શું તમને ખબર છે આ ફાયદાકારક ઉપચારની મદદથી તમે પણ મેળવી શકો છો ગળા, પાચન અને વજન સંબંધિત ઘણી બધી બીમારીથી કાયમ માટે મુક્તિ, જાણો ઉપચારની યોગ્ય રીત…

Spread the love

આપણા શરીરમાં પાણીનો ૬૦ ટકા ભાગ રહેલો છે. આપણા શરીરને સ્વાસ્થ અને સુંદર બનાવવા માટે પાણી પીવું ખુબ જરૂરી છે. આપણે દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી પીવાથી આપણું સ્વાસ્થ્ય નીરોગી બને છે. જો પાણીને ગરમ કરીને પીવામાં આવે તો તેના વધુ ફાયદા થાય છે. ગરમ પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા બેક્ટેરિયા દુર થાય છે.

સવાર સવારમાં ગરમ હુંફાળું પાણી પીવાથી અનેક રોગોનો નિરાકરણ થઈ જાય છે. આ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ લાળ સક્રિય થઈ જાય છે અને આ લાળ શરીર ના પિત્ત અને હવાને શરીરની બહાર કાઢી નાખે છે. અશુદ્ધ દ્રવ્યોને સવાર નુ પાણી દૂર કરી દે છે. સવારમાં ગરમ પાણી પીવાના ત્રણ દિવસમાં જ તેનો લાભ મળે છે. સવાર નું પાણી માથાના દુખાવાની પરેશાની થી છૂટકારો આપે છે. સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ જ રાહત થાય છે.

હૂંફાળું પાણી પીવાના દસ દિવસમાં પાચન સંબંધી તમામ પરેશાનીઓ સારી થઈ જાય છે. તે સિવાય નાક કાન ગળા સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ રાહત થાય છે. આ ફાયદો મેળવવા તમારે નિયમિત પાણી પીવાનું રાખવું જોઈશે. સ્ત્રીઓ પીરિયડ્સમાં હોય ત્યારે પેટમાં થતા દુખાવામાં પણ ગરમ પાણી ખુબ ઉપયોગી બને છે. દિવસમાં એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.

જયારે માસિક સમય પહેલા પેટમાં દુખવાની સમસ્યા છે, તો ગરમ પાણીમાં એલચી પાવડર મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. તે માથાના દુખાવામાં પણ રાહત આપે છે. શરદી, તાવ , ઉધરસ અને કફ જેવી સમસ્યામાં ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે. તે માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ મિક્સ કરી પીવાથી આપણો વજન ઘટવા લાગે છે.

દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી વાળ ખૂબ સુંદર બને છે. ગરમ પાણી પીવાથી વાળમાં ચમક અને શક્તિ આવે છે. જે તેમને વધારે સુંદર બનાવે છે. જો તમને શિયાળાની શરદી હોય તો રાત્રે ગરમ પાણી પીવાથી તમને તાત્કાલિક રાહત મળશે અને ચેપગ્રસ્ત રોગોથી પણ બચી શકાય છે. જો તમે તમારા ચહેરાની ચમકને વધારવા માંગતા હોય તો તમારે સૂતા પહેલા દરરોજ એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ.

તે તમારી ત્વચાને ગ્લો આપશે. સાંધાનો દુખાવો ઘણીવાર વધતી ઉંમર સાથે વધે છે. તેથી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી દૂર કરી શકાય છે. દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી હૃદયરોગ થતો નથી અને હૃદય તંદુરસ્ત રહે છે. તેથી દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવો. ગરમ પાણી આપણા શરીરમાંથી ટોક્સિક તત્વો બહાર કાઢવાનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *