શું તમને ખ્યાલ છે સપ્તાહમા એક વખત આ નુ સેવન દુર કરે છે પિત્ત, વાયુ તેમજ કફથી લગતી બીમારીઓ, જાણો તમે પણ…

Spread the love

પરવળ નો આકાર અને દેખાવ ધીલોડા જેવો જ હોય છે. બીજા ફળો કરતા આ પરવળનું શાક મહત્વનું છે. તે આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં જેવા પ્રદેશમાં વધુ જોવા મળે છે. અત્યારે ગુજરાતના પણ તેનું વાવેતર જોવા મળે છે. પરવળ એક પ્રકારની શાકભાજી છે. પરવળના વેલા જમીન પર ફેલાતા હોય છે. પદ્ધતિસરની ખેતીમાં ઉગાડાતાં પરવળ માટે હાલમાં દ્રાક્ષના વેલાની જેમ માંડવો બનાવી વેલા ઉપર તેને ફેલાવવામાં આવે છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે.

પરવળ બે જાતના હોય છે, મીઠા અને કડવા બંને જાતના પરવળ જોવા મળે છે. તે આપણા શરીરમાં ઘણા રોગને દુર કરવામાં ઉપયોગી બને છે. તે પિત્તજ્વર, જીર્ણજવર, કમળો, સોજો અને ઉંદર જેવા રોગમાં તે અતિ વર્ધક તેમજ બળવર્ધક અને કામવર્ધક છે. તેનું શાક બનાવીને ખાવાથી પાચન શક્તિમાં વધારો થાય છે. તેમજ તેનું સેવન કરવાથી ઉધરસ, તાવ અને લોહીના વિકારને દુર કરે છે. બીમાર વ્યક્તિ માટે તે ખુબ ઉપયોગી છે. તેનું શાક ઘીમાં બનાવીને ખાવાથી તેમાં પોષ્ટિક વધુ મળે છે. સો ગ્રામ જેટલા પરવળની છાલમાં ચોવીસ કેલેરી હોય છે.

તેની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. તે આર્યુવેદ પ્રમાણે આપણી ત્વચા ના રોગ અને કબજિયાતની સમસ્યાને પણ દુર કરે છે. તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે, જે પાચન ક્રિયાને સારી કરીને પાચન તંત્ર મજબૂત બનાવે છે. આર્યુવેદ અનુસાર, ગેસની સમસ્યા થવા પર પરવળનુ સેવન કરવા માટે કહેવામાં આવે છે.

પરવળમાં એન્ટી ઓક્સીડન્ટ્સ, વિટામિન એ અને સી હોય છે, જે ફ્રી રેડિકલના પરમાણુઓને નિયમન કરે છે અને મોઢા પરની કરચલીઓને ઘટાડે છે. પરવળના સેવનથી પેટના જંતુઓ મરી જાય છે. જ્યારે બાળકોના પેટમાં જંતુઓ હોય છે, ત્યારે તેઓ ભૂખ્યા રહેવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં તેમને પરવળ ખવડાવવાનો પ્રયત્ન કરો. પરવળ ખાવાથી બાળકો ફરીથી ભૂખ લાગે છે, પેટના કીડા મરી જાય છે. જો બાળકોને શાકભાજીની જેમ પરવળ ખાવાનું ગમતું નથી તો પછી તમે તેમને ડેઝર્ટ તરીકે ખવડાવવાનું પણ શરૂ કરી શકો છો. તે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.

પરવળમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને ફાઈબર પણ ભરપુર હોય છે. આ સ્થિતિમાં જો તમે નિયમિત પરવળ લેશો તો તે તમારું વજન વધશે નહીં. તે તમારું પેટ પણ ભરેલું રાખે છે, જેથી તમને જલ્દી ભૂખ ન લાગે છે, અને વજનમાં ઘટાડો થવા લાગે છે.

કડવા પરવળ અને જવનો ઉકાળામાં મધ નાખીને પીવાથી તે તીવ્ર પિત્તજ્વર, તૃષા અને દાહને જેવા રોગને દુર કરે છે. તેના મૂળ નું પાણી સાકર સાથે પીવાથી પિત જવરમાં ફાયદો થાય છે. જેને કૃમિની સમસ્યા રહેતી હોય તેને કડવા પરવળના પાન એક તોલા, અને ધાણા એક તોલા આ બંને વસ્તુને એક થી બે ગ્લાસ પાણીમાં સાંજે પલાળીને, સવારે તેમાં મધ મિક્સ કરી પીવાથી કૃમિ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *