શું તમને ખ્યાલ છે પિત્ત તેમજ વાયુ થી લગતી ૫૦ થી પણ વધુ બીમારીઓનો કાળ છે આ આયુર્વેદિક ચૂરણ, જાણો તમે પણ…

Spread the love

આ ઔષધી બધા રોગને દુર કરે છે. શતાવરી એક ઔષધીય વનસ્પતિ છે તેનો ઉપયોગ આયુર્વેદમાં દવા બનાવવા માટે પણ થાય છે. આ છોડ ભારતમાં ઉનાળાની ઋતુમાં શાકભાજી તરીકે પણ ઉપયોગ થાય છે. તેમાં ખુબ ઓછા પ્રમાણમાં કેલેરી હોવાથી તે વજન ધટાડવામાં ઉપયોગી બને છે અને તે આપણા શરીર માટે ખુબ ફાયદાકારક વનસ્પતિ છે. આ વનસ્પતિની બહુ ઓછા લોકોને ખબર હોય છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી થતા ફાયદા વિષે આજે આપણે જાણીશું.

જો તમને પેશાબની કોઈ સમસ્યા હોય તો તેના લીલા મૂળને ખાંડી તેનો રસ ૧૦ ગ્રામ કાઢી તેમાં દૂધ નાખી પીવાથી આ સમસ્યા દુર થશે. જે લોકોને ઊંધ ન આવતી હોય તેવા લોકોએ દુધમાં ૨-૪ ગ્રામ તેનો પાઉડર મિક્સ કરી પીવાથી ઊંધ આવવા લાગશે. તેનો પાઉડર અનિદ્રા માટે ખુબ ફાયદાકારક છે. પેશાબમાં બળતરા થતા હોય લીલી શતાવરીના રસમાં દૂધ અને સાકર મિક્સ કરી પીવાથી રાહત મળે છે. જે લોકોને પથરી થઈ હોય તેને પણ તેનો રસ પીવો જોઈએ. આ રસનું સેવન દિવસમાં બે વખત કરવાથી અઠવાડિયામાં પથરી બહાર નીકળી જશે.

જે લોકોના શરીરમાં નબળાઈ હોય તે લોકોએ ધી મા તેને મિક્સ કરી તેનાથી શરીરની માલીસ કરવી આવું કરવાથી શરીર તાકાતવર બનશે અને શરીરની નબળાઈ દુર કરવામાં તે ખુબ ઉપયોગી છે. પ્રેગનન્સીમાં મહિલાઓએ શતાવરી, આદું, અશ્વગંધા આ બધી વસ્તુને સરખા પ્રમાણમાં લઈ તેનો પાઉડર બનાવી તેને બકરીના દુઘમાં પીવાથી ગર્ભને સ્વસ્થ રાખે છે. શતાવરીને ૪૦ ગ્રામ જેટલી લઈ ૧૨ કલાક સુધી પલાળો અને પછી તેને અડધા લીટર જેટલા પાણીમાં ઉકાળો બનાવીને તેને દૂધ અને સાકર માં પીવાથી ફાયદો થાય છે.

તાવ, શરદી, ઉધરસ માટે આ ઔષધી ખુભ ઉપયોગી છે. શતાવરીનો ઉકાળો બનાવી ૧૫-૨૦ મિલી પીવાથી શરદીમાં ફાયદો થાય છે. જયારે અવાજ બેસી ગયો હોય ત્યારે શતાવરી અને મધ સાથે ખાંડ ચાટવાથી રાહત થાય છે. શતાવરીનું ચૂર્ણ ૨ કપ દુધમાં એક ચમચી ચૂર્ણ અને સાકર મિક્સ કરી પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને વજન પણ વધે છે. શતાવરીનો ઉકાળો શરીરની ગરમીને ઓછી કરે છે. જો તમે ઉધરસથી પરેશાન છો તો શતાવરી ૧૦ ગ્રામ, અડુસીના પાન ૧૦ ગ્રામ અને અડધો લીટર પાણી ૧૦ ગ્રામ ખાંડ સાથે ઉકાળીને પીવાથી ફાયદો થાય છે.

લીલા શતાવલી ખાંડી તેનો રસ કાઢી અને રસ જેટલુ જ ચોખ્ખું તલનું તેલ મિક્સ કરવું અને તેલ કરતા ચાર ગણું ગાયનું દૂધ મિક્સ કરી ઉકાળવું. તે બધી વસ્તુ બળીને ખાલી તેલ વધે ત્યારે તેને ગાળી લેવું. આ તેલ પીવાથી સ્નાયુના થતા દુખાવામાં રાહત થાય છે. પિતથી પેટમાં થતો દુખાવા માટે પણ આ ખુબ ઉપયોગી છે. શતાવરીના ૧૦ ગ્રામ રસમાં ૧૦ થી ૧૨ ગ્રામ મધ પીવાથી એસીડીટીમાં રાહત થાય છે. જો મોઢામાં ચાંદા પડતા હોય ત્યારે આ રસ પીવાથી રાહત થાય છે. તેનું ચૂર્ણને દુધમાં પીવાથી પણ એસીડીટી મટે છે. આ આયુર્વેદિક ઔષધી આપણા માટે ખુબ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *