શું તમને ખ્યાલ છે ખરતા વાળ, શારીરિક સોજો તેમજ બળતરા ને ટૂંક સમય મા જ દુર કરશે આ સામાન્ય દેખાતી વસ્તુ, જાણો તમે પણ…

Spread the love

શિકાકાઇ વાળ અને ચામડીના રોગો માટે ખૂબ જરૂરી છે. તેનાથી માથાના વાળ કાળા થઈ શકે છે. તેમનુ તેલ, શેમ્પૂ, સાબુ, પાવડર જેવી વસ્તુઓ બજારમાં જોવા મળે છે. વાતાવરણના કારણે વાળની કેટલીક સમસ્યાઓ થાય છે. તેમની શિંગોને ઉકાળીને તેનાથી વાળ ધોઈ નાખવા જોઈએ. તેના શેમ્પૂનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે.

માથામાં થતો ખોડો દૂર કરવા માટે શિકાકાઇ ખૂબ ફાયદો કરે છે. તેની શિંગોનો ઉકાળો કરીને તેમના પાણીથી વાળ ધોવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે. તેનાથી વાળ ચોખ્ખા અને સુંદર બને છે. ચામડીના રોગોને દૂર કરવા માટે ઉપયોગી છે. વાળના મૂળિયાં મજબૂત કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

ઘા, સોજો, બળતરા જેવી સમસ્યાઓ દૂર કરવા માટે શિકાકાઈ ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરમાં ઠંડક મળે છે. ઉધરસ દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. પેટમાં ગેસ થવાથી પેટ ફુલે છે તે સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તેમના પાનનો ઉપયોગ કરવો જોઈએ. તેને વાટીને પેટ પર લગાવી રાખવાથી આ બીમારી દૂર થાય છે.

શિકાકાઈના પાન અનેક રોગ સામે ખૂબ ઉપયોગી છે. યકૃત, લીવર જેવી બીમારી દૂર કરવા માટે તેમના પાનનો ઉકાળો કરીને પીવાથી લિવરની બીમારીમાં છુટકારો મળે છે. શ્વાસ જેવી તકલીફ દૂર કરવા માટે તેમનો ઉપયોગ કરવો જોઈએ. કમળો, ઉલ્ટી, તાવમાથી છુટકારો મેળવવા માટે તેમની શિંગોનો ઉકાળો કરીને પીવો જોઈએ.

ચામડીની બીમારી દૂર કરવા માટે શિકાકાઈ ખૂબ જરૂરી છે. તેમના ફળને વાટીને શરીર પર લગાવવાથી ચામડીના રોગ થતાં નથી. વાળ માટે તેમનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી વાળ સુંદર અને મુલાયમ બને છે. તે ખૂબ ઠંડુ હોય છે. તેનાથી વાળ ખરતા અટકે છે. વાળના મૂળિયાંને મજબૂત બનાવવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેનું માલિશ માથામાં કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *