શું તમને ખ્યાલ છે મુકેશ અંબાણી ભેંસ નહીં પણ પીવે છે આ ગાય નુ દૂધ, ગુજરાત ના આ તબેલા માથી રોજ આવે છે તેમના માટે દૂધ…

Spread the love

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને બોલિવૂડના બધા કલાકાર તેમના સ્વાસ્થ્યને અને ફિટનેશને લઈને ખૂબ કાળજી લેતા હોય છે. તે લોકો તેના સ્વાસ્થ્યને સુધારવા માટે સારી અને મોંઘી ગુણવત્તા વાળા ઉત્પાદનનો ઉપયોગ કરતાં હોય છે. મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર, અક્ષય કુમાર જેવ મોટી હસ્તીઓ કઈ ડેરીનું દૂધ ઉપયોગમાં લે છે. આજે આપણે જાણીએ કે આ બધા મોટા લોકો કોઈ મામૂલી ડેરીનું દૂધ નથી પીતા તે લોકો હાઈટેક ફાર્મનું દૂધ પીવે છે. આ ડેરીના એક લિટર દૂધની કિમત સામાન્ય દૂધ કરતાં ખૂબ વધારે છે.

૨૨ હજારથી વધારે ગ્રાહક છે :

આ ડેરીનું નામ ભાગ્યલક્ષ્મી છે. આ ડેરી મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલી છે. આ ડેરીના ગ્રાહકની યાદીમાં અંબાણી પરિવાર જેવા મોટા ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. આ ડેરી ગુજરાતી ઉદ્યોગપતિ દેવેન્દ્ર શાહની કંપની પરાગ મિલ્ક ફૂડની માલીકીની છે. આની શરૂઆતમાં ખાલી ૧૭૫ ગ્રાહક જ હતા, તે પછી ધીમે ધીમે તેના ગ્રાહકોમાં વધારો થયો અને અત્યારે તેના ગ્રાહક ૨૨૦૦૦ જેટલા છે. અત્યારે આ ડેરીનું એક લિટર દૂધની કિમત ૧૫૨ રૂપિયા છે. અત્યારે આ કંપનીનું સંચાલન દેવેન્દ્ર શાહની પુત્રી અક્ષાલી શાહ કરે છે.

At the farm

રોજે આનું દૂધ મૂંબઈમાં સપ્લાય કરવામાં આવે છે :

ગુજરાતનાં ઉદ્યોગપતિની આ ડેરીનું દૂધ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. પૂણેથી મુંબઈનું અંતર ૧૬૩ કિમી જેટલું છે. તેના માટે ૩ કલાક લાગે છે. મૂંબઈમાં આ ડેરીનું દૂધ પીવા વાળા ઘણા લોકો છે. તેના લીધે રોજે મુંબઈથી પુણે દૂધ મોકલવામાં આવે છે.

આ ડેરીના દૂધનું વાહન સવારે ૫:૩૦ થી ૭:૩૦ વાગ્યાની વચ્ચે દૂધ બધા ગ્રાહકોના ઘરે પહોંચાડી દે છે. આ સિવાય બધા ગ્રાહકો પાસે તેનું પ્રાઈડ ઓફ કાઉ માટેનું લૉગ ઇન આઈડી છે. તેનાથી તે ઓર્ડરમાં વધારો ઘટાડો કે રદ કરી શકે છે અથવા તે ડિલિવરીની જગ્યામાં પણ ફેરફાર કરી શકે છે.

ગાયને આર.ઓ.નુ પાણી પીવડાવમાં આવે છે :

આ ડેરીમાં ગાયનું ખાસ ધ્યાન રાખવામા આવે છે. ગાયો માટે રબર સાદડીઓ નાખવામાં પણ આવે છે. તેને એક દિવસમાં ત્રણ વાર સાફ કરવામાં આવે છે. આ સિવાય આ ડેરીમાં ગાયને પીવા માટે આર.ઓ.નુ પાણી પીવડાવવામાં આવે છે. તેમણે સોયાબીન, આલ્ફા ઘાસ, મોસમી શાકભાજી અને મકાઈનો ચારો ખવાડવામાં આવે છે. આ ડેરીની ખા બાબત એ છે કે અહી ૨૪ કલાક ધીમું સંગીત વાગે છે.

અહી બધા કામ મશીનથી કરવામાં આવે છે :

આ ડેરીની એક ખાસિયત એ છે કે આ ડેરીમાં ૨૦૦૦ ડચ હોલ્સ્ટિન જાતિની ગાય છે. આ ડેરીનું ફાર્મને ૨૪ એકર જમીનમાં બનાવાયું છે. અહી રોજે ૨૫૦૦૦ લિટર દૂધ ઉત્પાદન થાય છે. અહી રોજે સવારે બે હજાર ગાયનું દૂધ કાઢવામાં આવે છે. આ ડેરીમાં બધા કામ મશીન દ્વારા કરવામાં આવે છે. આહિ ગણું દૂધ કાઢવાથી લઈને તેને પેકિંગ કરવા સુધીનું બધુ કામ મશીનથી કરવામાં આવે છે.

આવતા વર્ષમાં માર્કેટમાં વધારો થશે :

ઈન્વેસ્ટર રિલેશનસ સોસાયટી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ આવતા વર્ષોમાં આ દૂધની લોકપ્રિયતામાં વધારો થશે. તેથી માર્કેટમાં પણ વધારો થશે. ત્યારે ૧૪૦ અબ્જ ડોલર એટલેકે ૯,૮,૬૭૦ કરોડ રૂપિયા થઈ શકે છે. ૨૦૧૩માં બજારની કિમત ૭૦ મિલિયન ડોલર એટલેકે ૪,૫૪,૩૩૫ કરોડ રૂપિયા જેટલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *