શું તમને ખ્યાલ છે ટી.બી., એસીડીટી, લુ લાગવી, ઝાડા, ફેફસાથી લગતી સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી છે આ ફળ, ઉનાળામાં જરૂરથી કરો તેના જ્યુસનુ સેવન…

Spread the love

કોક્મમાં વિટામીન અને ખનીજ પદાર્થો ભરપુર પ્રમાણમાં હોય છે. કોકમ એક ફળ છે, જેનું સેવન કરવાથી આપણા શરીરને જરૂરી તત્વોની ઉણપને તે દુર કરે છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કોકમનું સેવન જરૂર કરવું. કોક્મમાં વિટામીન સી રહેલું છે. કોકમ એક એવું ફળ છે જેમાં મૈંગાસ્ટીન પ્રજાતિનના છોડની સાથે જોડાયેલું છે. આ ફળ બધી જગ્યાએ આસાનીથી મળી જાય છે. તેનો ઉપયોગ શાક, દાળ બનાવવા માટે પણ થાય છે. આ પાકેલા ફળનું ઉનાળામાં સરબત પીવાથી શરીરમાં ઠંડક મળે છે. કોકમનો ઉપયોગ આર્યુવેદમાં પણ કરવામાં આવે છે. તેના આર્યુવેદીક ઘણા ફાયદા છે.

કોકમના આર્યુવેદિક ફાયદા

કોકમનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીને તે દુર કરે છે. ખાસ કરીને ઉનાળામાં તેનું સરબત પીવાથી વધારે ફાયદાઓ થાય છે.આજે અમે તમને તેના ઘણા આર્યુવેદિક ફાયદાઓ વિષે વાત કરશું. જે તમારી બધી બીમારી માંથી તમને છુટકારો આપશે.

વજનમાં ધટાડો કરે

કોકમનો ઉપયોગ વજનને ઓછુ કરવા માટે થાય છે. એક લિટર પાણીમાં ચારસો ગ્રામ જેટલા કોકમના ફળને લઈ તેને ઉકાળવા. તેમાં ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી તેને ઉકાળવું. ત્યાર બાદ તેને એક ગ્લાસમાં ગાળી લેવું. ત્યાર બાદ તેને કોઈ ઠંડી જગ્યા પર રાખી દેવું. નિયમિત સો ગ્રામ જેટલો ઉકાળો સવારે ખાલી પેટે પીવાથી એક મહિનામાં વજન ઓછો થાય છે.

ઝાડા

કોકમ, દાડમના દાણા, હિંગ, વિડનમક, પંચમૂળ, બીલી, જીરું, ધાણા, લીંડી પીપર વગેરે આ બધી વસ્તુને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવું. આ ચૂર્ણનું સેવન કરવાથી ભૂખ લાગે છે. તેનું સેવન કરવાથી પાચન વધે છે. જે વ્યક્તિને કબજીયાતની સમસ્યા રહેતી હોય તેણે ૭૫૦ ગ્રામ કોકમના ફળ, ૩૦૦ ગ્રામ સાકર તથા પાંત્રીસ ગ્રામ જીરું મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ પીવાથી આ સમસ્યા દુર થાય છે, અને ઝાડામાં ફાયદો થાય છે.

મરડો

જેને મરડો થયો હોય તેણે કોકમના ફળ પાંચ થી દસ ગ્રામ ખાવો જોઈએ. કોકમના બીજમાં પાંચ મિલી કોકમ તેલને બસો ગ્રામ દુધમાં મિક્સ કરી પીવાથી મરડો અને લોહી નીકળતા બંધ થાય છે.

ખરાબ પીણા પીવાથી થતા રોગો

જે લોકો દારૂ પીતા હોય તેને ધણા રોગો તેમના શરીરમાં થાય છે. તે વ્યક્તિને અનિદ્રા, ભૂખ અને તરસની ઉણપ જોવા મળે છે. તેવામાં તે વ્યક્તિને જંગલી બોર, દાડમ, કોકમ, તથા ચુકા આ બધી વસ્તુ મિક્ષ કરી તેનો લેપ બનાવીને મોઢાની અંદર રાખવાથી દારૂથી લગતી તરસ દુર થાય છે.

લુ લાગવી

ગરમીની ઋતુમાં કોકમનું સરબત બનાવીને પીવાથી તડકો લાગતો નથી. તે સૂર્યના કિરણોથી પણ તમને બચાવે છે. તેનું સરબત બનવવા માટે ખાંડ, ઠંડું પાણી, થોડું જીરું અને સિંધવ મીઠું મિક્સ કરી બનાવામાં આવે છે.

મગજની શક્તિ

કોકમનું સેવન કરવાથી તે ન્યુરોનલ વિકાસની ક્રિયાને સારી રાખે છે. તેનાથી આપણા મગજમાં સારા વિચારો આવે છે. તે મગજમાં કોઈ નુકસાન થવા દેતું નથી. કોકમનું ફળ આપણા મગજની શક્તિને વધારે છે. તે સ્ટ્રેસને પણ દુર કરે છે. તેની અંદર એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ આ બંને ગુણો રહેલા છે.

એસીડીટી

કોકમના પાકા ફળનું સરબત પીવાથી એસિડીટીની સમસ્યા દુર થાય છે. કોકમને વાટીને તેમાં ખાંડ મિક્સ કરી પીવાથી એસિડીટીમાં ફાયદો થાય છે. તે તરસ અને નિદ્રા ન આવતી હોય તે સમસ્યાને પણ દુર કરે છે. એસિડીટી મટાડવા માટે આ ફળ ખુબ ઉપયોગી છે. ફાટેલા હોઠો પર આ ફળ લગાવાથી ફાયદો થાય છે. કોકમ હોઠના સુકાપણા ને દુર કરે છે. તે હોઠને મુલાયમ બનાવે છે. કોકમનું સેવન તણાવ દુર કરવા માટે પણ થાય છે. તે પાચનક્રિયાને પણ સારી બનાવે છે. તેની અંદર એન્ટી કેન્સલના ગુણો હોવાથી તે કેન્સલને થતું રોકે છે. તે લીવર માટે પણ ફાયદાકારી છે.

કોકમનું સરબત બનાવવાની વસ્તુ

કોકમનું સરબત બનાવવા માટે 150 ગ્રામ કોકમ, બે કપ ગરમ પાણી, બે કપ સાકર, એક ચમચી શેકેલું જીરુંનો પાવડર, જરૂરિયાત પ્રમાણે કાળું મીઠું તેમજ મીઠું, અડધા કરતા પણ ઓછી ચમચી કાળા મરીનો પાવડર તેમજ એક ચમચી સામાન્ય પાણી.તે ઉપરાંત સાત તુલસીના પાંદડા, પાંચ ફુદીનાના પાંદડા, બે ચમચી તકમરિયા અને જરૂર મુજબ લીબું.

તેનું સરબત બનાવાની રીત

તેનું સરબત બનાવવા માટે કોકમને બે કપ ગરમ પાણીમાં પલાળી દેવા. ત્યારબાદ તેને ત્રણથી ચાર કલાક સુધી રાખી દો. એક ગ્લાસમાં પાણી લઈ તેમાં બે ચમચી જેટલા તકમરિયા પલાળી દેવા. ત્યાર પછી કોકમને કુકરમાં પકાવી લેવા. તે પાકી જાય પછી તેને મિક્સરમાં નાખી ક્રશ કરવા. ત્યારબાદ તેને એક કડાઈમાં નાખી ધીમા ગેસે પકવવા.

ત્યારે તેમાં બે કપ સાકર અને એક ચમચી પાણી નાખી તેને મિક્સ કરવું. તે ઘાટું થાય ત્યાં સુધી તેને પકવવા દેવું. તેની અંદર એક ચમચી સેકેલું જીરું અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરવું. તેમાં કાળા મરીનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરવું. ત્યાર પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લો. ત્યારબાદ ઠંડું થાય પછી તેને ફ્રીજમાં મૂકી દેવું. જ્યારે પણ સરબત પીવું હોય ત્યારે તેમાં થોડું પાણી અને આ સિરપને બે થી ત્રણ ચમચી જેટલું નાખવું, તેમજ તેમાં લીંબુ અને તકમરિયા મિક્સ કરી એ સરબત પી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *