શું તમને ખ્યાલ છે ઢોસા ના વધેલા ખીરા માથી બનાવી શકાય છે આવી ત્રણ સ્વાદિષ્ટ વાનગીઓ, જાણો અને આજે જ ટ્રાય કરો

Spread the love

ઢોસા એ ભારતીય લોકોની ખુબ પ્રિય ડીશ ગણવામા આવે છે. આ મુળ દક્ષિણ ભારતની ડીશ છે. ત્યાના લોકો આને દરરોજ ખાય છે. આને તમે નાસ્તા અને ભોજનમા પણ ખાય શકો છો. તમને આ બજારમા રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટફુડની લારીમા મળી જાય છે. આને તમે ઘરે પણ બહાર જેવા બનાવી શકો છો. આને બનાવા માટે પહેલા તેનુ ખીરુ બનાવુ જોઇએ. તે બનાવુ ખુબ જ આસાન છે. આ ખીરાને તમે ફ્રીઝમા રાખીને ૩ થી ૪ દિવસ સુધી ઉપયોગ કરી શકો છો.

ઘણા લોકોને ઢોસા એક વાર ખાય ત્યારબાદ તેને ખાવા પસંદ નથી. ત્યારે બધા બીજી બધી વાનગીઓ ખાવાનુ ઇચ્છતા હોય છે. ત્યારે ઘણા લોકો આ વધેલા ખીરાને ફેંકી દે છે અને અનાજનો બગાડ કરે છે. તે સમયે આપણને તેના બીજા ઉપયોગ વિશે વિચાર આવતો નથી. તમે આ ખીરાનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ વાનગીઓ વિશે.

પકોડા :

સામગ્રી :

એક વાટકો ઢોસાનુ ખીરુ, એક વાટકો રવો, ડુંગળી, મરચા, કરી પત્તા, ધાણાજીરુ, ચમચી એક ચોખાનો લોટ, નિમક અને તેલ.

બનાવાની રીત :

એક તપેલામા ખીરુ, રવો અને ચોખાનો લોટ લઇને સારી રીતે ભેળવવુ જોઇએ. આમા ડુંગળી અને મરચાને જીણા સમારીને નાખવા. ત્યારબાદ તેમા કરી પતા, ધાણાજીરુ અને નિમક નાખવુ જોઇએ. આ બધી વસ્તુને સારી રીતે હલાવી જોઇએ. આ ખીરુ જાડુ હોવુ જોઇએ. આને દસ મિનિટ માટે રાખી મુકવુ જોઇએ. ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરવા મુકવુ. આ ખીરા માથી પકોડા વાળવા અને તેને તેલમા તળવા પહેલા ગેસ ફુલ રાખવો ત્યારબાદ ધીમો રાખવો. આને તમે ચટણી સાથે ખાય શકો છો.

ઉત્તપમ :

સામગ્રી :

બે વાટકા ઢોસાનુ ખીરુ. ડુંગળી, ટમેટા, મરચા, અડધો વાટકો રવો અને લીલા ધાણા.

બનાવાની રીત :

રવો અને ખીરાને ભેળવી લેવુ જોઇએ. આને અડધી થી પોણી કલાક એક બાજુ મુકી દેવુ. અડધો કલાક બાદ રવો ફુલી જાશે અને આ ખીરુ જાડુ બનશે. ત્યારબાદ તેમા ડુંગળી, ટમેટા, મરચા અને લીલા ધાણાને જીણા સમારીને નાખવા જોઇએ. એક નોનસ્ટિક કઢાઇ લેવી અને તેમા આછુ આછુ તેલ લગાવવુ. તે ખીરુ તેમા નાખીને તેને ગોળ ફેલાવુ જોઇએ. તમે આને જેટલુ આછુ કરશો તેટલુ ક્રીસ્પી બનશે. આને તમે ચટણી સાથે ખાય શકો છો.

અપ્પમ :

સામગ્રી :

બે વાટકા ઢોસાનુ ખીરુ, રસરવ, કરી પત્તા, હિંગ, મરચુ, લીલા ધાણા, તેલ અને નિમક.

બનાવાની રીત :

એક તપેલામા થોડુક તેલ મુકીને તેમા એક ચમચી રાય અને કરીપત્તાનો વઘાર કરવો જોઇએ. ત્યારબાદ તેમા ખીરુ નાખીને હલાવી લેવુ જોઇએ. તેમા ડુંગળી, લીલા ધાણા અને મરચાને જીણા સમારીને નાખવા જોઇએ. ત્યારબાદ એક પેનમા તેલા નાખીને મિડિયમ ગેસ પર રાખવુ. તે ગરમ થાય એટલે તેમા આ ખીરુ ભેળવી દેવુ જોઇએ. આને ઢાંકીને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ચડવા દેવુ જોઇએ. તમે આને ચટણી સાથે ખાય શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *