શું તમને ખ્યાલ છે થોડા સમય સુધી જો પીવામાં આવે આ વસ્તુ, તો દુર થઇ જાય છે ઘણી બીમારીઓ, નહી લેવી કોઇપણ પ્રકારની દવા, જાણો તેના આવા આયુર્વેદિક ગુણધર્મો વિશે…

Spread the love

આપણી આજુબાજુ કેટલીક એવી  દવાઓ છે, જે આપણા શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે  ઉપયોગી સાબિત થાય છે. તેવી એક ઔષધિ છે તે અર્જુનનો છોડ. તે આપણને ખૂબ ઓછી જગ્યાએ જોવા મળતી ઔષધિ છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે તેનાથી અનેક રોગો દૂર કરી શકાય છે. તેમાં અનેક ગુણધર્મ રહેલા હોય છે. તેની છાલનો ઉપયોગ અનેક રોગો દૂર કરવામાં માટે થાય છે.

અર્જુનની છાલમાંથી ઉકાળો કેવી રીતે બનાવવો:

અર્જુનની છાલના ટુકડાઓને લઈને તેમાં થોડો તજનો પાવડર મિક્સ કરીને તેને ગરમ પાણીમાં ઉકાળવું જોઈએ. તે પાણીને ખૂબ ઉકાળવું ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું જોઈએ. નિયમિત તેને ખાલી પેટે પીવું જોઈએ. તેથી શરીરના અનેક રોગો સામે બચી શકાય છે.

તેની છાલના ફાયદાઑ :

હૃદયરોગથી બચી શકાય:

અર્જુનની છાલમાંથી બનેલો ઉકાળો શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા અનેક તત્વો મોટા પ્રમાણમા રહેલા હોય છે. તેનાથી હદયની અનેક સમસ્યાઑ દૂર થાય છે. નિયમિત તેને ખાલી પેટે પીવાથી હદયને ખૂબ ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

ડાયાબિટીસ દૂર કરી શકાય:

અર્જુનની છાલનો ઉકાળો પીવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓ દૂર કરી શકાય છે. તેનાથી શરીરમાં શુગરને નિયંત્રિત રાખી શકાય છે. નિયમિત તેનું સેવન કરવાથી આવી અનેક બીમારીઓ સામે બચી શકાય છે. તે આ રોગ સામે દવાથી પણ વિશેષ કામ કરવામાં તે ખૂબ ઉપયોગી છે.

પેટના રોગો દૂર કરવા માટે ઉપયોગી:

અર્જુનની છાલ પેટના અનેક રોગો દૂર કરવા માટે ઉપયોગી છે. તેમાં ખૂબ પ્રમાણમા ફાઈબર રહેલું હોય છે. તેથી શરીરની પાચન ક્રિયા મજબૂત બને છે. ગેસની તકલીફ, અપચો, કબજિયાત ,એસિડિટી જેવી અનેક બીમારીઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. નિયમિત તેનું સેવન કરવાથી અનેક રોગો સામે બચી શકાય છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી:

આજના લોકોને વજન વધવાની સમસ્યા ખૂબ વધતી જાય છે. ત્યારે કેટલાક લોકો ખૂબ મુશ્કેલીઓમાં હોય છે કે વજન કેવી રીતે ઘટાડવું જોઈએ. તેના માટે અર્જુનની છાલનો ઉકાળો પીવો ખૂબ જરૂરી છે. તેનાથી શરીરનું વજન નિયંત્રિત કરી શકાય છે. તેનાથી શરીરમાં રહેલું મેટાબોલીઝ્મ મજબૂત બની શકે છે. તેથી શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.

આંખોનું તેજ વધારે:

અર્જુનની છાલનો ઉકાળો નિયમિત પીવાથી આંખોની અનેક સમસ્યાઓ દૂર થાય છે. તેના સેવનથી આંખોનું તેજ વધી શકે છે. કેટલાક લોકોને નંબર હોય તો તેના માટે આ ઉકાળો પીવાથી તે નંબર દૂર કરી શકાય છે. કેટલાક વૃદ્ધ લોકોને મોતિયો થાય છે. તેને દૂર કરવા માટે આ ઉકાળો ખૂબ ઉપયોગી બને છે.

લોહી ની ઉણપ દૂર કરવા માટે :

શરીરમાં લોહી પૂરતું મળી રહે અને લોહીને શુદ્ધ રાખવા માટે અર્જુનની છાલનો ઉકાળો ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરમાં રહેલું અશુદ્ધ લોહી દૂર થાય છે. તેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે. તેના સેવનથી લોહી પાતળું રહે છે અને કોઈ નસમાં લોહી જામતું નથી. તેનાથી શરીરના કોલેસ્ટ્રોલ અને વધારે બ્લડપ્રેશરને દૂર કરી શકાય છે.

નબળાઇ દૂર કરવા માટે ઉપયોગી:

શરીરની નબળાઈ દૂર કરવા માટે તેનો ઉકાળો પીવો ખૂબ જરૂરી છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે તે ખૂબ ઉપયોગી છે. શરીરમાં કોઈ રોગો થતાં નથી. તેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

નીંદર ન આવતી હોય તેના માટે ઉપયોગી :

કેટલાક લોકોને રાત્રે વારંવાર ઊંઘ ઊડી જતી હોય છે. તે એક આપણી બીમારી કહી શકાય છે. તેનાથી દૂર રહેવા માટે તેની છાલનો ઉકાળો પીવો જોઈએ. તેનાથી મનની શાંતિ રહે છે. તેનું નિયમિત સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *