શું તમને ખ્યાલ છે ઉનાળામા અસહ્ય ગરમીથી તેમજ લુ થી બચવાનો આ છે સૌથી જબરદસ્ત ઉપચાર, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીને લીધે આપણે બહાર જઈ શકતા નથી. વધારે તાપમાનને લીધે આપણું ઘરની બહાર જવું મુશ્કેલ બની જાય છે. બોપરના સમયે ખુબ ગરમ પવન હોય છે. તે ગરમ પવનને હિટ સ્ટ્રોક કહે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેજ લોકો આ પવનનો સામનો કરી શકે છે. બીજા લોકો તેના સપર્કમાં આવતા જ તે બીમાર પડી જાય છે. આપણા દેશમાં દર વર્ષે ઘણા લોકોને આ હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. આ ગરમ પવન આપણા શરીરના તાપમાનમાં વધારો કરે છે, અને તેને લીધે આપણને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે.

લાંબા સમય સુધી તડકામાં રહેવાથી પાણીની તરસ વધુ લાગે છે. વધુ ગરમી થવાને કારણે શરદી, ઉધરસ અને તાવ આવવાની સમસ્યા ઉત્પન થાય છે. વધુ ગરમીને કારણે વૃધો અને બાળકો સનસ્ટ્રોકનો શિકાર બને છે. આ ઉનાળામાં હીટ સ્ટ્રોકને દુર કરવા માટે તમારા આહારમાં તમારે કાળજી લેવી. ઉનાળામાં, તરબૂચ, દ્રાક્ષ, કેરી અથવા રસદાર જેવા ફળો વધુ ખાવાથી સનસ્ટ્રોકથી આપણને બચાવે છે. સનસ્ટ્રોકથી બચવા માટે કાચી કેરીનો રસ અને છાસ પીવાથી પણ ફાયદો થાય છે. તે આપણા શરીરની ગરમીને દુર કરે છે, અને આપણને ગરમીથી પણ બચાવે છે.

જો તમને સવારે ચા પીવાની ટેવ હોય તો તેને ટાળવી. તેની બદલે જ્યુસ પણ પી શકાય છે. ઉનાળામાં તરબૂચનો રસ પીવાથી પણ સારો ફાયદો થાય છે. ઉનાળાની ઋતુમાં ગરમીને લીધે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક ખનિજોની માત્રમાં ઉણપ જોવા મળે છે. આવી સ્થિતિમાં સફરજનનું સેવન કરવાથી ખોવાયેલા ખનીજો પાછા મળે છે. અને આપણા શરીરનું સંતુલન જળવાય રહે છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી સફરજનનું વિનેગર મિક્સ કરી દિવસમાં બે વાર પીવાથી ફાયદો થાય છે.

એલોવેરાના રસને સવારે ખાલી પેટે પીવાથી શરીરમાં રહેલું ઝેર દુર થાય છે, અને તે શરીરને ઉર્જા આપે છે. તેનું સેવન કરવાથી પાણીની અછતને પણ દુર કરે છે. લીબું શિકંજી પીવાથી તે આપણા શરીરના એનર્જી લેવલમાં વધરો કરે છે, અને ગરમીથી પણ બચાવે છે. ફુદીનાનું પાણી પણ ખુબ ફાયદાકારક છે. તેનું પાણી બનવવા માટે આઠ થી દસ ફુદીનાને પાણીમાં પલાળવા. તે સારી રીતે તેમાં પલળી જાય ત્યાર પછી તેનું પાણી તરસ લાગે ત્યારે પીવાથી ગરમીમાં લુ ઓછી લાગે છે.

જયારે ઉનાળામાં વધારે તરસ લાગે ત્યારે સાદું પાણી પીવાને બદલે ધાણાનું પાણી પીવું જોઈએ. આ પાણી બનાવવા માટે ઘણાને પાણીમાં પલાળી રાખવા ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરી તે પાણીમાં ખાંડ મિક્સ કરી પીવાથી ગરમીમાં રાહત અનુભવશો. સાંજે કાળી દ્રાક્ષને પલાળીને સવારે તે દ્રાક્ષને ચાવીને ખાવાથી તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, અને તેની સાથે મોઢામાં ચાંદા પડતા હોય તો તેમાં પણ ફાયદો થાય છે. ઉનાળામાં લુ થી બચવા માટે ડુંગળીનો રસ પણ ઉપયોગી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *