શું તમને ખ્યાલ છે કોઈ આયુર્વેદિક જડીબૂટ્ટી થી કમ નથી “આદુ”, આજે જાણીલો આદુના પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે

Spread the love

આદુનો ઉપયોગ અત્યારે બધાના રસોડામાં થતો જ હોય છે. આદુના ઔષધીય ગુણ અને સ્વાદના કારણે તે બધી વાનગી બનાવવા માટે થાય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી બને છે. આજે આપણે આદુના પાણી પીવાથી થતા ફાયદા વિષે જાણીશું. આજે આપણે આદુથી જોડાયેલી બધી માહિતી વિષે વાત કરીશું. તેનાથી થતા ફાયદા વિષે વાત કરીશું. આદુની સાથે તેનું પાણી પીવાથી પણ આપણને ઘણા ફાયદા થાય છે. તે આપણને ઘણી બીમારીથી બચાવે છે. આદુ તેના અર્ક પર આધારિત હોય છે. કેમ કે તેના ગુણ પાણીમાં પણ રહેલા છે. તો ચાલો આદુના પાણી પીવાથી થતા ફાયદા વિષે જાણીએ.

એક સંસોધન દ્વારા એવું કહેવાય છે કે આદુ બ્લડ સુગરના સ્તરને ઓછુ કરે છે. આદુમાં આદુમાં ટૈનિન, પૉલીફેનાલિક, ફ્લેવોનૉયડ્સ અને ટ્રાઇટરપેનૉઇડ રહેલા છે. જે આપણા બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરે છે. તેની સાથે આદુમાં રહેલા જીંઝરોલ ઘટક શરીરમાં આલ્ફા એમાઈલેઝ અને આલ્ફા ગ્લુકોસિડેઝને ઉત્સેચકો સુધારો કરી આપણી ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખવા માટે ઉપયોગી બને છે.

આદુમાં કોલેસ્ટ્રોલને નિયત્રણમાં રાખે છે. આદુના પાવડરમાં રહેલા લીપીડને ઓછુ કરી દે છે. એક રીસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું કે આદૂથી ટ્રાઇગ્લીસરાઇડ અને લો ડેસિટી લીપોપ્રોટીન જેવા હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. તે ઉપરાંત આદુનું સેવન કરવાથી આપણા કોલેસ્ટ્રોલનું લેવલ વધવા લાગે છે. આદુનું પાણી આપણા હદયના સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે.

આદુ આપણા વજનમાં ઘટાડો કરવા માટે ખુબ ઉપયોગી બને છે. આદુના પાણી પીવાથી આપણા શરીરને સંતોષ આપે છે, જેને લીધે આપણને ખાવાની ઇચ્છા થતી નથી. તેને લીધે આપણા વજનમાં ઘટાડો થવા લાગે છે. બે ગ્રામ આદુ પાવડરમાં ગરમ પાણી નાખી પીવાથી થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ વધે છે.

આ સાથે જ આદુમા રહેલ જિંઝરોલ કમ્પાઉન્ડ ચરબી સાથે જોડાયેલ એડીપોસેટ હોર્મોન, પ્લાઝમા, લિપિડ અને લિપિડ પ્રોફાઈલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેની મદદથી પણ આપણું વજન ઓછું થઈ શકે છે. આદુનું પાણી પીવાથી આપણું પાચન સારું રહે છે. એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે આદુનો ઉપયોગ કરવાથી કબજિયાત, ઝાડા, અને અપચો જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. તેનું પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા પણ દુર થાય છે.

આદુમાં રહેલા એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ બંને અસર કરે છે. આ બંને અસરને લીધે આદુ નોન આલ્કોહોલ ફૈટી લીવરથી બચાવે છે. બે ગ્રામ આદુનું સેવન કરવાથી લીવરને લગતી સમસ્યા ઓછી થાય છે. ફૈટી લીવરનો અર્થ એ છે કે લીવરમાં ચરબી જામી જવાથી તેનો આકાર વધે છે. તે સાંધાને લગતી સમસ્યાને પણ દુર કરે છે. તે કીડનીને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી નુકસાન થતા બચાવી શકે છે.

આદુનું પાણી પીવાની રીત :

આદુનું પાણી પીવાની રીત ખુબ સરળ છે. થોડું આદુ પીસીને પાણીમાં નાખી તેને ઉકાળી લો. ત્યાર બાદ તેનું સેવન કરવું. થોડા ગરમ પાણીમાં આદુની પેસ્ટ બનાવીને તેમાં નાખીને પી શકાય છે. બે ચમચી આદુનો રસ અને એક ચમચી મધ પાણીમાં નાખીને પી શકાય છે. આદુના પાણીમાં અડધી ચમચી લીબુનો રસ મિક્સ કરીને પણ પી શકાય છે. આદુની ચા બનાવીને પણ પી શકાય છે. તેને તમે ગમે ત્યારે પી શકો છો. સવાર, બોપર, સાંજ ગમે ત્યારે પી શકાય. નિયમિત એક થી બે આદુના પાણીનું સેવન કરી શકો છો.

આદુનું પાણી બનાવવાની રીત :

આદુના પાણીને આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. તેને બનાવવા માટે એક ચમચી આદુનો રસ, એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી, સ્વાદ મુજબ મધ.

તેને બનવાની રીત :

એક ગ્લાસ ગરમ પાણીમાં આદુનો રસ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરી થોડા સમય સુધી રહેવા દો. ગરમ પાણીમાં આદુના રસને બદલે આદુનો ટુકડો લઈ ને તેને ઉકાળીને પણ પાણી બનાવી શકાય છે. જયારે આદુનો કલર પાણીમાં દેખાવા લાગે ત્યારે ગેસને બંધ કરી દો. તેમાં સ્વાદ માટે લીબું અને મધ મિક્સ કરી શકો છે. તેનું સેવન ચાની જેમ ઘીમે ઘીમે કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *