શું તમને ખ્યાલ છે શરદી-ઉધરસ તેમજ ત્વચાના નિખાર માટે મોંઘીદાટ દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આ ઉપાય, જાણો અને અજમાવી જુઓ…

Spread the love

વરાળ લેવાથી આપણા શરીરમાં ઘણા રોગ દુર થાય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેની સાથે તે આપણી ત્વચા માટે પણ ખુબ ઉપયોગી છે. તે આપણી ત્વચા અને વાળની સમસ્યામાં પણ રાહત આપે છે. જયારે કોઈ દવા આપણા શરીરમાં કામ ન કરે ત્યારે આ કુદરતી ઉપાય કરવામાં આવે છે. વરાળ જયારે આપણને શરદી, ઉધરસ, ગળું બેસી જવું, જેવી અનેક સમસ્યામાં તે ઉપયોગી બને છે.

જો તમારી પાસે સ્ટીમ ડિસ્પેન્સર ના હોય તો એક વાસણમાં ત્રણ થી ચાર ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર રાખી ઢાકી દેવું. તેને પાંચ થી આઠ મિનીટ સુધી ગરમ થવા દો. ત્યાર બાદ તમારી માથે ટુવાલ અથવા ચુની ઢાંકીને તેની વરાળ દસ મિનીટ સુધી લેવી. તેનો ઉપયોગ અઠવાડિયામાં ચાર વખત કરી શકાય છે.

જો તમને શરદી થઈ હોય ત્યારે દિવસમાં બે વખત આ ગરમ વરાળનો નાહ લેવાથી શરદીમાં ઘણો ફાયદો થાય છે. ગરમ પાણીનો નાહ લેવાથી તે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે અને આપણા શરીરમાં રહેલા ખરાબ બેકટેરિયાને દુર કરે છે. તે કફ અથવા શરદી, ઉધરસ જેવી સમસ્યામાં પણ રાહત આપે છે.

ગરમ પાણીનો નાહ આપણા ચહેરા પર લેવાથી તે આપણી ત્વચાના છિદ્રોને ખોલે છે અને આપણી ત્વચાની ગંદકીને દુર કરવામાં ઉપયોગી બને છે. તે આપની ત્વચાને સ્વસ્થ રાખે છે. તેનો નાહ લેવાથી આપણા ગળામાં રહેલા કફને પણ તે દુર કરે છે. તે ગરમ પાણીમાં અજમા અને વિકસ બામ નાખવાથી પણ વધુ સારો ફાયદો થાય છે. ફક્ત ગરમ પાણીનો નાહ લેવાથી માથાનો દુખાવો પણ ઓછો થાય છે.

આપણા ચહેરા પરની ડેડ સ્ક્રીન હટવા અને કરચલી ઓને ઓછી કરવા નાહ લેવો જોઈએ. તે આપની ત્વચાને તાજગી આપે છે. તે આપણી ત્વચા પરના ભેજને પણ જાળવી રાખે છે. જો તમારા ચેહરા પર ખીલ હોય, તો ચેહરાને નાહ આપવો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળતાથી બહાર નિકળી જશે, અને તમારી ત્વચા સાફ થવા લાગશે. આપની ત્વચાને સુંદર બનાવવા માટે સ્ટીમ એક સરળ ઉપચાર છે.

આપણા ચહેરા પર સ્ટીમ યોગ્ય રીતે કરવામાં આવે તો આપણા ચહેરા પર તેનો સારો ફાયદો થાય છે. કોઈ પણ જાતના ખર્ચ કર્યા વગર તમે તમારી સ્કીનને સુંદર બનાવી શકશો. ગરમ નાહ લેવાથી ચહેરા પરના બ્લેકહેડ અને વાઇટહેડ દુર થાય છે. ઘણા લોકોને ખાલી ગરમ પાણીનું નાહ લેવાનું ગમતું નથી.

ત્યારે તેમાં તમે કોઈ આર્યુવેદિક દ્રવ્ય જેવા કે નીલગીરી નું તેલ, વિકસ બામ અને અજમા નાખવાનું કહે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ નાહ લેવું ફાયદાકારી સિદ્ધ હોય છે. ડોક્ટર્સ એવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે. જેનાથી દર્દીને શ્વાસ લેવામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *