં રોકે છે.

જે લોકોને વાળ વધતાં ન હોય તેના માટે પણ આ લાભદાયી છે. એક અભ્યાસ પ્રમાણે આ તમારા વાળને કુદરતી રીતે ફાયદો કરે છે. તે વાળને લગતી બધી સમસ્યાથી બચાવે છે. તે નવા વાળ લાગવામાં અને વાળને વધારવામાં ખૂબ મદદ કરે છે.

તેના માટે તમારે એક ડુંગરી લઇ તેની પેસ્ટ બનાવી તેમાથી રસ કાઢી લેવો અને તેને તમારે વાળમા લગાવો. ૪૦ મિનિટ પછી તમારે હલકા શેમ્પુથી તમારા વાળને ધોઈ લેવા. આ ઉપાય તમારે અઠવાડિયામા બે વાર કરવો જોઈએ તેનાથી તમારા વાળને અનેક પ્રકારના લાભ થાય છે. તેનાથી તમારી વાળને લગતી બધી સમસ્યા દૂર થઈ જશે અને વાળનો વિકાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *