શું તમને ખબર છે એ.સી.માં રહેવાથી થાય છે આ જીવલેણ બીમારીઓ…? આજે જ વાંચો આ લેખ અને મેળવો સંપૂર્ણ માહિતી…

Spread the love

ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો એસી માં રહેવાનું વધુ પસંદ કરે છે. હાલના સમયમાં મધ્યમ વર્ગના લોકો માં એસી નો ઉપયોગ ખૂબ વધ્યો છે. માણસો ઘર, ઓફિસ, કાર, લિફ્ટ અને બસોમાં પણ એસી ની સુવિધા વધી રહી છે. તમને ખબર છે એસીમાં વધુ સમય હોવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

એસીમાંથી નીકળતી ઠંડી હવા તમારી ત્વચા માટે નુકસાનકારક હોય છે. તે ઘણા લાંબા સમયની બીમારીને ગંભીર રૂપ આપી શકે છે. આ હવાને લીધે શરીરને સ્વચ્છ હવા મળતી નથી તે સૌથી મોટી સમસ્યા છે. આપણે એસી ચાલુ કરતા પહેલા બારી બારણાં બંધ કરી દઈએ છીએ, જેને લીધે હવા ની અવાર જવર બંધ થઈ જાય છે. તેથી આપણ ને તાજી હવા મળી શક્તિ નથી તેથી શરીરનો વિકાસ અટકી શકે છે.

એસી માં રહેવાથી આપણી ગરમી દૂર થાય છે પરંતુ, એસીવાળા રૂમનુ વાતાવરણ આપણા શરીર માંથી ભેજ ખેંચે છે. શરીર માંથી ભેજ ઘટનાને લીધે શરીરમાં પાણીની અછત સર્જાય છે. તેની આડઅસર ને લીધે ત્વચા પર કરચલીઓ પડી જાય છે. શરીરમાં પાણીની કમી ના લીધે ઘણા રોગો આસાનીથી શરીરમાં પ્રવેશી શકે છે. તેને લીધે ત્વચા ઘણા રોગો પણ થાય છે.

વધુ પડતો સમય એસી વાળા સ્થાને રેવાથી તાવ, શરદી કે ફ્લૂ જેવા વાયરલ ઇન્ફેકશન થવાનું જોખમ વધી જાય છે. શરીરનું તાપમાન ઠંડુ ગરમ થતું હોવાથી માથાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી જો તમારે એસી વાળા રૂમ માંથી બહાર ગરમીમાં જવું હોય તો તરત જ ન જવું.

શરીરનું તાપમાન અચાનક ઠંડા માંથી ગરમ થવાથી ઘણા નુકસાન થાય છે. વધુ સમય એસી માં રહેવાથી આપણા શરીરનું તાપમાન કૃત્રિમ રીતે નીચું જાય છે. આ કૃત્રિમ રીતથી શરીર ઠંડુ થવાથી શરીર ના કોષો સંકુચિત થાય છે અને તેની સીધી અસર રક્ત પરિભ્રમણ પર થાય છે. જેને લીધે માથાનો દુખાવો, ચક્કર, ઊલટી અને લો બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શેક છે.

આજે બધી જગ્યાએ એસી નો ઉપયોગ વધ્યો છે. તેથી ઓફિસમાં સતત કોમ્પ્યુટર સામે બેસતા લોકો આંખોમાં ખંજવાળ આવવાની ફરિયાદ કરે છે. એસી હવા માંથી ભેજ ખેંચી લે છે. ભેજ ઓછો થવાને લીધે આપણ ને ઠંડક મળે છે. પરંતુ તે આંખો માંથી પણ જરૂરી ભેજ ને સોશી લે છે. તેમાં પણ જે લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે તમને વધુ તકલીફ નો સામનો કરવો પડે છે.

એસીમાં ૩-૪ કલાક થી વધુ સમય રહેવાથી સાયનસની સમસ્યા થઈ શકે છે. એસીની ઠંડકને લીધે મયુકસ ગ્રંથિ કઠોર બની જાય છે. સાયનસ માં હાડકાંની અંદર કેવીટી થાય છે. એસી માંથી બહાર સામાન્ય તાપમાન માં આવવા થી શરીર જલ્દીથી નોર્મલ ટેમ્પરેચર માં આવવાનો પ્રયાસ કરે છે. તેથી તાવ, ચીડિયા પણું વગેરે સમસ્યા પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *