શું તમને ખબર છે બુધવારે ઘરે આ રીતે ગણપતિ દાદાનું પૂજન કરવાથી દુર થાય નકારાત્મક શક્તિઓ, એકવાર જરૂર થી અજમાવી જુઓ…

Spread the love

બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. ભગવાન ગણેશને વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન ગણેશની તમે પૂરા મનથી પૂજા કરો છો તો તમને તમારા તમામ કષ્ટોમાંથી મુક્તિ મળશે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાન ગણેશનું પૂજન અતિ શુભ માનવામાં આવે છે.

તેથી કોઈપણ કામની શરૂઆત માં ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો આજે અમે તમને ભગવાન ગણેશને કેટલીક મૂર્તિઓ ની મહત્વપૂર્ણ બાબતો જણાવવાના છીએ. ગણેશ ભગવાનની મૂર્તિ દરેક ભારતીય હિન્દુ ના ધર્મ હોય છે અને તેની સવાર-સાંજ પૂજા કરવામાં આવે છે. પરંતુ ભગવાન ગણેશની આ ચાર પ્રકારની વિશિષ્ટ મુર્તિ હોય છે. જેને ઘરમાં રાખવામાં આવે તો શુભ માનવામાં આવે છે. તો ચાલો આ મૂર્તિ વિષે વિગતવાર જાણીએ.

ભગવાન ગણેશની આ મૂર્તિ તમારા ઘરના મુખ્ય દરવાજા પર મૂકવી

આંબા પીપળા અને લીમડા થી બનેલા ગણેશ ભગવાનનું ખુબ જ મહત્વ હોય છે. પુરાણો અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર મૂકવામાં આવે તો ઘરમાં પ્રવેશ કરતી તમામ મુશ્કેલ- સમસ્યાઓ ત્યાં જ અટકી જાય છે. અને ઘરનું વાતાવરણ સકારાત્મક અને હકારાત્મક વિચારો વાળૂ રહે છે. તે ઘરની પ્રગતિ સુખ અને સંપત્તિમાં વધારો કરે છે.

આ મૂર્તિનું સ્થાપન ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરવું

ગાય ના છાણ ની બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સંપત્તિ વધારે છે. એવું માનવામાં આવે છે. જો તમે પણ ધનવાન બનવા માગતા હો તો ગણેશજીની આ મૂર્તિને તમારી ઘરે સ્થાપના કરવી એવું માનવામાં આવે છે. કે ગાયના છાણ માંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાતાવરણ બનાવે છે.ઘરમાં બધા જ પરિવારના સભ્યોને તબિયતનું ધ્યાન રાખે છે.

ભગવાન ગણેશની આ મૂર્તિ પણ ઘણા ફાયદા આવે છે.

શ્વેતાર્ક ગણેશ ની મૂર્તિ ઘરમાં રાખવી એ અતિ શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરે આ ગણપતિ મહારાજ ની મૂર્તિ નથી તો આ મૂર્તિને તમારા ઘરે લઈ આવવા માટે નો સમય અને વાર આ પ્રમાણે છે. રવિવારના દિવસે અથવા પુષ્ય નક્ષત્રના દિવસે આ મૂર્તિ તમારા ઘરે લઈ આવવી. મૂર્તિ ની સ્થાપના કરવી ત્યારબાદ તેની પૂજા કરવી અને ભગવાન ગણેશનું સ્મરણ કરવું. તેનાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ઘરની સંપત્તિ તેમજ આવકમાં વધારો થાય છે અને જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ મજબુત છે તો તેમના માં પણ ફાયદો આપે છે.

જો તમારે પણ નાણાકીય સમસ્યા હોય તો ક્રિસ્ટલ એટલે કે કાચ ની બનેલી આ મૂર્તિની પૂજા કરવાથી તમારા ઘરમાં રહેલું વાસ્તુદોષ દૂર થાય છે. કાચની એટલે કે ક્રિસ્ટલની આ ગણેશની મૂર્તિ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી તેનાથી ઘરમાં ધન અને સુખ પ્રાપ્ત થાય છે. જો આ ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *