શું તમને ખબર છે લોહીને ઘટ્ટ થતુ અટકાવી શુદ્ધિકરણ કરે છે આ આયુર્વેદના ઉપાય, ચોક્કસથી લોહીનો બગાડ નીકળી જશે બહાર, જાણીલો આ ખાસ રીત…

Spread the love

આજના લોકોના લોહી બગાડવાનું કારણ તેમની ખાણીપીણી છે. તેનાથી શરીરના બીજા અનેક રોગો થાય છે. માનસિક અને શારીરિક રીતે માણસ ખુશ રહી શકતો નથી. તેથી આપણે લોહી શુદ્ધ કરવા માટે ઘરે બનાવેલૂ ભોજન જમવું જોઈએ. કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવવા જોઈએ તેથી શરીર અને લોહી શુદ્ધ રહે છે. સેલિસિલિકસ નો ઉપયોગ કરવાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. તે લોહીમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.

તુલસીના પાનનું સેવન કરવાથી શરીરનું લોહી ચોખ્ખું રહે છે. તેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમા ઑક્સીજન મળી રહે છે. લોહીનું શુદ્ધિકરણ ખૂબ સારી રીતે થાય છે.તેથી આપણું શરીર શુદ્ધ રહે છે. કેટલાક રોગોથી બચવા માટે તેના પાનનો રસ પીવો જોઈએ.

શરીરનું લોહી શુદ્ધ કરવા માટે કારેલાં ખૂબ ઉપયોગી છે. તે ખૂબ કડવા હોય છે પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં અનેક બીમારીઓ દૂર થાય છે. તેનો રસ કાઢીને પાણીમાં નાખીને પીવાથી લોહીનું શુદ્ધિકરણ વ્યવસ્થિત થાય છે. તેથી શરીરમાં કોઈ રોગ થતાં નથી. તેની કડવાશને લીધે શરીરમાં અમુક જીવાતનો નાશ થાય છે.

કૂવારપાઠું શરીરમાં લોહી શુદ્ધ રાખવા માટે ખૂબ જરૂરી છે. તેના રસમાં થોડું મધ નાખીને તેમાં થોડો લીંબુનો રસ નાખી મિક્સ કરીને તેને પીવું જોઈએ. તેનાથી શરીરના રોગોમાથી બચી શકાય છે. નિયમિત તેનું સેવન કરવાથી લોહીનું શુદ્ધિકરણ ઝડપથી થાય છે.

લોહી સાફ રાખવા માટે આદું ખૂબ ઉપયોગી છે. તેના ટુકડા કરીને તેમાં લીંબુ અને નમક નાખીને તેને પીસીને પીવાથી લોહી શુદ્ધ બને છે. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. નિયમિત તેનું સેવન કરવું જોઈએ. ટમેટાનો રસ લોહી સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેને દરરોજ પીવાથી લોહીમાં સુધારો થાય છે અને નવું લોહી બની શકે છે. તેના રસથી ચામડીના અનેક રોગો દૂર થાય છે.

લોહીને શુદ્ધ અને પાતળું કરવા માટે લસણનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેમાં એંટીઓક્સિડંટ ગુણધર્મ રહેલા છે. તેનાથી શરીરનું બ્લડપ્રેશર ઓછું થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થઈ શકે છે. નિયમિત લસણનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.

નિયમિત ૧૪ થી ૧૫ ગ્લાસ પાણી પીવું શરીરમાં ખૂબ જરૂરી છે. તેનાથી શરીરના અનેક રોગોથી બચી શકાય છે. લોહી શુદ્ધ રહે છે. શરીરમાં રહેલા તત્વો બરાબર રીતે કામ કરી શકે છે. તેથી પાણીનું પ્રમાણ શરીરમાં ઘટવું ન જોઈએ. ગરમીમાં પાણી જેટલું બની શકે તેટલું વધારે પીવું જોઈએ.

હળદર લોહીના શુદ્ધિકરણ માટે ખૂબ ઉપયોગી છે. તેમાં એંટીઓક્સિડંટ તત્વો રહેલા હોય છે જે શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. હળદરવાળું દૂધ નિયમિત પીવાથી શરીરની ઘણી બીમારીઓથી બચી શકાય છે. તેનાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

આમળા શરીરના લોહીને સાફ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી શરીરની ગરમી બહાર નીકળી જાય છે. લોહીમાં રહેલી ગંદકીને દૂર કરીને લોહી શુદ્ધ બનાવે છે. તેનું સેવન નિયમિત કરવાથી નવું લોહી બને છે. તેમાં ભરપૂર પ્રમાણમા વિટામિન સી રહેલું હોય છે. તેથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.

ડુંગળી શરીરના લોહીને સાફ રાખવા માટે ખૂબ જરૂરી છે. તેનાથી શરીરની ગરમી દૂર થાય છે. તેનો રસ અને લીંબુના રસને મિક્સ કરીને પીવાથી ખરાબ થયેલું લોહી બહાર નીકળે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી લોહી શુદ્ધ બને છે. ગરમીની ઋતુમાં લૂ ન લાગે તે માટે તેનો ઉપયોગ કરવો જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *